________________
ઝળહળતાં નક્ષત્રો
છે એવા સાત્ત્વિક વિચારો અને પારમાર્થિક ભાવનાથી રંગાયેલા શ્રી નટવરલાલ શેઠનો જન્મ તા ૫-૨-૩૮ના રોજ વિસાવદર નિવાસી ધર્મપ્રેમી શ્રી હરજીવનભાઈ કલ્યાણજીભાઈ શેઠને ત્યાં
થયેલો. માતા લાભુબેન અને હરજીવનભાઈને સંતાનમાં પ પુત્રો અને એક પુત્રી. જેમાં નટુભાઈ બીજા નંબરના પનોતા પુત્ર છે.
વિસાવદરમાં હરજીવનબાપા પાંચમાં પૂછાય તેવા જૈન શ્રેષ્ઠી હતાં. ધર્મમાર્ગે પગરણ પાડવામાં પ્રેરક બન્યા ગુરુદેવ માણેકચંદજી મ.સા.. હરજીવનભાઈને જીવનમાં સંતોસતીજીઓ, મહંતો પ્રત્યે અનન્ય ભક્તિભાવ. અરે! સંતસતીજીનું કોઈપણ કાર્ય હોય, વેપાર એકબાજુ મૂકીને કાર્ય કરવા ઊપડી જાય. શાસનમાં કોઈપણ જાતનો વાદ-વિવાદ ચાલતો હોય, સંત–સતીજીઓને હેરાનગતિ હોય તો રાત-દિવસ જોયા વિના એવી રીતે કાર્ય કરે કે સંતો-સતીજીઓ તેમના સંયમમાર્ગે આનંદથી વિચરતા રહે. માત્ર જૈન સાધુ-સાધ્વી પ્રત્યે જ નિષ્ઠા, શ્રદ્ધા અને ભક્તિભાવ એવું નહીં. ગીરમાં આવેલ હિંદુઓના અન્ય યાત્રાધામો જેવા કે સત્તાધાર, કનકાઈ, પરબ વગેરેમાં પધારતા કે વસતા હિંદુ સંતો પ્રત્યે પણ એટલો જ પૂજ્યભાવ. માતા પણ ખૂબ ધર્મનિષ્ઠ અને પતિપરાયણ. સંતાનોમાં નાનપણથી જ ધર્મભાવનાના એવા ફૂલો ખીલવ્યા કે બધા જ ભાઈઓ-બહેનો આજે માતા-પિતાને પગલે ચાલી ધર્મમાર્ગે આગળ વધી રહ્યા છે.
38
નટુભાઈનો જન્મ અને ઊછેર તથા અભ્યાસ વિસાવદરમાં જ થયો. S.S.C. સુધી ભણ્યા પછી વિસાવદરમાં જ ખાતર, સિમેન્ટ વગેરેનો વ્યાપાર ચાલુ કર્યો. યોગ્ય સમય થતાં દામનગર નિવાસી અમૃતલાલ રતનશી બડિયા અને મણિબેનની કુક્ષીએ અવતરેલા સંસ્કારલક્ષ્મી અનસૂયાબેન સાથે લગ્નબંધને બંધાયા. અનસૂયાબેનનું જીવન પણ ખૂબ જ ધર્મથી રંગાયેલું. તેમના માતા-પિતા પણ ખૂબ જ ધર્મપ્રેમી
Jain Education International
૧૧૦૧
શ્રમણોપાસક હોઈ, આવશ્યક આદિ નિત્ય ક્રિયાઓ હોંશે હોંશે કરતાં હોઈ ધર્મના ગાઢ સંસ્કાર અનસૂયાબેનમાં પણ અવતિરત થયેલા.
સુખી લગ્નજીવનના પરિણામસ્વરૂપ ચાર પુત્રો જયેશ, ભાવેશ, અજય અને નીલેશ તથા અલ્કાબેન નામે એક પુત્રીના માતા-પિતા બન્યા. ધીમે ધીમે પુત્રો મોટા થતાં વિસાવદરની બહાર નીકળી રાજકોટ તથા મુંબઈ મુકામે સ્થાયી થયા. આજે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ મહારાષ્ટ્રમાં પણ શ્રી નટુભાઈનો ધીકતો ધંધો છે. તેઓ “અજય નટવરલાલ સિક્યુરીટી પ્રાઈવેટ લિમિટેડ' નામની પેઢીના માલિક છે. આખા સૌરાષ્ટ્ર-કચ્છમાં તથા મુંબઈ વગેરે જગ્યાએ તેમની ૧૪૫ શાખા છે. જૈન શ્રેષ્ઠીઓમાં એક જાણીતું, અગ્રણી હરોળનું નામ છે. ચારેય પુત્રોએ પિતાના માર્ગદર્શન નીચે ધંધાને ખૂબ સરસ રીતે વિકસાવ્યો છે.
વિસાવદરમાં નાનેથી મોટા થયા આથી વિસાવદર પ્રત્યે એક અનોખો પ્રેમ અને લાગણી છે. જો કે હજુ ૧૦ વર્ષ જ વિસાવદર છોડ્સે થયા. પણ વિસાવદરના દરેક સામાજિક કાર્યમાં તેઓ આગળ પડતા હોય. વિસાવદરની ગૌશાળા જે જૂની હતી તે જર્જરિત થઈ જતાં તેના માટે મુંબઈ જઈ ૫૫ થી ૬૦ લાખનું ભંડોળ ભેગું કરી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કોલેજ માટે પણ સારું એવું ફંડ એકઠું કર્યું છે. ધાર્મિક અનુષ્ઠાન માટે વિસાવદર, રાજકોટ કે મુંબઈ કોઈપણ જગ્યાએ ફંડની જરૂર હોય ત્યાં શેઠ પરિવારનું અનુદાન હોય જ. આયંબિલની ઓળી, તપસ્વીઓના પારણા, વરઘોડા, ગુરુભગવંતોના જન્મદિવસની ઊજવણી કે પર્યુષણ પર્વારાધના, દરેક ધાર્મિક પ્રસંગોમાં આ દંપતિ મળેલી લક્ષ્મીનો સદ્ભય નિયમિત રીતે કરે છે. માત્ર જૈન ધર્મના જ કે પ્રાણ પરિવારના જ સાધુ-સાધ્વી હોય ત્યાં પૈસા ખર્ચે એવું નહીં. કોઈપણ સંપ્રદાય હોય, સુંદર અનુષ્ઠાન થતું હોય તો આ પરિવારનું અનુદાન હોય જ.
સમાજસેવાના ક્ષેત્રે પણ તેઓનું કાર્ય પ્રશંસનીય છે. ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ફીની વ્યવસ્થા કરી આપે તો આરોગ્યક્ષેત્રે જરૂરિયાતમંદને પોતાનાથી બનતી મદદ કરે. દવા–હોસ્પિટલના બિલ વગેરેમાં પોતાનાથી શક્ય તેટલી સહાય કરે. ભગવાન મહાવીરે ધર્મના જે ચાર પ્રકાર બતાવ્યા છે દાન, શીલ, તપ અને ભાવ એ ચારેયને આ દંપતિએ પોતાના જીવનમાં ઊતાર્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org