________________
ઝળહળતાં નક્ષત્રો
શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ શાહ (જસપરાવાળા)
ભાવનગર બાજુના એક
નાનકડા ગામ જસપરાના મુંબઈમાં વસતા ઘોઘારી જ્ઞાતિના પ્રસિદ્ધ કુટુંબ શાહ ગિરધરલાલ જીવણલાલને ત્યાં અનુભાઈનો જન્મ તા. ૪-૮-૧૯૪૨ના રોજ થયો. ઉછેર મુંબઈમાં થયો. જ ચાલુ અભ્યાસે લગભગ ૧૪ વર્ષની
તથા અભ્યાસ
ઉંમરે તેમના પિતાશ્રીનું અવસાન થયું. પોતાની ઉંમર નાની હોવા છતાં ત્રણ ભાઈઓમાં મોટા હોવાથી પિતાશ્રીએ સ્થાપેલી ચાલુ દુકાન સ્થિર રાખી આગળ વધવાની જવાબદારી તેમના શિરે આવી. જે તેમણે ખૂબ આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારી-સંભાળી. આટલી નાની ઉંમર હોવા છતાં તેમના મખમલ (વેલ્વેટ)ના ધંધાને માત્ર સંભાળ્યો જ નહી પણ તેનો અકલ્પનીય વિકાસ કર્યો. એ જ રીતે પૂ. માતાપિતાના ધાર્મિક સંસ્કારને પૂ. માતુશ્રીની દોરવણીથી ખૂબ આગળ વધાર્યા. આજે વ્યાપારધંધાનો વિકાસ અને ધાર્મિક સંસ્કારોનો વિકાસ એમ બન્ને વિકાસની એમના જીવનમાં ઉચ્ચ પ્રકારની હરીફાઈ છે.
અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરીને ઘણા સંઘરી રાખે છે. કોઈ સ્વાનંદ-મોજશોખમાં વાપરે છે, કોઈ વિલાસમાં વેડફે છે, જ્યારે કોઈ વિરલા જ પરહિતાર્થે સામાજિક અને ધાર્મિક કાર્યમાં વાપરી શકે છે, એ પણ ગણતરીનો હિસ્સો જ્યારે વિરલામાં વિરલ અઢળકમાંથી અઢળક સુકૃત્યોમાં વાપરે છે. અનુભાઈ એવા વીરલામાંના વીરલની પંક્તિમાં આવે છે. વળી પૂર્વજોની પુન્યાઈના કારણે તેમનાં ધર્મપત્ની દીનાબહેન તથા અનુજ બંધુઓ શ્રી કીર્તિભાઈ તથા શ્રી કુમારભાઈનો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે, તે તેમના જીવનનું એક ઉજ્જ્વળ પાસું છે.
ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધર્મના ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે અને હજુ વર્તમાનમાં પણ કરતા જ રહે છે.
Jain Education International
૧૧૫૧
સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈના માનદ્ મંત્રી તરીકે અગાઉ ઘણાં વર્ષો સેવા આપેલી અને હાલ સમસ્ત મુંબઈ જ્ઞાતિના ટ્રસ્ટી પદે બિરાજે છે.
મુંબઈના જૈન સમાજમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પાયધુની–વિજય દેવસુર સંઘનું સ્થાન મહત્ત્વનું છે, કહો કે અનન્ય છે. આ દેરાસરની સ્થાપના-પ્રતિષ્ઠા આજથી ૧૯૪ વર્ષ પૂર્વે કરી હતી અને ત્યારથી તે દેરાસર-તે સંઘ સાથે તે દેરાસરના બંધારણ મુજબ સંઘના કુલ ૧૩ ટ્રસ્ટીઓમાં ઘોઘારી સમાજના ૪ ટ્રસ્ટીઓ હોય છે. દેરાસરની આજુબાજુના પાયધુની–ગુલાલવાડી જેવા વિસ્તારમાંથી ઘોઘારી વસ્તીનો અતિ મોટો ભાગ-લગભગ સંપૂર્ણ ભાગ પરાઓમાં વસી ગયો છે, છતાં દેવસુર સંઘમાં હજુ ઘોઘારીઓએ સ્થાન જાળવી રાખ્યું છે. એવા મુંબઈના સિરમોર સંઘ-વિજય દેવસુર સંઘમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. ગોડીજી દેરાસરની કાયમી ધજા, વરસગાંઠનું સ્વામીવાત્સલ્ય તથા પોશ-દશમીની આરાધના જેવા લગભગ બધા કાયમી આદેશો તેમના પરિવારના છે. મુંબઈની નજીકના–મુંબઈના જ ગણાય તેવા પ્રખ્યાત અગાસી તીર્થના પણ તેઓ ઘણા વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા. ધાર્મિક ઉપરાંત સામાજિક અને કેળવણી ક્ષેત્રે શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ-તળાજા, શ્રી વિતરાગ એજ્યુકેશન ફાઉન્ડેશન, શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ઇત્યાદિ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. વળી મુંબઈમાં જન્મ અને કાયમી વસવાટ હોવા છતાં વડવાઓના–પોતાના વતનના ગામ જસપરાને ભૂલ્યા નથી. જસપરાની હાઇસ્કૂલમાં દાન, ભાવનગર, દાદાસાહેબ ઉપાશ્રયમાં દાન દઈ દાનક્ષેત્રોમાં ખૂબ મોટી રકમનો સર્વ્યય તેમના પરિવારે કર્યો છે.
વળી પદમનગર-જૂનો મોહન સ્ટુડિયો-અંધેરી ખાતે સ્વદ્રવ્યથી શિખરબંધી દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ આ પરિવારે લીધેલ છે.
આવા આ આપણા શ્રેષ્ઠીવર્ય છતાં શરીર અને મનથી ચિર–યુવાન ઉત્સાહી, જ્ઞાતિહિતચિંતક, ધર્મપરાયણ, બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ જૈન સમાજનું ગૌરવ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org