________________
૧૨૦૪
જિન શાસનનાં ઇન્ડિયન જ્યુરી ઓફ સાયકિએટ્રિક તથા કમિટી ઓફ એક્સપર્ટ્સ-ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેન્ટલ હેલ્થ રિસર્ચના એક્સમેમ્બર તરીકે, માનવંતુ સ્થાન ભોગવી રહ્યા અને અનેકોના માર્ગદર્શક બની રહ્યા. એક સમયે તેઓ બોમ્બેના શેઠ જી. એસ. મેડિકલ કોલેજ અને કે. ઈ. એમ. હોસ્પિટલમાં પ્રાધ્યાપક તરીકે સૌના સમ્માનિત બન્યા. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજિકલ મેડિસિન અને બોમ્બે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે એમનું કામ ચિરંજીવ બની રહેશે. W.H.. કોલેબરેટિંગ સાયકોફારમાકોલોજી સેન્ટર-ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે, હરકિશનદાસ હોસ્પિટલ, તાતા મેમોરિયલ હોસ્પિટલ, ડૉ. આંબેડકર હોસ્પિટલ વગેરેમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે, બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન મેડિસિન–બોમ્બે યુનિ.ના તથા પેનલ ઓફ સીનિયર કન્સલ્ટન્ટ્સ-એર ઇન્ડિયામાં સભ્ય તરીકેની કામગીરીએ એક નવી જ ભાત પાડી
હતી.
ખુમારી અને ખેલદિલીનાં ખમીરને સાચા અર્થમાં દીપાવનાર મહેતા કુટુંબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે. શ્રી ડો. વ્રજલાલ નરસીદાસ બગડિયા
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું બોટાદ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પાંચમીએ સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ થયો. જે જમાનામાં શિક્ષણનાં ટાંચાં સાધનો હતાં, ત્યારે એ વખતે પણ નાની ઉંમરથી જ ભણવાની અને કંઈક કરી
છૂટવાની તીવ્ર તમન્ના અને અદમ્ય ઉત્સાહ સાથે કદમ માંડ્યાં અને ભારે પુરુષાર્થ વડે ઝળહળતી કારકિર્દી પ્રાપ્ત કરી. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રે અને વિવિધ સંસ્થાઓમાં તેમની નોંધપાત્ર સેવાઓનો ઉલ્લેખ કરવો જ જોઈએ.
શરૂઆતમાં તેઓ થેરાપી સ્કૂલમાં, સોશિયલ વર્કનિર્મલા નિકેતન વગેરેમાં ઓનરરી પ્રોફેસર તરીકે, ગુજરાત રિસર્ચ સોસાયટી, ખાર-મુંબઈ, નાગપડા નેઇબરહુડ હાઉસનાગપડા, (મુંબઈ) વગેરેના ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિકમાં ઓનરરી સાયકિએટ્રીસ્ટ તરીકે, બોમ્બે, ગુજરાત, બેંગ્લોર, પૂના, બનારસ, લખનઉ, ચંદીગઢ વગેરેની યુનિ.માં અને એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિઝ (ન્યૂ દિલ્હી), કોલેજ ઓફ ફિઝિશ્યન્સ એન્ડ સર્જિન્સ (બોમ્બે) વગેરેમાં ડી. પી. એમ. તથા એમ. ડી.માં એક્ઝામિનર તરીકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન–બોમ્બેના ચેરમેન તરીકે, બોમ્બે યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લોઇડ સાયકોલોજીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમની સેવાઓએ ભાવી પેઢીને પ્રેરણાનાં નવાં જ દ્વાર ખોલી આપ્યાં છે. બોમ્બે સાયકિએટ્રિક સોસાયટી, ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી (વેસ્ટ ઝોન), ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી વગેરેના ભૂતપૂર્વ પ્રમુખ અને આજીવન ફેલો તરીકે, અમેરિકન સાયકિએટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકે, ધ રોયલ કોલેજ ઓફ સાયકિએટ્રિક્સ (લંડન)ના ફાઉન્ડર ફેલો તરીકે, વર્લ્ડ સાયકિએટ્રિક એસોસિએશનના સભ્ય તરીકે, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઇન્ડિયાના આજીવન સભ્ય તરીકે, ઇન્ડિયન ન્યુરોલોજિકલ એસોસિએશન એન્ડ આઈ. એમ. એ. બોમ્બના સભ્ય તરીકે, એડિટરિયલ બોર્ડ
પાંચમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ સાયકિએટ્રિક મેક્સિકોમાં (૧૯૭૧) ચેરમેન તરીકે, છઠ્ઠા કોંગ્રેસ-હોનોલુલુની સ્ટેશન
ઓન સાયકોસોમેટિક્સ (૧૯૭૭)ના કો-ચેરમેન તરીકે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્યુસાઇડોલોજી-મેક્સિકો (૧૯૭૧), ઇન્ટરનેશનલ સેમિનાર ઓન સ્યુસાઇડ્ઝ (૧૯૭૧), વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ-સિડની (૧૯૭૩)ની ૨૫ મી રજતજયંતી, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ (વેન્કોવર) વગેરેનાં રાષ્ટ્રીય ડેલિગેશનમાં લીડર તરીકે ખૂબ જ સારો દેખાવ કરીને પોતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં.
સાયકોસોમેટિક મેડિસિન પરની સિમ્પોઝિયમહોંગકોંગ (W.P.A.) ૧૯૭પમાં સાયકોસોમેટિક્સ ટિબેટ્સ પર પેપર રજૂ કરેલ છે, જે ખૂબ જ પ્રશંસાપાત્ર બનેલ. સેશનમાં કો-ચેરમેન તરીકે તથા W.H.O.ની કોપનહેગન (૧૯૭૬) સ્ટોકોલ્મ (૧૯૭૮) વોશિંગ્ટન (૧૯૭૯)માં ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ડિપ્રેશન, ઇબાહન-નાઇઝિરિયા (૧૯૮૦) વગેરે મીટિંગમાં હાજરી આપી પ્રતિનિધિત્વ દીપાવેલું. મોસ્કો, બુડાપેસ્ટ, બર્લિન, લંડન, યુ.કે., સ્વીડન, કેનેડા, મેક્સિકો, યુ.એસ.એ, જાપાન (૧૯૭૧), ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, મનીલા, જાકાર્તા, સિંગાપુર, કોલંબો (૧૯૭૩) યુરોપમાં પેરિસ, રોમ, એથેન્સ, કોપનહેગન ફ્રેન્કફર્ટ, મેનેવલ (૧૯૭૫), વેસ્ટએશિયા અને યુરોપમાં મ્યુરિક, મેટ્રિડ, લિસ્બન, ઇસ્તંબુલ, તહેરાન, લંડન, સ્ટોકહોમ (૧૯૭૮)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org