________________
૧૦૮૨
જ્યારે ડોક્ટરે આવું કહ્યું ત્યારથી તેમણે નવકારમંત્રના અખંડ જાપ શરૂ કર્યા. તા. ૧૩ના રોજ શરૂ થયેલા જાપ ડિલીવરી સુધી સતત ચાલુ રહેલા. વળી ડોક્ટરના કહેવા મુજબ બાળક બચે તેમ ન હોય સંથારો પણ કરાવી લીધો. બસ, બધાએ ધર્મના શરણે જવાનું મુનાસિબ માન્યું અને ત્યારે જ એક ચમત્કાર સર્જાયો.
જે બાળકીના જીવનની આશા ડોક્ટરોએ છોડી દીધી હતી તે બાળકી જીવી તો ગઈ, પરંતુ સતત રડ્યા કરતી. મગજનો જે ભાગ બહાર હતો તેનું બાળકી ૩ મહિનાની થતાં ઓપરેશન કરવામાં આવ્યું. બહાર મોટા અંબોડા જેટલો ભાગ નીકળી આવ્યો હતો તેને સર્જરી દ્વારા દૂર કરી સામાન્ય બનાવાયો. આ ત્રણ માસ દરમિયાન પણ બાળકીને સતત ધર્મશ્રવણ કરાવતા રહ્યા. જે સર્જરી કરવામાં આવી તે સફળ રહી અને બાળકી જે સતત રડ્યા કરતી તે બંધ થયું. પરંતુ ડોક્ટરના કહેવા મુજબ બાળકીનો માનસિક વિકાસ મંદ રહેશે અને ધીમી ગતિએ થશે. આજે બાળકી ૧૦ વર્ષની થઈ ગઈ. ચાલતા ઘણું જ મોડું એટલે કે છઠ્ઠા વર્ષે શીખી. માનસિક વિકાસ ઘણો જ મંદ જેથી પોતાની રીતે કાંઈ કરી શકે નહીં. પરંતુ ખરેખર આ બાળકીની માતાની હિંમતને દાદ દેવી પડે. તેમણે જરાયે હિંમત હાર્યા વગર, હતાશ થયા વગર નાનપણથી બાળકીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા માંડ્યું.
ચમત્કારની વાત હવે આવે છે. હજુ પણ આ બાળકીને વાંચતા-લખતા બહુ આવડતું નથી પરંતુ માતા પાસે, નાના પાસે, નાની પાસે બેસીને, તેમની પાસેથી સાંભળી સાંભળીને સામાયિક આખી શીખી ગઈ. ધર્મ પ્રત્યે તેનો પ્રેમ પણ ગજબનો. અઢી વર્ષની હતી ત્યારથી રમકડાને બદલે ધાર્મિક પુસ્તકો સાથે રાખીને જોયા કરે. જો તમે તેની પરીક્ષા કરો કે એને ક્યાં વાંચતા આવડે છે અને બીજું કોઈ પણ પુસ્તક આપી દો તો તે જોઈને તેને ખબર પડી જાય કે આ ધાર્મિક પુસ્તક નથી પરંતુ બીજું છે. આથી તે પુસ્તક પાછું આપી દે અને ધાર્મિક પુસ્તક જ લે. ટૂંકમાં ધાર્મિક પુસ્તક ન હોય તો તેને વાંચતા–લખતા નથી આવડતું છતાં તેને ખબર પડી જાય કે આ ધાર્મિક પુસ્તક નથી. વળી પ્રતિક્રમણ પણ શ્રમણસૂત્ર સુધી સાંભળી સાંભળીને શીખી ગઈ છે. ૫૦ થી ૬૦ સ્તવનો પણ સાવ મોઢે ગાઈ બતાવે. તમે જે કહો તે સ્તવન સંભળાવે.
