________________
ઝળહળતાં નક્ષત્રો
હતી. તેઓ સંસ્થાઓમાં કે વ્યક્તિગત સમસ્યાઓનો સચોટ નિવેડો લાવી, તેમના માર્ગદર્શક બની રહેતા. સમાજમાં કોઈપણ વ્યક્તિના સાહસ, ઉત્કર્ષને પત્ર-ફોનથી નવાજી અતિ પ્રોત્સાહિત કરતા. તેમના સંતાનોનો સુસંસ્કારી સત્યસહ શિક્ષણપ્રેમ અને શિસ્તમય ઉછેર સમાજમાં એક મિશાલસમ છે. એમના શબ્દો
જીવંત બની એમના સંતાનો માટે મંત્ર બની વિવેકમાંથી આનંદ ઉત્પન્ન કરતા અને ઘરમાં ધર્મોત્સવ બની રહેતો. એમની સ્મૃતિઓ એમના પરિચયમાં આવેલ સૌને નદીના વહેતા પાણીમાં પાંચીકાની જેમ વહેતી રહેશે.
શ્રી ડુંગરશીભાઈ તેમના જીવનકાળ દરમ્યાન અનેક સંસ્થાઓમાં અધિકારપદે રહ્યા હતા. તેમનો ચીવટતાપૂર્વકનું વહીવટ, આયોજન, તટસ્થ વ્યવહાર, હૃદયમાં સમાજના ઉત્કર્ષની સદૈવ ભાવના સાથે તેઓ લોકપ્રિય અજાતશત્રુ હતા. તેઓ પ્રગતિના પથદર્શક, પરિવર્તનને સહજતાથી સ્વીકારનાર, ક્રાંતિકારી સુધારાવાદી હતા. એમના લગ્નસમયે ચાલતી ઘૂંઘટપ્રથાને તિલાંજલી આપી, ખૂબ જ વિરોધ હોવા છતાં એ સમયે ગામ નાના ભાડિયાના ઉચ્ચતમ કોટિના સુશ્રાવક શ્રી આણંદ અરજણ છેડાની ગુણિયલ, સુશીલ દીકરી મધુરીબેનને ખુલ્લા મોઢે પરણ્યા હતા.
ક.વિ.ઓ.દે. જૈન હાઈસ્કૂલમાં લગભગ ૩૦ થી વધારે વર્ષો સુધી ટ્રસ્ટીપદે રહી અન્ય અધિકારીઓના સહકારથી શાળાનું મોટું મકાન બનાવી શાળાને શિક્ષણ ને ઇત્તર પ્રવૃત્તિઓ સાથે સફળતાની ઊંચી ઊડાનો ભરાવી.
બિદડા મુંબઈ મહાજનના તેઓ દીર્ઘકાળ સુધી સુકાની– પદે રહ્યા. ગામમાં ભણતા બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી તેમના શ્રેયને હૃદયમાં સંચિત રાખી કાર્ય કરતા. કોઈપણ દીનદુખિયાના તેઓ હંમેશા માર્ગદર્શક રહ્યા. સ્ત્રી-ઉત્કર્ષની ઊંડી અભિલાષા સેવનાર ડુંગરશીભાઈએ જીવદયાની ભાવના સાથે પાંજરાપોળમાં પણ સેવાઓ આપી.
જેમની જીવન–કિતાબના સરવૈયાનું પ્રત્યેક પાનું કમળપુષ્પની જેમ નિર્લેપ હતું એવા અમૃતમાર્ગના યાત્રિક શ્રી ડુંગરશીભાઈએ ‘પગદંડી'ને વર્ષોથી વિવિધ લેખો, ચર્ચાપત્રો, સૂચનોથી હંમેશા નવાજ્યા હતા. ફળશ્રુતિરૂપે આ સામાયિકે તેમને પાર્શ્વચંદ્ર શિલ્ડ (૧૯૯૯)માં અર્પણ કર્યું. મુંબઈ સમાચાર, જનશક્તિ, ગુજરાત સમાચાર, જન્મભૂમિ પ્રવાસી જેવા મુખપત્રો અને પગદંડી, કચ્છવિકાસ, કચ્છ રચના,
Jain Education International
૧૧૭૯
કુંજલજો કુણકાર, મંગલદીપ વગેરે વગેરે સામાયિકોને તેમની કલમની પ્રસાદી મળતી રહી હતી.
બોમ્બે ગ્રેન ડીલર્સ એસોસિએશન, બોમ્બે ગ્રેન ડીલર્સ વેલફેર સોસાયટી અને બોમ્બે ગ્રેન ડીલર્સ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં વર્ષો સુધી ટ્રસ્ટી અને અધિકારપદે રહીને તેમજ અનેક
સંસ્થાઓમાં રહીને તેમની પ્રાસાદિક વાણી ને વિચારોના મધુપાત્રમાંથી સદૈવ અનુભવામૃત છલકતો રહેતો ને તેને ઝીલીને સૌ વિચારસમૃદ્ધ તો થતાં જ પણ તેમની રાહબરી હેઠળ દુકાનદારોના સમાજમાં ખૂબ સુંદર કાર્યો સુપેરે પાર પડતા.
દરેક સંસ્થાઓમાં તન-મન-ધનથી મૂક રીતે સેવાના બીજ વાવી તેને વિશાળ વડલો બનાવવાની મહત્ત્વકાંક્ષા ધરાવનાર એક સાચા ને ઉત્કૃષ્ટ સમાજસેવક, સમાજસુધારા, ધર્મ ને સાહિત્યના બીજા અનેક વિષયોને લેખનમાં કંડારી ક્રાંતિ જગાડનાર શ્રી ડુંગરશીભાઈ દરેક ગચ્છના જૈન સાધુ– સાધ્વીજીઓ સાથે ધર્મની ઊંડાણભરી શાસ્ત્રોક્ત ચર્ચા અને ધર્મતીર્થોની ઝીણવટભરી માહિતી વગેરે વિષેની વિચારણા હંમેશા કરતા.
તેમના સદ્ગુણોની સુવાસ માત્ર કુટુંબ, મિત્રો કે કચ્છી સમાજમાં ન રહેતાં ચારેકોર ફેલાયેલી રહેશે.
શ્રી ધનવંતરાય રમણીકલાલ શાહ
ગિરિવર સિદ્ધાચલજીની આઠમી ટૂંક ગણાતા તાલધ્વજગિરિ (તળાજા)માં તેમનો જન્મ થયો. શાળા કોલેજનું શિક્ષણ તળાજાભાવનગરમાં પૂરું કર્યું. બાલ્યકાળથી જ તેમને ભાષા સાહિત્ય પરત્વે ભારે ખેંચાણ રહ્યું. મુંબઈને કર્મભૂમિ બનાવી. પત્રકારત્વ એમના શોખને કારણે ઘણી સંસ્થાઓને સેવા આપી રહ્યાં છે. ઘોંઘારી જૈન દર્પણમાં તેમની કલમ પ્રસાદી નિયમિત રીતે વાંચવા મળે છે.
ઉત્કટ સાહિત્ય સાધના અને વિશાળ અનુભવના નિચોડરૂપે લેઈટેસ્ટ ટેકનોલોજીથી ડીઝીટલ સન્માનપત્રો, ડીઝાઈનીંગ, ડ્રાફ્ટીંગ અને આર્ટવર્કક્ષેત્રે હથરોટી કેળવીને વ્યવસાયીકરણ થકી ઘણા જ વિખ્યાત બન્યા છે. ધન્યવાદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org