________________
સ્વના શિલ્પીઓ ગ્રંથરત્નના પ્રેરક પૂ. ગુરૂજી શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ
ve G GAS GAS GAS GALETAS
પૂ. ગુરૂજી, સમગ્ર દક્ષિણ ભારતમાં જૈન જગતના અજોડ-બેજોડ અને વિશિષ્ટ વિધિકારક તથા ભારત વર્ષની પાઠશાળાઓના સફળ સંચાલક અને દીર્ઘ તપસ્વી તરીકે આપની નામના અને કામનાને ધન્ય છે.
આપની અદ્ભુત વકતૃત્વશક્તિ, મનમોહક વ્યકિતત્વ, પ્રસંગોપાત વિશાળ માનવ સમુહોને પ્રભુભક્તિમાં જોડવાની આપની તીવ્ર તાલાવેલી, અનેક પ્રતિષ્ઠાઓમાં આપની તેજોમય પ્રજ્ઞાને નજરે નિહાળીને ભારે આનંદ અનુભવ્યો છે.
આજ સુધીમાં ૩૦૦ જેટલી પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ દ્વારા આપ પૂરા A કીર્તિમાન બન્યા છો, ભારતના અનેક શ્રીસંઘોએ આપનું ભારે ઠાઠમાઠથી સન્માન કર્યુ છે. અનેક મહાપૂજનોમાં કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર ધર્મીજનોને ભાવવિભોર કરવાની આપની અદમ્ય શક્તિને વારંવાર વંદના કરીએ છીએ... સૂચિત ગ્રંથ શ્રેણીને સતત પ્રેરણા આપીને અમને આશા ઉત્સાહથી ભરી દીધા છે.
- સંપાદક