________________
૧૦૯૮
થઈ.
રત્નકુક્ષી ધારિણી મહામાતા ગિરજાબેન જમનાદાસ દામાણી
સૌરાષ્ટ્રની શૌર્યવંતી ધરા પર સમૃદ્ધ નગરી ધવલપુરી ધ્રોલના વતની માતુશ્રી દિવાળીબેન તથા પિતાશ્રી ત્રિભોવનભાઈ હોશીને ત્યાં રૂપ–રૂપના અંબાર સમી તેજપુંજના ઊજળા કિરણોને લઈને પુત્રથી સવાયી પુત્રીનો જન્મ થયો. તેના પગલે ઘરમાં રિદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ
પવિત્રતાના તમામ ગુણો લઈને આવેલી આ દીકરીનું નામ મહાસતી પાર્વતીના નામ પરથી ગિરજા રાખવામાં આવ્યું. બચપણથી તીવ્ર બુદ્ધિ ધરાવનારી આ પુત્રી સમગ્ર પરિવારની લાડકી બની ગઈ. એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલપ્રદેશ, કમલનયન, નમણું નાક અને પગની પાનીએ અડતા કેશ. આવી સુંદર દૈદીપ્યમાન દેહરાશિ ધરાવનારી દીકરી મા-વિત્રો માટે તો આંખની કીકી સમાન બની ગઈ. ત્રણ ભાઈઓની એકની એક લાડકી બહેન ભાઈઓને પણ ઘણી પ્રિય લાગતી. ભાઈ–બહેનને એક-બીજા વગર ચાલે નહીં. રમવામાં જમવામાં—ભણવામાં ભાઈઓ–બહેનનો સથવારો ક્યારેય તૂટે નહીં. મા-વિત્રો પાસેથી તથા પૂ. ગુરુણી કવયિત્રી ચુસ્ત ચારિત્રધારી પૂ. ઝવેરબાઈ મહાસતીજી તથા પૂ. સંતોકબાઈ મહાસતીજી પાસેથી મળેલા ધર્મસંસ્કારોને ગિરજાબેને જીવનમાં અપનાવ્યા હતાં. બચપણથી ધર્મમાં ઊંડી અને અનન્ય શ્રદ્ધા હતી. સ્થાનકવાસી ધર્મમાં અનન્ય નિષ્ઠા ધરાવનારા ગિરજાબેન સામાયિકપ્રતિક્રમણ તો નાની ઉંમરમાં જ શીખી ગયા. વળી ધ્રોલમાં પધારતા સાધુ–સાધ્વીજીના પ્રવચનો સાંભળતા ઊંડી જ્ઞાનરુચિ પ્રગટ થઈ ગઈ. છકાયના બોલ, નવતત્ત્વ, કર્મપ્રકૃતિ આદિ થોકડાઓનો અભ્યાસ કર્યો. યોગ્ય ઉંમરના થતાં તેમનું જીવન મૂળ આમરણના વતની પરંતુ રાજકોટ મુકામે વસતા શ્રી જમનાદાસ સુંદરજી દામાણી, રાજકોટ સાથે જોડાયું.
પવિત્ર બંધન છતાં સંસ્કાર લેખાતા ગૃહસ્થજીવનની શરૂઆત થતાં જ ગિરજાબેને ધર્મમાં વધુ વિકાસ કર્યો. પ્રાયઃ કરીને જૈનસ્તુતિમાં આવતા તમામ સ્તોત્રો, છંદ વિગેરે બધું
Jain Education International
જિન શાસનનાં
કરતાં, સાથે સાથે સાસુ માણેકબેનના ખૂબ પ્રિયપાત્ર બની વિનય–વિવેકથી વર્તન કરતાં. “સહુના સુખમાં જ મારું સુખ” આ મંત્રને જીવનમાં અપનાવ્યો. સંસારી જીવનના ફળસ્વરૂપે જ્યારે પણ ગર્ભમાં બાળક આવે ત્યારે નવેય મહિના ખૂબ જ ધર્મધ્યાન કરે. નવો અભ્યાસ શીખે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮ અધ્યયન કંઠસ્થ−કડકડાટ ચાલે. પાંચ પાંચ પનોતા પુત્રોની માતા બનનાર આ મહામાતાએ અભિગ્રહ કર્યો કે હવે જો કુક્ષીમાં પુત્રી આવે તો જન્મ થયા બાદ તેને સંયમી બનવાના સંસ્કારો આપી સંયમી બનાવીશ. આ સંકલ્પ કર્યા બાદ તેમના ગર્ભમાં મહાપરાક્રમી, પ્રચુર પુણ્યશાળી પુત્રી આવ્યા. નવ-નવ મહિના સતત ધર્મ કરનાર માતાએ ૧૪મી જાન્યુઆરી, ૧૯૩૧ના રોજ પુત્રીને જન્મ આપ્યો. જન્મતાવેંત કાનમાં નવકારની સાથે જ મંત્ર સંભળાવ્યો, “બેટા! સંયમી થજે.” આ પુત્રીના જન્મ બાદ બીજી પણ બે પુત્રીરત્નોના જન્મ થયા.
તેઓના નામ અનુક્રમે કુમારી હીરાબેન, કુમારી નંદનબેન, કુમારી જ્યોતિબેન. હાલ ગોંડલ સંપ્રદાયના જશઝવેર પરિવારના શાસનચંદ્રિકા, દીર્ઘદીક્ષાપર્યાયધારી, તીર્થસ્વરૂપા, મહાપુણ્યપ્રભાવી બા.બ્ર. પૂ. હીરાબાઈ મહાસતીજી, કવિયિત્રી–સ્વાધ્યાયપ્રેમી બા.બ્ર. પૂ. નંદાબાઈ મહાસતીજી, તત્ત્વચિંતક બા.બ્ર. પૂ. જ્યોતિબાઈ મહાસતીજી તરીકે ભગવાનના સંયમમાર્ગે વિચરણ કરી રહ્યા છે. ગિરજાબેને ત્રણ-ત્રણ વહાલસોઈ પુત્રીઓને સંયમના મહામાર્ગે હસતાહસતા વળાવી પોતાની કુક્ષીને ઉજ્જ્વળ બનાવી. તેઓને પોતાને પણ સંયમ લેવાની તીવ્ર ઝંખના અંતરમાં હતી.
કોઈપણ વૈરાગીને જુએ એટલે બસ તેમને જાણે પોતાની પુત્રી હોય તેવો ભાવ થાય. સાધુ-સાધ્વીજીને ગૌચરી સુપાત્રદાનની ઉત્કૃષ્ટ ભાવના. વરસો સુધી પુત્રી સાધ્વીઓને સંયમમાં ખૂબ જ સહાયક બની પુત્રોને પણ ધર્મસંસ્કારનો અદ્ભુત વારસો આપ્યો. સમય જતાં અશાતાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું ત્યારે એક જ ભાવના કે, મારા પુત્રી સાધ્વીજીઓના દર્શન એ જ મારી દવા છે. સાધ્વીજીએ ઉગ્ર વિહાર કરી ઉપકારી માતાને અંતિમ ધર્મ સંભળાવી સર્વ પ્રત્યાખ્યાન કરાવી–સંથારો ગ્રહણ કરાવી, ચાર શરણાનો સ્વીકાર કરી, સ્વર્ગે સંચરી ગયા. તેમની અંતિમ ક્ષણોમાં ધર્મધ્યાન કરાવી તેમના મૃત્યુને મહોત્સવ બનાવ્યું. તેમનો પરિવાર આજે માતુશ્રીના નામથી સરદારનગર વ્યાખ્યાન હોલ સાથે અનેક ક્ષેત્રોમાં ખૂબ સુંદર લાભ લઈ રહ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org