________________
Education International
For Private & Personal Use Only
31;
II શ્રી નવખંડા પાર્શ્વનાથાય નમઃ ।
શ્રી નવખંડા પાર્શ્વનાથનો રોમાંચક ઈતિહાસ...
વર્તમાનનું ઘોઘા બંદર પૂર્વે ગુંદીગઢ નામથી ઓળખાતુ એક મહત્વનું બંદર હતું. આ પ્રાચીન તીર્થના પ્રભુજી ૨૦૦૦ વર્ષ જુના ગણાય છે. મલેચ્છોએ આક્રમણ કરીને આ મૂર્તીને નવખંડ કરી ભાવનગરના વડવાનાં બાપેસરા કુવામાં પોટલીમાં બાંધી ફેંકી દીધા. આ પ્રતિમાજી ઘણો સમય અજ્ઞાત રહ્યાં. ઘોઘાના એક શ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત આપ્યો તે અનુસાર હીરના તાંતણે વિંટીને પોટલીને કુવામાંથી બહાર કાઢી નવખંડોને નવ મણ લાપસીમાં ગોઠવ્યા. નવ દિવસ પછી તે પ્રતિમાજીને બહાર કાઢવી તેવો સંકેત હતો. પંરતુ આઠમા દિવસે ભરૂચના શ્રીસંઘે પ્રતિમાજીના દર્શનની ઈચ્છા વ્યક્ત કરતા તે ઈચ્છા ઘોઘા મહાજને માન્ય રાખી આઠમા દિવસે પ્રતિમાજીને બહાર કાઢતા પ્રતિમાજીના નવખંડ સંધાઈ ગયા હતા. પણ શ્રાવકોની અધિરાઈને કારણે સાંધા અદ્રશ્ય ન થયાં. આજે પણ નવખંડા આકારને સ્પષ્ટ જોઈ શકાય છે.
.
: સૌજન્યઃ સ્વ. રસિકલાલ જયસુખલાલ શાહ ઘોઘાવાળા પરિવાર (હાલ : બોરીવલી, મુંબઈ)