SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો 9૧૫ પહેલાં ‘વંદિ' શબ્દ ૧૦-૧૨ વાર રટીને પાકો કરી લો. પછી “સબૂસિદ્ધ' શબ્દ....... હવે શંટિંગ કરો : વંદિત્ત સવસિદ્ધ–૧૦/૧૨ વાર રટીને પાકો કરી લો. બસ, આ રીતે એક પછી એક શબ્દ લેતા ચાલો. પૂર્વ પૂર્વના શબ્દ અને શબ્દસમૂહ સાથે ભેગા કરતા ચાલો, થોડી જ વારમાં ગાથા તૈયાર. વળી, આગળ-આગળની ગાથાનું અનુસંધાન ચોક્કસ યાદ રહે એ માટે પૂર્વની ગાથા રટાવતી વખતે જ પછીની ગાથાનો પ્રથમ શબ્દ પહેલી ગાથાના છેલ્લા શબ્દની સાથે સાથે ગોખાવી દે. આવી સરળ અને સરસ પદ્ધતિ બતાવીને તેઓશ્રીએ ગોખવાનો કંટાળો ધરાવનારને ગોખવાના રસિયા બનાવી દીધા હતા અને દિવસની ૨/૩ ગાથા કરનારને કલાકની ૨૦૨૫ ગાથા ગોખતા કરી દીધા હતા. કે કોઈ પણ ગ્રંથ ભણ્યા પછી તેની સંક્ષિપ્ત નોંધ કરવાનું મુનિઓને ખાસ સૂચવતા. નોંધ કેવી રીતે કરવી તેની પદ્ધતિ પણ બતાવતા. ભણેલાની સંક્ષિપ્ત સુંદર નોંધ કેવી રીતે કરવી તે શીખવું હોય તેણે પ્રકરણ દોહન અને તત્ત્વાર્થ ઉષા નામની પૂજ્યશ્રીની બે મુદ્રિત નોંધપોથી ખાસ જોઈ લેવી. * ગ્રન્થમાં આવતા વિષયોની સ્મૃતિ રહે તે માટે ગ્રન્થની અનુક્રમણિકા ગોખી લેવાનું પૂજયશ્રી ખાસ કહેતા. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર જેવા ચરિત્રગ્રન્થો વાંચતી વખતે સાધુઓને પાંચ નાની નોટો બનાવવાનું કહેતા. એકમાં કથાવિષય, બીજીમાં ઉપદેશ, ત્રીજીમાં ભાવનાઓ, ચોથી નોટમાં ક્વોટેશન જેવા શ્લોકો અને પાંચમીમાં તાત્ત્વિક પદાર્થોની નોંધ કરવાનું સૂચવતા. * સંસ્કૃત-પ્રાકૃત જલ્દી ભણી શકાય તે માટે ઘણી યુક્તિઓ બતાવતા. ૧૫-૨૦ દિવસમાં પ્રાકૃત પાઠમાળા ભણાવી દેતા. સંસ્કૃત નામ-સર્વનામના રૂપો હટાવવાની તેઓશ્રીની પદ્ધતિ સાવ નિરાળી. ત્રીજી વિભક્તિથી સંબોધન સુધીના ઊભા માત્ર એકવચનના રૂપો સાથે, પછી તે જ રીતે ઊભા માત્ર દ્વિવચન અને બહુવચનના રૂપો રટાવે. તેથી રૂપો કંઠસ્થ કરવામાં ખૂબ ઓછો શ્રમ પડે. * દીર્ધ ઈકારાન્ત-ઊકારાન્તના રૂપોમાં સંબોધનમાં ઇ-ઉ હવ આવે તો જિંદગી સુધી ન ભૂલાય તે માટે “હે નદિ! હ' આવું જ ગોખવાનું કહેતા. સંસ્કૃત ધાતુના ગણ સહેલાઈથી યાદ રહી જાય તે માટે ધાતુનો પાઠ આ રીતે જ કરાવતા : દા.ત. નશુ–નશ્યતિ, ની-નયતિ, ઇઇચ્છતિ, કથુ–કથતિ, યા-યાતિ, પાપિબતિ. નવા શબ્દો અને અર્થો ગોખતી વખતે શબ્દનું લિંગ ભૂલાય નહીં માટે એકવચનમાં જેવું રૂપ થતું હોય તેવું જ ગોખાવે. દા.ત. રવિઃ એટલે સૂર્ય, વિધિઃ એટલે વિધિ, વનમ્ એટલે જંગલ, વારિ એટલે પાણી વગેરે વગેરે. * સંસ્કૃત વિભક્તિઓના પ્રત્યયોના અર્થ યાદ કરાવવા માટે રમૂજમાં જ નાનકડી એક લીટી પાકી કરાવી દેતા. જેમકે ને-થી-માટે-માંથી–ની–માં. * જોડાક્ષરો બોલવામાં ઘણાંની ભૂલો થતી હોય છે. તે ભૂલોનાં નિવારણ માટે તેઓશ્રી ટેક્નિક બતાવતા : ‘વિદ્યા' બોલવું હોય ત્યારે વિદ્ + યા આ રીતે અડધો અક્ષર ૬ પહેલા જુદો બોલીને પછી યા એમ બોલો તો શુદ્ધ બોલાય. સમ્યક બોલવું હોય તો સમ્ + ય આ રીતે પહેલા અડધો મ્ બોલીને પછી ય બોલવાનું રાખો. * દીક્ષા લીધા બાદ સાધુએ શાસ્ત્રોના સારા જ્ઞાતા બનવા માટે અભ્યાસક્રમ કેવી રીતે ગોઠવવો તેનું પણ તેના જાન્ય, મધ્યમ કે ઉત્તમ કોટીના ક્ષયોપશમને ખ્યાલમાં રાખીને માર્ગદર્શન આપતા. અભ્યાસનો આખો ક્રમ જ લખાવી દેતા. મધ્યમ કે ઓછા ક્ષયોપશમવાળા સાધુઓ દશવૈકાલિક સૂત્ર કે ઉપદેશમાળા જેવા મોટા ગ્રન્થોની બધી ગાથાઓ ગોખી ન શકે તેને ચૂંટેલી ગાથાઓ ગોખવા પ્રેરતા. ચોટદાર ગાથાઓ પોતે જ ચૂંટી આપતા. પૂજ્યશ્રીએ તૈયાર કરેલી ઉપદેશમાલાની અર્થ સહિતની એક પુસ્તિકા મુદ્રિત થયેલી છે તેમાં પૂજયશ્રીએ ચૂંટેલી ચોટદાર ગાથાઓ આગળ ફૂદડીની નિશાની કરેલી છે. ન્યાયના લિષ્ટ તત્ત્વો મેધાવી સાધુને ઘણી વાર સફળ પદ્ધતિથી વિહારમાં ચાલતાં ચાલતાં જ વગર પુસ્તકે ભણાવી દેતા. આવી તો ઘણી બધી તરકીબો, યુક્તિઓ અને પદ્ધતિઓ પૂજ્યશ્રી બતાવતા તેને કારણે તેઓશ્રીના શિષ્ય પરિવારમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy