SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ શાસનસેવા અને માનવસેવા દ્વારા ચારે દિશામાં યશોકીર્તિનાં તોરણો બાંધે અને તેમના ગુણનંદનવનની સુવાસ, કીર્તિ મઘમઘાયમાન બને એ જ અભ્યર્થના. આ છે અમરેલીનાં હરકોર બા આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન જન્મભૂમિ : જેતપુર, જૂતાગઢ પાસે. કર્મભૂમિ : અમરેલી સૌરાષ્ટ્ર દેશનું વાણિજ્યવેપારથી ધમધમતું અમરેલી શહેર. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, હુલામણા નામે બાબુભાઈથી ઓળખાય. સાદાગંભીર-અનુભવી-પીઢ-જૈનજૈનેતરના આદરપાત્ર. અમરેલીમાં પ્રતિષ્ઠિત જૈન વણિક કુટુંબમાં જન્મ થયો હતો અને સને ૧૯૭૬ની ૨૦મી નવેમ્બર-૬૮ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં, શાંત સ્વસ્થ ચિત્તે, કુટુંબના સર્વ સભ્યોની હાજરીમાં વિદાય લઈ, અંતિમ શ્વાસ લીધા હતા. શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનાં સ્વામી, અને વહીવટી સૂઝ ધરાવનાર એવા શ્રી મહેતા ત્યાગ અને મોક્ષની સાધના માટે— મહામંત્ર નમસ્કારનું રટણ, જાપ અવારનવાર કરતા હતા. તેઓનાં ધર્મપત્ની શ્રીમતી હરકુંવરબહેનને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં, તપશ્ચર્યા, જાપ વ. કરવામાં, તેઓની હંમેશાં સંમતિ રહેતી અને સહકાર આપતાં. ૨૫૧ ધાર્મિક પ્રવૃત્તિ, સમાજનાં જીવનમાં સાદાઈ તેમજ પોતાની જરૂરીયાત બહુજ ઓછી હતી. નાની ઉંમરે પિતાશ્રીના ધંધામાં જોડાયા હતા અને સતત ૫૦-૫૦ વર્ષ સુધી સફળતાપૂર્વક સંચાલન કરી–વેપારની લાંબી કારકિર્દીમાં તેઓશ્રી અમરેલીમાં જ નહીં-પરંતુ આજુબાજુનાં ગામોમાં પણ અગ્રેસર રહ્યા હતા. આજે પણ તેઓના પુત્રોએ પિતાશ્રીનો વ્યવસાય ચાલુ રાખીને—તેઓનું નામ જીવંત રાખેલ છે. નાનામોટા વેપારીઓ, ખેડૂતવર્ગને સદાય માર્ગદર્શક, નબળા અને ગરીબના બેલી, કુટુંબ અને સમાજના દરેક પ્રત્યે પ્રેમ અને આત્મીયતા સમજપૂર્વક અને દીર્ઘદૃષ્ટિપૂર્વક કાર્યો કરવાની પદ્ધતિ–વ. ગુણોને લીધે તેઓ પ્રથમ હરોળના વેપારી અને કુટુંબ સમાજના વડા તરીકે સફળ રહ્યા હતા. ગમે તેવી ખરાબ-વિષમ પરિસ્થિતિઓમાં અડગ અને નીડર રહી શકતા હતા અને પરિસ્થિતિ એવી સફળતાપૂર્વક પાર કરી દેતા. Jain Education International ૩૬૩ હંમેશાં હસમુખો-સૌમ્ય અને શાંત ચહેરો, નીડર અને સ્પષ્ટ વક્તા અને સરળ સ્વભાવે એમના વ્યક્તિત્વને વધારે મોહક બનાવ્યું હતું. ધર્મના રંગે રંગાયેલાં પત્ની હરકુંવરબહેન : જન્મથી માતાએ ગળથૂથીમાં સંસ્કારનું સિંચન કરેલ. લગ્નગ્રંથિથી જોડાયાં—સંસાર રથ ચલાવતાં સાત પુત્રો અને એક પુત્રીને જન્મ આપેલ. એક શીલવતી નારી—આદર્શ શ્રાવિકા તરીકે જીવન જીવી રહ્યાં છે. હરકુંવરબહેનના જીવનમાં શ્રાવકનાં બાર વ્રત, ઉપધાન તપ, શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ, પાંચસો આયંબિલ, દરેક પર્વતિથિ-અઠ્ઠાઈ તપ, વીસ સ્થાનક તપ, વરસી તપ, વર્ધમાન તપજપ તેમજ લાખોની સંખ્યામાં નવકારાદિ મંત્રનો જાપ કરેલ. તપજપ-ત્યાગ જીવનમાં અદ્વિતીય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ, બિહાર, સમેતશિખરાદિની પંચતીર્થની સ્પર્શના કરી જીવનને ધન્ય બનાવેલ છે. જૈફ ઉંમરે પણ આવશ્યક વિધિ-પરમાત્માની અષ્ટ દ્રવ્યથી પૂજા-ગુરુભક્તિ, વૈયાવચ્ચ પણ અજોડ, સુપાત્રદાન ધર્મારાધના સુંદર કરે છે સાત પુત્રો પૈકી છ પુત્રો વિનયી, સંસ્કારી, કોઈપણ જાતનાં વ્યસન નહીં, જીવન સાદાં-સ્વભાવે સરલ-સાતેય ક્ષેત્રોમાં પોતાના દ્રવ્યનો સુંદર ઉપયોગ કરી રહ્યા છે. શ્રાવકને યોગ્ય અદકેરું જીવન જીવી રહ્યાં. માતા-પિતાની ભક્તિ અદ્ભુત કરે છે. કોઈપણ ક્ષેત્રે તન-મનધનનો ભોગ આપવા અડીખમ ઊભા રહે છે. પુત્રી વિજયાબહેન પણ એવાં જ સુશીલ-ગુણિયલ છે. સમાજમાં, સંઘમાં આ કુટુંબનો માન-મરતબો સારો છે પરમાત્માની કૃપા ગુરુવર્યોના આશીર્વાદ વરસતા રહે! ધર્મારાધનાના પ્રભાવે કલ્યાણને પામે. For Private & Personal Use Only PLACE OF ALL LIBERATED SOULS OOO જ્ઞાન KNOWLEDGE CONDUCT દર્શન સિદ્ધશીલા VISION ચરિત્ર ધર્મ-સદાચાર RELIGION GOOD CONDUCT અ EARNING 96 કામ SATISFACTION મો LIBERATION www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy