SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૮ સહવ્યવસાયીઓ, ગ્રાહકો તથા સ્ટાફના સભ્યો સાથે તેમના સંબંધો એવા તો આત્મીય અને ઉષ્માભર્યા હતાં જે ઓઈલ વેચતા તેને HPCનું ઓઈલ નહિ પરંતુ જે.વી. શેઠિયાનું ઓઈલ કહેતાં. આમ તે ઓઈલ કંપનીના નામને બદલે શેઠિયાના ઓઈલ તરીકે ઓળખાતું તે જ તેમનું મહત્ત્વ વ્યક્ત કરે છે. એક આશ્ચર્યજનક બાબત હતી કે આવી મોટી કંપનીઓ ક્યારેય કોઈ વ્યક્તિને સર્વોપરી ગણી કોઈપણ જાતના ફેરફાર કરતી નથી. પરંતુ શેઠિયાસાહેબ. તેમાં અપવાદરૂપ હતાં. કંપનીએ જે.વી. શેઠિયાસાહેબને અનુલક્ષીને પોતાની કંપનીમાં કેટલાયે ફેરફારા કર્યા હતા તે માત્ર તેમને જ નહિ, તેમના કુટુંબ અને સમાજને માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે. નાનપણથી જ તેઓની ઉપર રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદ જેવી હસ્તીઓના વિચારો અને કાર્યપ્રવૃત્તિનો જબરો પ્રભાવ હતો. આથી તેઓ એવું માનતા કે આપણને જે કાંઈપણ સમાજમાંથી પ્રાપ્ત થયું છે તેમાંથી યથાશક્તિ સમાજને પાછું વાળવું જ જોઈએ. હૃદયમાં અંદર સુધી દૃઢિભૂત થયેલા આ સંસ્કારોએ નાનો પગાર હતો ત્યારે પણ તેમને દાનધર્મ અને સેવાધર્મથી વંચિત રહેવા દીધા નહોતા. થોડી આવકમાંથી પણ તેઓ યથાશક્તિ સામાજિક કાર્યોમાં અવશ્ય વાપરતા જ. નાનપણથી હૃદયસ્થ થયેલા આ સંસ્કાર ધીમે ધીમે બીમાંથી વટવૃક્ષ બનવા તરફ આગળ વધતાં ગયાં. સેવાનું નાનું બીજ વટવૃક્ષ બન્યું. આવક વધતાં દાનનું પ્રમાણ તો વાર્યું જ પરંતુ બીજા સમાજના બીજા સભ્યોને, શ્રીમંતોને પણ દાનધમાં તફ વળવાની પ્રેરણા કરતા. માનવધર્મને સૌથી મહાન માતા. ધર્મ ક્રિયાકાંડોમાં તેમને રસ નહોતો પરંતુ ધર્મના સિદ્ધાંતો દાન. શીલ, ભાવ વગેરેને રોમેરોમે ઊતાર્યા હતાં માયા જ માનવમાત્રને સુખી બનાવનાર આરોગ્યક્ષેત્ર અને શિક્ષણક્ષેત્રને તેમણે વધુ મહત્ત્વ આપ્યું હતું. તેમનું મહત્તમ દાન આ ક્ષેત્રમાં જ રહેતું, જેના ફલસ્વરૂપ સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, ગોંદિયા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ વગેરેમાં તેમનું યોગદાન ઘણું મહત્ત્વનું અને વિશાળ હતું. આ ઉપરાંત રામકૃષ્ણ આશ્રમરાજકોટમાં લાઈબ્રેરીનું અનુદાન, શીસ્ટર નિવેદિતા સંકુલમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. આ ઉપરાંત શંખેશ્વરમાં કાયમી છારાકેન્દ્ર પણ તેમણે શરૂ કરેલ. આવા તો અસંખ્ય જગ્યા બોએ તેમણે દન આપેલ છે. કદાચ બધા Jain Education Intemational જિન શાસનનાં દાનની તો તેમના કુટુંબીઓને પણ ખબર નહિ હોય સુપ્તદાન મહાદાન છે તેવું માનતા હોવાથી પોતે કરેલ ાનનો બહુ પ્રચાર કરતાં નહોતાં. આ ઉપરાંત ઘણા વિધાર્થીઓને પણ તેમણે દત્તક લઈને ભણાવ્યા છે. આમ આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે સમાજને ઊંચો લાવવામાં તેમનું ઘણું મહત્ત્વનું યોગદાન રહેલું છે. દાનના આ સુંદર કાર્યમાં વધુ એક છોગું ઉમેગયું. શ્રી વિનોબા ભાવેના શિષ્યાઓ કાંતાબેન અને હવિલાસબેન આદિવાસીઓના વિકાસ અને શિક્ષણ માટે ખૂબ સારું કાર્ય કરતાં હતાં. તેમનું આ સુંદર કાર્ય જોઈ શ્રી શેઠિયાસાહેબને પણ કાંઈ! કરવાનો વિચાર આવ્યો. આદિવાસીઓની પછાતતા દૂર કરી તેને સુખી, સ્વસ્થ અને વિકસીત કરવાના નિર્ણય સાથે એ સમયમાં તેમણે આ કાર્ય માટે ૧૪ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ફાળો એકઠો કર્યો. જેમાં પોતાનું ઘણું ખોટું યોગદાન હતું. ધરમપુર જિલ્લો અને તેની આસપાસના વિસ્તારોના આદિવાસીઓ માટે આ તેમનો ઉલ્લેખનીય ફો હતો. નાના શહેરોમાંથી આરોગ્યને લગતી સારવાર માટે પોતાના સ્વજનો સાથે મોટા શહેરમાં આવતા લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેમની આ મુશ્કેલીને દૂ૨ ક૨વા માટે તેમના મનમાં એક સુંદર વિચાર આવ્યો. આવા લોકો માટે એક પથિકાશ્રમ બનાવાયો હોય તો તેમની રહેવા-જબ વગેરેની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય. પરિણામસ્વરૂપ રાજકોટ શહેરની મધ્યમાં જ અરવિંદભાઈ મણિયાર હોલના તદ્દન બાજુમાં, જ્યુબિલી બાગ પાસે એક પણ બાનું, ૨૦૦ માણસો રહી શકે તેવું એક વિશાળ, અદ્યતન અને રાગવડભર્યું સુંદર સંકુલ નિર્માણ પામ્યું. શ્રીમતી લક્ષ્મીબેન જે. શેઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ સંકુલ ૧૯૯૫ની સાલમાં તૈયાર થયું હતું. તે સમયે એક વ્યક્તિને બે ટાઈમ (સવારસાંજ) ભોજન તથા રહેવાનો ચાર્જ ફક્ત ૬=૦૦ રૂપિયા લેવામાં આવતો હતો. આજે ૧૫ વર્ષ પછી પણ હજુ એ જ ચાર્જ લેવાય છે. દિવસે દિવસે મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી હોવા છતાં ગરીબ માણસ પર ભારણ ન વધે તે માટે તેટલો જ ચાર્જ યથાવત્ રખાયો છે. આ ઉપરાંત પથિકાશ્રમની સાથે એક મેડીકલ સ્ટોરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. જેમાં દવાઓની કિંમતમાં ૧૦% રાહત અપાય છે. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના વિચારો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy