________________
સ્વપ્ન શિલ્પીઓ
શ્રી તારાચંદજી સંઘવી
એક દિવસ સમાચાર સાંભળ્યા કે છ'રીપાલક સંઘ બાજુના ગામમાંથી પસાર થશે. ભેરમલજી પહોંચી ગયા. ગમે તે સંજોગે સંઘનાં પદાર્પણ અમારા નાનકડા ગામમાં થવાં જોઈએ. કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. પૂ. ગુરુદેવનાં ચરણ પકડી રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. ભેરમલજી તો હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ કરી અને એ દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું “દીકરા! જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે, તો વધુ ને વધુ સાધર્મિક ભક્તિ કરજે.” પુણ્યે સાથ આપ્યો. લક્ષ્મીએ જાણે આ પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો. પૂ.આ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ ઉપધાન તપ કરાવ્યાં. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે જ ઊભા રહે. બદામ, અખરોટ ભરી ભરીને આપે, લેનારને રૂમાલ પાથરવો પડે એ રીતે ઉદારતાથી
આપતા.
એમના જીવનમાં થયેલ અનેક સુકૃતો અને સામાજિક કાર્યો :
ગિનેસ બૂક ઓફ જૈનીઝમમાં અંકિત થયેલ ૩૨૦૦ આરાધકોના જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૧૮૦૦ અઠ્ઠમ થયેલાં. પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં આ અદ્ભુત ઐતિહાસિક આયોજન થયેલ. શ્રી
Jain Education International
૩૪૩
માલગામથી શત્રુંજય મહાતીર્થનો ૨૭૦૦ યાત્રિકોનો છ'રી– પાલિત સંઘ, સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં દાનવીરપદ પ્રદાન (શ્રી શત્રુંજયનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ શંખેશ્વરમાં ચાર દિવસ રોકાયો, ૨૨૦૦ અઠ્ઠમ થયાં. હજારો યાત્રિકોએ આ સંઘનાં દર્શનનો લાભ લીધો. તે દરમ્યાન આ પદ પ્રદાન થયેલ.) શ્રી જીરાવલા તીર્થમાં ‘પરેશ ભોજનશાળા ભવન'નું ભવ્ય નિર્માણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં ‘સંઘવી ભેરુ વિહાર' નું ભવ્ય નિર્માણ, ‘સંઘવી ભેરુ વિહાર' ની બાજુમાં જ સંઘવી સુંદરબહેન, –દેલવાડા તીર્થમાં ‘સંધવી. ભેરુમલજી હુકમચંદજી ભોજનશાળા ભવન'–શ્રી અચલગઢ તીર્થમાં શ્રીમતી સુંદરબહેન ભેરુમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ, શ્રી શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વિંગનું નિર્માણ, જીવદયા અને સમાજસેવા હેતુ માલગાંવમાં ‘સંઘવી પરેશ સેવા કેન્દ્ર' ભવનનું નિર્માણ. હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું નિર્માણ, શ્રીમતી સુંદરબહેનનાં વર્ષીતપનાં પારણાં નિમિત્તે સામૂહિક બિયાસણાં તેમ જ સામૂહિક પારણાનું આયોજન, શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વરદાદાનાં જિનબિંબોના ભવ્યાતિભવ્ય ૧૮ અભિષેક તેમ જ સ્વામીવાત્સલ્યનું આયોજન, શ્રી માલગાંવમાં અતિભવ્ય ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઠ્ઠાઈ-મહોત્સવનું આયોજન, શ્રી રાણકપુર આદિ પંચતીર્થ યાત્રાનું આયોજન, શ્રી જીરાવલાજી, અનાદરા, વરમાણ, માલગાંવ આદિ સ્થાનોમાં ૧૦ નેત્રશિબિરોમાં ૧૫૦૦ લગભગ ભાઈ– બહેનોનાં આંખનાં ઓપરેશન, ગુલાબગંજમાં જૈન મંદિર બનાવવામાં મહત્ત્વપૂર્ણ સહયોગ, શ્રી પાલિતાણા તીર્થે નવાણું યાત્રાનું આયોજન, દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા, સંઘવી ભેરુ વિહાર' પાલિતાણામાં પ્રતિદિન સાધુ સાધ્વીજીની ભક્તિનું આયોજન, શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ, સંઘવી ભેરુમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદરામાં હોસ્પિટલ નિર્માણ પ્રારંભ, સિરોહી (રાજ.) જનરલ હોસ્પિટલમાં નેત્રચિકિત્સાનું આયોજન, તા. ૫-૧૧-૯૬ના સિદ્ધગિરિ પાલિતાણાથી સમેતશિખરજી મહાતીર્થ સંઘવી ભેરુ એક્સપ્રેસ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રા, અર્બુદાચલ પર્વતની તળેટીમાં ‘અનાદરા તળેટી તીર્થ' યાને શ્રી સંઘવી ભેરુતારક ધામ મહાતીર્થ નિર્માણ, જેમાં—અતિ નયનરમ્ય શિલ્પકલાયુક્ત વિશાળ જિનાલય, રમણીય યાત્રિકનિવાસ, ઉપાશ્રય,
For Private & Personal Use Only
www.jainelibrary.org