આટલું જ નહિ ૩૨ આગમ, ૨૪ તીર્થંકર, ૨૦
Jain Education Intemational
જિન શાસનનાં
વિહરમાન, ૧૦ શ્રાવક, ૧૧ ગણધર, ૧૬ સતી, ભક્તામરની ૪૮ ગાથા, ૧૨૫ ગાથા વગેરે બધું જ કંઠસ્થ, આડું-અવળું પૂછો તો પણ એક ભૂલ ન પડે. પાંચમા તીર્થંકરનું નામ પૂછો તો તરત જ એ કહેશે. માત્ર એટલું જ નહિ ઉપાશ્રય પણ ખૂબ જ ગમે, સાધુ-સાધ્વીના દર્શન કરવા લઈ જાય તો ત્યાંથી ઉઠવાનું નામ ન લે. પરાણે તેને લેવી પડે. બસ, બીજું કાંઈ નથી આવડતું પણ ધર્મનું મોટા–મોટાને ન આવડે તેટલું માત્ર ૧૦ વર્ષની ઉંમરે, વાંચતા નથી આવડતું, છતાં આવડે. આ માત્ર સાંભળેલી વાત નથી. લેખિકાએ જાતે ત્યાં જઈને સ્તવનો ગવડાવેલા, આગમોના નામ વગેરે આડા અવળા પુછ્યા'તા અને સામાયિકપ્રતિક્રમણના પાઠો પણ તેની પાસે બોલાવ્યા હતા.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે જે દિકરીનો માનસિક વિકાસ સાવ મંદ છે, ૧૦ વર્ષની હોવા છતાં તેની ઉંમર કરતાં ઘણી પાછળ છે, એ દિકરીમાં ધર્મનો રાગ કેટલો? જેના જીવનની આશા ડોક્ટરોએ છોડી દીધેલી તે દિકરી જીવી તો ગઈ પરંતુ બીજાને પણ જીવન કેવી રીતે ધર્મમય બનાવી શકાય એની પ્રેરણા આપી રહી છે. એની માતાની ધર્મશ્રદ્ધાને પણ દાદ દેવી પડે કે જે દિકરી કાંઈ કરી શકવા સમર્થ નથી તેને વાર્તાઓ, સ્તવનો, ગાથાઓ, સામાયિક-પ્રતિક્રમણ વગેરે કેટકેટલું શીખવાડ્યું છે.
આજની મોર્ડન માતાઓ નાનપણથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરતા નથી પછી મોટા થયા બાદ જ્યારે બાળકો માતા-પિતાને તરછોડે છે ત્યારે રડવા બેસે છે. તેમણે આ બાબત પરથી પ્રેરણા લેવા જેવી છે. આજે ઋજુતાનો માનસિક વિકાસ ભલે મંદ રહ્યો. પરંતુ ધાર્મિક વિકાસ કોઈ સામાન્ય બાળકથી અનેકગણો ચડિયાતો છે. તેની યાદશક્તિ એટલી પાવરફૂલ છે કે પાંચ વખત સાંભળે એટલે બધું યાદ રહી જાય. સાધુ-સંતોના નામ પણ બે-ત્રણવાર જાય એટલે યાદ રહી જાય, ભૂલે નહિ. ટી.વી. જોવું ગમે નહીં. કોઈ ચાલુ કરે તો બંધ કરાવી દે. આ માત્ર જોગાનુજોગ નથી પરંતુ દ્રઢ ધર્મશ્રદ્ધાનો ચમત્કાર છે. ઋજુતાને જોયા બાદ, મળ્યા બાદ, બે-પાંચ કલાક તેની સાથે વિતાવ્યા બાદ આપણે ચોક્કસ એ અનુભવી શકીએ કે પાંચમા આરામાં પણ ધર્મનો પ્રભાવ કેટલો બુલંદ છે. દ્રઢ ધર્મશ્રદ્ધા હોય તો મંદબુદ્ધિના બાળકને પણ ધાર્મિક જ્ઞાન આપી શકાય છે. બસ એ માટે જરૂર છે સ્મિતાબેન જેવી હિંમત, લાગણી, ધૈર્ય અને ધાર્મિક ભાવનાની જે પળે પળે પ્રેરણાના પાન કરાવે.
For Private & Personal Use Only
www.jainelibrary.org