SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ચિત્રો થોડો સમય જોયા કરવાથી જ વધારે સારી રીતે નક્કી કરી શકીશ...... થોડાં વધારે ચિત્રો આ સાથે જ મોકલી શક્યો હોત તો સારું લાગત પણ હવે એ આવતા વર્ષ માટે બાકી રાખું છું. મેં મોકલેલા મારા પોર્ટઇટને જોઈને તને થશે કે પેરિસ, લંડન અને એવાં મહાન નગરોમાં વર્ષો વિતાવવા છતાં હું લગભગ ગામિડયા ખેડૂત જેવો જ દેખાઉં છું. મને ક્યારેક ક્યારેક એમ પણ થાય છે કે વિચારે અને ભાવે પ્રતિભાવે પણ હું ખેડૂત જેવો જ છું. ફેર ફક્ત એટલો જ છે કે ખેડૂતો આ દુનિયા માટે મારા કરતાં વધારે ઉપયોગી છે. માનવીની ભૌતિક જરૂરિયાતો સંતોષાય પછી જેને પુસ્તકો, ચિત્રો વગેરેમાં રસ જાગ્રત થાય છે અને એની જરૂર જણાવા લાગે છે. ખેડૂતો ખેતરોમાં જે તનતોડ મજૂરી કરે છે એટલો જ સખત પરિશ્રમ હું મારાં ચિત્રો ચીતરવા પાછળ કરું છું એ સાચું, પણ મારી પોતાની મૂલવણી અનુસાર એ સ્પષ્ટ છે કે ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂત મારાથી ઘણી ઉચ્ચ કક્ષાએ છે. એ તો જાણે ઠીક પણ મારા આ વ્યવસાયમાં બધું સીધું નથી ઊતર્યું. સાચું કહું તો હંમેશાં એવું જ થતું આવ્યું છે...... પીંછી ચલાવવાનું શીખવાની મહેનત કરનાર માણસને પછી ચિત્રકામમાં કોઈ અંતરાય નથી. બીજાની સરખામણીમાં તો હું ખુશનસીબોમાંનો એક ગણાઉં, આ વ્યવસાય અપનાવ્યા પછી નિષ્ફળતાને કારણે ચિત્રકામ પડતું મૂકવું પડ્યું હોય એવાંના શા હાલ થયા હશે એનો વિચાર કરીએ; એવા લોકો ઓછા નથી.....ચિત્રકાર બની શકવા અને રહી શકવા બદલ હું ઘણો ભાગ્યશાળી ગણાઉં. બિચારાં બીજાં! કોઈએ ભ્રમણામાં ન રહેવું જોઈએ; તને સાવચેત કરવા માટે આ લખું છું......... આ પાગલખાનાના એક દર્દીનું પોટ્રેઈટ હમણાં હું ચિતરી રહ્યો છું. આ જીવન વિચિત્ર તો લાગે પણ થોડો સમય પાગલો સાથે વિતાવ્યા પછી ટેવાઈ જાય છે અને પછી એમને પાગલ તરીકે જોવાનું રહેતું નથી. તને ચુંબન કરી રહેલો તારો વહાલસોયો—વિન્સેન્ટ વિન્સેન્ટ વાન ગૉગનું જન્મ વર્ષ ૧૮૫૩ અને અવસાન વર્ષ ૧૮૯૦. Jain Education International ૪૬૩ તેના મૃત્યુનાં સો વર્ષ-૧૯૯૦માં એનું એક ચિત્ર નેવું લાખ રૂપિયામાં વેચાયું હતું–ત્યાર પછીનાં વર્ષોમાં એન ચિત્રોની કિંમત કરોડોમાં અંકાતી રહી છે. વાન ગોંગનું જીવન અને તેનાં ચિત્રો બંને હૃદયદ્રાવક અને અમૂલ્ય છે જે, સદાય ચિત્રકારોને એક સંદેશ આપતાં રહે છે. સંવેદનશીલ અને સમર્થ કાર્ટૂનિસ્ટ રાસીપુરમ્ ક્રિશ્નાસ્વામી લક્ષ્મણ (આર. કે. લક્ષ્મણ) ભારતમાં જ નહીં, પરદેશમાં પણ ઉત્તમ કાર્ટૂનિસ્ટ તરીકે જેમને ખ્યાતિ મળી છે એ આર. કે. લક્ષ્મણ એમના સી. એમ.’—કોમનમેન પાત્ર દ્વારા અનકોમન પર્સનાલિટી તરીકે આપણી વચ્ચે છે. ભારતનું ગૌરવ છે એ. પદ્મવિભૂષણ આર. કે. લક્ષ્મણના રાજકીય વ્યંગ અત્યંત ચોટદાર હોય છે. સૂક્ષ્મ નિરીક્ષણ સાથે હાસ્ય નિપજાવતી તેમના `You said it સિરીઝની બુક એક ઉત્તમ કાર્ટૂનસંગ્રહ છે. હાસ્ય સાથે ગંભીરતાસભર એમનાં વાક્યોની પંચલાઇન અત્યંત અસરકારક હોય છે. અર્થકારણ ઉપરનું એમનું એક કાર્ટૂન યાદ આવે છે : એક શેઠે ભિખારીને એક રૂપિયો આપ્યો એટલે એણે કહ્યું, “તમે એમ ના માનશો કે, મને તમે એક રૂપિયો આપ્યો છે–દુનિયાના બજારમાં આની કિંમત તેર પૈસા છે તે હું જાણું છું!” આર. કે. લક્ષ્મણની અનેક જાણીતી ઉક્તિઓ છે, જેના દ્વારા એમના વ્યંગ અને વ્યથા બંને બહાર આવે છે. ``The day that the quality of our leaders improves, I will have to retive and go away."/ ``Our politics is so sad that if I had not been a cartoonist, I would have commited suicide./"What politics is all about today......Blah-blah-blah" વગેરે. આઝાદીના પચાસમા સ્વાતંત્ર્ય દિવસે (૧૫ ઓગષ્ટ ૧૯૯૭) એમણે રચેલ એક કાર્ટૂનમાં એમનાં દુ:ખ, કટાક્ષ અને વાસ્તવિકતા પ્રકટ કર્યાં હતાં. રસ્તાની બાજુ પર ચાલતા કામકાજના સિમેન્ટના મોટા ભૂંગળામાં છાપું વાંચતો વૃદ્ધરસોઈ કરતી એની પત્નિને કહે છે : “પંદરમી ઑગષ્ટ ૧૯૪૭! યાદ આવે છે. આપણે આ દિવસે અહીં રહેવા આવ્યા હતા!' કાર્ટૂનની મધ્યમાં કચરાપેટીની વચ્ચે ઊભું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy