________________
ઝળહળતાં નક્ષત્રો
જંક્શન પ્લોટમાં ઉપાશ્રય બને એ માટે પણ તેઓએ ખૂબ પ્રયત્ન કર્યો.
પોતાને સંતાનમાં ત્રણ પુત્રો અને એક પુત્રી, ચારેય રાજકોટમાં જ છે. તેઓને પણ ખૂબ જ ધર્મના સંસ્કારો આપ્યા. ક્યારેય કોઈના પર બળજબરીથી ધર્મ લાદતા નહીં પરંતુ આચારમાં ઊતારી, બીજા માટે આદર્શ બની ધર્મનો પ્રચારપ્રસાર કરવા તત્પર રહેતાં. નાની ઉંમરમાં જ બ્રહ્મચર્યના પચ્ચક્ખાણ, રાત્રિભોજન ત્યાગ, ચોવિહાર, સામાયિક, ઉભયકાળ પ્રતિક્રમણ વગેરે કરતાં. છકાય જીવોની દયા તો જાણે એમના રોમેરોમમાં વણાયેલી હતી. ગમે તેવી ગરમી હોય તો પણ પોતા માટે ક્યારેય પંખાની સ્વીચ કરી નથી. સ્નાનમાં પણ મર્યાદા રાખતા.
રેલ્વેની નોકરીમાંથી નિવૃત્ત થતાં આનંદનગર વિસ્તારમાં રહેવા આવ્યા. એ સમયે આ ક્ષેત્રમાં પણ ઉપાશ્રય નહોતો. જનકભાઈ જેવા ધર્મજનોના વસવાટથી અને પ્રયત્નોથી ત્યાં પણ ઉપાશ્રય બંધાવ્યો. બસ, તેઓના જીવનના બે જ લક્ષ્ય–એક માનવસેવા અને બીજી સાધુ-સંતોની વૈયાવચ્ચ. નિવૃત્ત થયા બાદ તો બસ આ બે કાર્યોમાં જ સમગ્ર ધ્યાન આપવા માંડ્યા. પોતાના ગરીબ અથવા નીચલા મધ્યમવર્ગના સ્વધર્મીઓની જાણકારી મેળવી તેમના ઘરે જઈને તેમની જરૂરિયાતની વસ્તુ જેવી કે અનાજ-કપડા-બાળકોની ફી વગેરે તેમને પહોંચાડતા.
જૈન તત્ત્વદર્શનમાં, વાંચનમાં પણ ઊંડી રુચિ ધરાવતા, આથી પોતાના ઘરમાં જ ધાર્મિક પુસ્તકોની એક લાઈબ્રેરી બનાવી હતી. લોકોમાં જૈન ધર્મનો પ્રચાર–પ્રસાર વધે, ભગવાન મહાવીરના સિદ્ધાંતો તથા ઉપદેશની જાણકારી મળે તે માટે જિજ્ઞાસુઓને પુસ્તકો વાંચવા આપતા એટલું જ નહીં જેઓ ત્યાં આવીને લઈ જઈ શકે તેમ ન હોય તેમને પુસ્તક ઘરે પહોંચાડતા. આમ પોતે તો જૈન ધર્મના અભ્યાસુ અને ચુસ્ત અનુયાયી હતાં જ બીજા પણ તેવા બને એ માટે પ્રયત્નશીલ રહેતાં.
Jain Education International
૧૦૯૭
કોઈ પાસે નહીં લેવું-દેવું, કદી ન કરવું મારું-તારું, આ દુનિયામાં જે કંઈ છે, તે મનગમતું ને મજિયારુ.
વર્ષો સુધી આનંદનગર ઉપાશ્રયના પ્રમુખ તરીકે રહ્યા. પોતે રહ્યા ત્યાં સુધી સંઘના એક એક પૈસાનો હિસાબ રાખી ખૂબ જ પારદર્શક વહીવટ કર્યો. નવકારમંત્ર પ્રત્યે તો અનન્ય શ્રદ્ધા અને દૃઢ ભક્તિભાવ. પોતે એક સામાન્ય નોકરિયાત હોવા છતાં પોતાના જ પૈસા કાઢી કાયમી નવકારમંત્રના જાપ શરૂ કર્યા, એ આજે આટલા વર્ષો પછી પણ નિયમિત રીતે ચાલી રહ્યા છે. પિતાની વિદાય પછી તેમના ગુણો જેમનામાં સીંચાઈને વટવૃક્ષ બન્યા છે તેવા માતા તથા પુત્રોએ તેમનું આ સુંદર કાર્ય ચાલુ જ રાખ્યું છે. છેલ્લા લગભગ ૨૦ વર્ષથી નવકારમંત્રના પુણ્યભીના જાપ ચાલુ છે. વળી તેમના જીવનનો એ મોટામાં મોટો સદ્ગુણ કે કોઈ પણ વ્યક્તિ તેમને કંઈપણ કહે તો તેનો જવાબ તેઓ કદી તોછડાઈથી ન આપતા. ઊલટાનું એમ વિચારે કે આપણે કામ કરીએ તો તેમાં ભૂલ પણ થાય અને તે માટે કોઈ કદાચ કાંઈ કહે તો શા માટે માઠું લગાડવું કે દ્વેષના ભાવ કરવા. આમ તેમનું જીવન ખરા અર્થમાં એક સાચા શ્રાવકનું જીવન હતું તેમ કહી શકાય.
Simple living and high thinking. એ જ એમની પ્રકૃતિ બની રહી. રોજની ૫ થી ૬ સામાયિક, જિનવાણી વાંચન, મનન અને શ્રવણ, વાર, તહેવા૨ે તપશ્ચર્યા, સંવત્સરીનો ચૌવિહારો ઉપવાસ-આવું બધું તો જાણે તેમના જીવનનો નિયમ બની ગયો હતો. આમ સતત ને સતત ધર્મને જ ઘૂંટ્યો એ તેમના જીવનની મહાનતા છે. તા. ૨૬-૧૦-૨૩ના રોજ મોરબી મુકામે જન્મ થયો. જ્યારે તેમનો દેહાંત ૬-૮-૦૮ના રોજ રાજકોટ મુકામે થયો. તેમના આ ધર્મનિષ્ઠ જીવનમાં સદ્ગુણો ખીલવવામાં પૂ. જેઠમલજી મ.સા. તથા સંઘાણી સંપ્રદાયના પૂ. જયાબાઈ તથા પૂ. વિજ્યાબાઈ મહાસતીજીની પ્રેરણા પાવન બની રહી હતી.
આવા આ સવાયા શ્રાવકનું મૃત્યુ પણ મહોત્સવ સમાન સંત-સતીજીઓ માટે તો તેમને અનન્ય ભક્તિ અને થયું. ઉભયકાળ પ્રતિક્રમણ કરનાર જનકભાઈ પત્ની સાથે
આદરભાવ. સવાર-બપોર-સાંજ ત્રણે સમય તેઓ ઉપાશ્રયમાં હાજર જ હોય. અજાણ્યા સંત-સતીજીને શ્રાવકના ઘર બતાવવા પણ તેઓ પોતે જ સાથે જતા. આ ઉપરાંત ક્યારેય પણ, કાંઈપણ કામ સાધુ-સાધ્વીજીને હોય તો તુરત જ કરી આપતા અથવા એ માટેની વ્યવસ્થા કરતાં. એમના જીવનની એ જ ભાવના હતી કે....
સવારના પ્રતિક્રમણ કરવા ઊઠ્યા હતા. તબિયત થોડી અસ્વસ્થ જણાતા પત્નીએ કહ્યું કે લાવો હું પ્રતિક્રમણ કરાવી દઉં, તો તેમને કહે ના હું કરી લઈશ. જાતે જ પ્રતિક્રમણ કરવા લાગ્યાં. પેલા ખામણા પૂરા કર્યાને હંસલો આ નાશવંત શરીરને છોડીને ઊડી ગયો.
આવા વિરલ, ધર્મનિષ્ઠ વ્યક્તિત્વને લાખ-લાખ વંદન....
For Private & Personal Use Only
www.jainelibrary.org