SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શાસ્ત્રાધ્યનનો રસ ખૂબ જળવાયો છે અને પંક્તિબદ્ધ વિદ્વાન સાધુઓ તૈયાર થયા છે. તે સાધુઓ પણ ભણાવતી વખતે આવી સરળ પદ્ધતિઓ અપનાવે છે આવી સરળ પદ્ધતિઓને કારણે પૂજ્યશ્રી ટૂંકા સમયમાં ઘણું અને સચોટ ભણાવી દેતા. ૨૧ દિવસની શિબિર પૂરી થાય ત્યારે ઘણાં શિબિરાર્થીઓના મુખમાંથી ઉદ્ગાર નીકળતા—“અમે કોલેજના એક વર્ષમાં જેટલો કોર્સ ભણીએ છીએ તેના કરતાં આ ૨૧ દિવસમાં અમે વધુ ભણ્યા છીએ” ધર્મના ક્ષેત્રમાં સાવ નવા કહેવાય એવા કોલેજિયન વિદ્યાર્થીઓને ધ્યાનશતક, ષોડશકપ્રકરણ, યોગદૃષ્ટિ, નવતત્ત્વ કે કર્મગ્રન્થના પદાર્થો શીખવવામાં પણ પૂજ્યશ્રીને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ તે તેઓશ્રીની અસાધારણ કોટિની અધ્યાપન કુશલતાને જ આભારી છે. જાણી લો આ મોટા પ્રોફેસરે બાલમંદિરનો પાઠ આપ્યો “સાહેબ ! સંસ્કૃતની પહેલી બૂક તો આપની કૃપાથી મારે થઈ ગઈ પણ આ બીજી બૂકનો પહેલો પાઠ આટલો બધો અઘરો છે, હું બીજી બૂક નહીં ભણી શકું. આપ આગ્રહ ન રાખશો.” એક મુનિએ પૂજ્યશ્રીને દિલ ખોલીને વાત કરી. “અરે બીજી બૂક તો કેટલી સહેલી છે ! ગભરાઈશ નહીં, લે હું તને ભણાવું, ન શું આવડે?' અનેક વ્યસ્તતાઓ વચ્ચે પણ રોજ કલાક ફાળવીને પૂજ્યશ્રી તે મુનિને સંસ્કૃત બૂક ભણાવવા લાગ્યા. એમ.એ. કોલેજના પ્રોફેસર બાલમંદિરનો પાઠ આપે તેવો પૂજ્યશ્રી માટે આ વિષય હતો. છતાં જરાય નાનમ વગર મુનિને ઉત્સાહથી ભણાવ્યા અને સંસ્કૃતના પારંગત બનાવ્યા. (ઇતિ અધ્યાપન કૌશલ્ય) હવે અહિંસા વિષયક વાતો ભક્ષ્ય-અભક્ષ્ય; પેય-અપેય; કર્તવ્ય-અકર્તવ્ય; પૈસાની કમાણી-નુકશાન; ઉન્નતિ-અવનતિ; આબાદી-બરબાદી; અમૃત-ઝેરની ઓળખાણ રહિતતાનું નામ છે મૂઢતા પશુઓની બેરહમ કતલ વગેરેમાં આવી મૂઢતા રહેલી છે. પૂ.પાદ આચાર્યદેવશ્રીએ લોકોની-સરકારની-સુધરાઈ વગેરે જાહેર સંસ્થાની આવી મૂઢતા નિવારવા કરેલી કાર્યવાહીના બહુ થોડા નમૂના અત્રે રજૂ કરે છે પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી ગુણસુંદરવિજયજી ગણી. આપણે તે જોઈએ. Jain Education Intemational પગલે પગલે અહિંસાનો પ્રભાવ અહિંસાના ફિરસ્તા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે : કૃપામહાનદીતીરે રાર્વ ધર્મસ્તૃણાંકુરાઃ દયા રૂપી મહાનદીના તીર ઉપર ધર્મનો છોડ પાંગરે છે. દયા એ ધર્મનું મૂળ છે. અહિંસા એ ધર્મની જનની છે. પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અહિંસાનો અવતાર હતા. કરુણાની જીવંત પ્રતિમા હતા. પૂજ્યપાદશ્રીના પગલે પગલે અહિંસાનો પ્રભાવ પથરાતો. પ્રભુગીત સાંભળવાના રસવાળા તેમના કાનમાં હિંસાના સમાચાર સંભળાતા શૂળની વેદનાનો અનુભવ થતો. ચારે બાજુ વ્યાપક બનતી જતી હિંસાથી તેઓ ખૂબ ત્રસ્ત હતા. કોઈપણ રાજકીય નેતા વગેરે તેમને મળવા આવે ત્યારે તેઓશ્રી હિંસાની ભયાનક અસરો તર્કબદ્ધ સમજાવીને હિંસા અટકાવવાના પ્રયત્નો કરવા પ્રેરણા કરતા. જિન શાસનનાં * મુંબઈમાં દેવનાર કતલખાનું ખુલ્યું ત્યારે પણ તેઓશ્રીએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. દિવ્ય-દર્શન'માં તે અંગે લેખો લખીને લોકોને ખૂબ જાગૃત કર્યા હતા. * ઈ.સ.૧૯૬૦માં મુંબઈ સરકારે સૌરાષ્ટ્ર પ્રદેશના ગીરના જંગલમાં સાક્ષાત્ સિંહનું દર્શન પ્રવાસીઓ કરી શકે તે માટે એક યોજના બનાવી હતી. નિયત સ્થાન પાસે એક ભેંસને રોજ બાંધવામાં આવે તેથી શિકાર માટે સિંહ રોજ ત્યાં આવે અને પ્રવાસીઓ સિંહને જોઈ શકે. આ હિંસક યોજનાનું તા. ૨૭-૨-૬૦ના દિવસે ઉદ્ઘાટન પણ થઈ ગયું. પૂજ્યપાદશ્રીને આ વાતની જાણ થતાં તેઓશ્રીએ મોટો વિરોધ જગાવ્યો. આ મહાસંયમી પુરૂષે જગાવેલી જેહાદનો એવો ચમત્કાર થયો કે યોજના એક મહિનો પણ ન ચાલી. સરકારને નમતું જોખવું પડ્યું અને તા. ૧૭૩-૬૦ના દિવસે તો તેને રદ કરવામાં આવી. ★ હિંસાના વધતા જતા પ્રચારની સામે લોકોને જાગૃત કરવા પૂજ્યપાદશ્રી ‘દિવ્ય-દર્શન'માં અવારનવાર લેખો લખતા. તા. ૨૧-૯-૫૭ના દિવસે પ્રગટ થયેલા ‘દિવ્ય-દર્શન'માં આવો એક લેખ છપાયેલો છે તેનું હેડિંગ છે-‘અહિંસા વિરુદ્ધ હિંસાનો ભયંકર પ્રચાર.' તેજ રીતે દેડકાંની નિકાસ, સસલાની ખેતી ઇત્યાદિ હિંસક યોજનાઓ સામે પૂજ્યશ્રીના વેધક લેખો દિવ્યદર્શનમાં પ્રગટ થયેલા છે. * પૂજ્યપાદશ્રી કોલ્હાપુરથી બેંગ્લોર તરફ પધાર્યા ત્યારે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy