SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પર્યંત સંપૂર્ણ નૈતિક મૂલ્યો સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ઓડિટર તરીકે પોતાની ફરજ બજાવી. જૈન એકેડેમીના તો Foundation Chairman ટ્રસ્ટી રહ્યા. છેલ્લા ૭ વર્ષ થયા પર્યુષણ પર્વ દરમ્યાન પ્રતિવર્ષ શ્રેષ્ઠ વ્યાખ્યાતાઓના વ્યાખ્યાનો સંયોજવાથી લઈને અનેક નામી અનામી સંસ્થાઓમાં તેઓએ પ્રમુખ-ઉપપ્રમુખ કે ટ્રસ્ટીપદે ઉત્તમ સેવાઓ તદ્દન નિસ્વાર્થ ભાવે આપી. રાજકોટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રાન્ચ, રાજકોટ ટેક્સ કન્સલ્ટન્ટ સોસાયટી, રોટરી ક્લબ, રાજકોટ ડીસ્ટ્રીક્ટ સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘના પ્રમુખ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તથા રાજકોટ ડીસ્ટ્રીક્ટ ચાઈલ્ડ એજ્યુકેશન સોસાયટી, જૈન બાલાશ્રમના તેઓ પ્રમુખ તથા મંત્રીપદ શોભાવ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ, ધી મેન્ટલ રીટાર્ડેડ સ્કૂલ, ઇન્સ્ટીટ્યૂટ ઓફ જૈનોલોજી, તપસ્વી માણેકચંદજી ટ્રસ્ટ, જૈન બાલાશ્રમ રાજકોટ, જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ, શ્રીમતી આર.ડી. એજ્યુકેશન એન્ડ રીસર્સ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિ., જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન ફાઉન્ડેશન, મ્યુચઅલ બેનીફીટ સ્કીમ વગેરે અનેક સંસ્થાઓના ટ્રસ્ટીપદ શોભાવ્યા. “યોગક્ષેમ કાર્યેષુ” : “કર્મ એ જ જીવન” ને જીવનનો મુખ્ય ધ્યેય–હેતુ ગણી જીવનના અંત સમય સુધી તેઓએ પોતાના કાર્ય પ્રત્યે પ્રેમભાવ રાખ્યો. કોઈપણ કાર્ય નાનું હોય કે મોટું હોય પરંતુ તે કાર્ય શ્રેષ્ઠતમ રીતે સંપૂર્ણતાને પામે તેવા ઉદ્દેશ સાથે તેઓ કાર્ય હાથમાં લેતા. ફક્ત એટલું જ નહીં પરંતુ પોતાના સંપૂર્ણ ઇન્વોલ્વમેન્ટથી તેઓ કાર્ય પુરુ કરતા અને કરાવતા. તેમના જીવન દરમ્યાન ઘણા નાના-મોટા સામાજીક કાર્યકરો, વ્યવસાયિક ભાઈઓ, સહ કાર્યકરોએ તેમની પાસેથી નાની-મોટી વાતમાં માર્ગદર્શન મેળવી સફળતાને પામ્યા છે. ગમે તેવી ગંભીર તેમજ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના દૃઢ મક્કમ મનોબળ, ધીરજ તથા વિચક્ષણ બુદ્ધિપ્રતિભાથી સ્પષ્ટ તથા ચોક્કસ નિર્ણયો લીધા છે એટલું જ નહીં પરંતુ પરિણામો દ્વારા આ નિર્ણયોની સાર્થકતા અને સચ્ચાઈ સાબિત કરી બતાવ્યા છે. શ્રી પ્રવિણભાઈ પુંજાણી જેવા કર્મઠ, નિસ્વાર્થ, Jain Education International સેવાભાવી મહામાનવની વિદાયથી જૈન સમાજને લાંબા સમય સુધી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેઓની પાછળ તેમના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન, પુત્ર સંજીવ, પુત્રવધુ તૃપ્તિબેન, પૌત્ર નીલ તથા પુત્રી–જમાઈઓ શ્રીમતી નિતાબેન રાજેશભાઈ ધ્રુવ, ડૉ. રૂપાબેન હિંમાશુ દેસાઈ અને ડૉ. બિંદુબેન સુનીલ મહેતા તેમના જ સંસ્કારો અને આદર્શને આગળ ધપાવશે તેવી અભ્યર્થના. એક મુઠ્ઠી ઊંચેરું વ્યક્તિત્વ શ્રી જાદવજી વેલજી શેઠિયા ૧૧૨૭ કચ્છની ધીંગી ધરાના પનોતા પુત્ર, માનવ ધર્મના પ્રચારક, સફળ ઉદ્યોગપતિ શ્રી જાદવજીભાઈ વેલજીભાઈ શેઠિયાનો જન્મ લાખાપુર ગામમાં થયો હતો. મુંદરા તાલુકાના આ નાનકડા ગામમાં તા. ૧-૩-૧૯૨૩ના જન્મ પામેલા શ્રી જાદવજીભાઈ સાવ નાની ઉંમરે જ માતાનું છત્ર ગુમાવી બેઠા. મા વિનાના બાળકનું જીવન એટલે સંઘર્ષનું બીજું નામ, પરંતુ આમ છતાં તેઓએ હિંમત હારી નહિ અને મહેનત કરીને આગળ આવ્યા. તેમણે બી.એસ.સી. સુધીનો અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો. For Private & Personal Use Only કોલેજ શિક્ષણ પૂરું થતાં જ વ્યવસાયિક જીવનની શરૂઆત થઈ. તેજસ્વી, કર્મનિષ્ઠ અને કાર્યકુશળ એવા જાદવજીભાઈને “સ્ટાન્ડર્ડ વેક્યુમ” નામની અમેરિકન કંપનીમાં . સર્વિસ મળી ગઈ. પાછળથી આ કંપની ESSO કંપની કે જે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનો એક ભાગ હતો તેમાં પરિવર્તિત થઈ ગઈ. નાનપણથી જ જેમણે ખંત, ધૈર્ય અને નિષ્ઠાને જીવનમંત્ર બનાવ્યા હતાં એવા જાદવજીભાઈએ કંપનીમાં એવી ધગશ અને ઉત્સાહથી, પ્રમાણિકપણે કાર્ય કર્યું કે ૨૫-૨૫ વર્ષ સુધી તેઓ એક જ જગ્યાએ સ્થિર રહ્યા. તેમની કાર્યદક્ષતા અને મહેનત જોઈને તેમ જ ગ્રાહકો સાથેનું તેમનું પ્રેમાળ અને સલુકાઈભર્યું વર્તન જોઈને કંપનીએ તેમને બદલી ન આપવાનું નક્કી કર્યું. તેમની કંપની HPCનું ઓઈલ વહેંચતી હતી. પરંતુ www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy