________________
ઝળહળતાં નક્ષત્રો
બોલાવવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં મોકલવા વગેરે બધી જ તાલીમ આપતા આથી બાળકોમાં ઉત્સાહ વધ્યો અને ઘણા બાળકો આ મંડળના સભ્ય બન્યા. આનાથી જુદા જુદા ક્ષેત્રોમાં પ્રતિક્રમણ કરાવવા માટે બાળકોને મોકલવાનું શક્ય બન્યું. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલા ૧૯-૧૧-૧૯૭૨ના મંગલ દિવસે આ મંડળની શરૂઆત થઈ તે આજે બીજમાંથી વટવૃક્ષ બનીને ફાલ્યુંફૂલ્યું છે.
ધર્મસેવાના ક્ષેત્રમાં અગ્રેસર બનેલ આ મંડળે જે પ્રશંસા, આદર અને સન્માન મેળવેલા છે તેનું સમગ્ર શ્રેય મંડળના પ્રણેતા, પથદર્શક, તત્ત્વચિંતક, આદ્યગુરુ એવા પૂ. મૂળવંતભાઈને જાય છે. મંડળમાં પ્રાણ પૂરી પ્રવૃત્તિઓને વેગ આપવામાં મૂળવંતભાઈએ તન-મન-ધનથી સક્રિય બની પોતાનો અમૂલ્ય સિંહફાળો આપેલ છે. આથી જ તેઓ માત્ર જૈનોમાં જ નહિ પરંતુ જૈનેતર સમાજમાં પણ જ્ઞાની, સેવાભાવી, ધર્મપરાયણ સુશ્રાવક તરીકે જાણીતા બન્યા છે. તેમને દ્વારે આવેલ કોઈપણ વ્યક્તિ એમને એમ ખાલી હાથે પાછો નથી ગયો. આથી જ સમાજ તેમને “ધાવત્ ચંદ્ર દિવાકરો” સુધી યાદ કરશે એ નિર્વિવાદ છે, નિશંક છે.
આવા મહાન આત્માએ આ અવની પર જન્મ ધરીને નિષ્કામ, નિઃસ્વાર્થ અને મૂકસેવાનો આજીવન યજ્ઞ માંડેલો. આજીવન બાલબ્રહ્મચારી, સેવાના કર્મઠ યોગી, મહાન ત્યાગી, સાદગીની જીવંત મૂર્તિ, આવી વ્યક્તિને જોતાં હાથ જોડવા ન પડે આપોઆપ જોડાઈ જાય, નમસ્કાર કરવા ન પડે–વંદન થઈ જાય. અરે! હકીકત તો એ છે કે તેમને દરેક વ્યક્તિ “સંસારી સંત'' તરીકે જ ઓળખે આમાં જરાપણ અતિશયોક્તિ નથી, હકીકત છે. આ તો જનમ-જનમના યોગી—સત્કાર્યના હતા યોગી. અધૂરું કાર્ય પૂરું કરવા જન્મેલો આત્મા આ મૃત્યુલોકમાં ભૂલો પડ્યો, પણ અહીં આવી કામ એવા કરી ગયો કે લોકો તેમને વર્ષો સુધી યાદ કરશે. મંડળના ભૂલકાઓ તો તેમને ક્યારેય નહિ ભૂલે. પ્રતિક્રમણ યોજના મંડળની સ્થાપના કરનાર તરીકે આખો સમાજ તેમને યાદ કરશે. તેમના આ અનુકરણીય કાર્યની સમાજમાં ઊંડી અસર પડી છે અને બીજા ગામોમાં પણ આવા મંડળ ચાલુ થયા છે જે આનંદની વાત છે.
આજે પણ આ મંડળ સમગ્ર સમાજ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે તેની આછેરી ઝલક જોઈએ તો, * શહેરના જુદા જુદા વિસ્તારોમાં જૈનશાળાનું સંચાલન તથા કોઈ પોતાના એરિયા માટે જૈન શાળાની જરૂરિયાત
Jain Education Intemational
૧૦૭૩
*
જણાવે તો યોગ્યતા અનુસાર વ્યવસ્થા કરી અપાય છે. પર્યુષણ પર્વ દરમિયાન રાજકોટમાં લગભગ ૧૨૫ સ્થળોએ પ્રતિક્રમણ કરાવાય છે. જરૂર જણાય તો બહારગામ પણ આવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. * તપશ્ચર્યા કે માંદગીના પ્રસંગે મંડળનો સંપર્ક સાધતા પ્રતિક્રમણની વ્યવસ્થા ગોઠવી અપાય છે.
* ધાર્મિક પરીક્ષાઓ તથા વિવિધ સ્પર્ધાઓથી ધાર્મિક અભ્યાસમાં જાગૃતિ તથા ઉત્સાહ વધે છે. તેથી વિવિધ કક્ષાઓમાં ધાર્મિક પરિક્ષાઓનું આયોજન, સામાયિકપ્રતિક્રમણ કંઠસ્થ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, મહામંત્ર જાપ વગેરેનું આયોજન કરી ભાગ લેનાર દરેકને યોગ્ય પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
* મંડળના દરેક બાળકો જેઓ સ્કૂલ કે કોલેજમાં ભણતા
હોય તેમનું, ઉચ્ચગુણાંક મેળવેલા હોય તેમનું સરસ્વતી સન્માન સમારોહ અંતર્ગત સન્માન કરી પ્રમાણપત્ર તથા યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવે છે.
* દાતાઓની સહાયથી સમગ્ર રાજકોટની જૈનશાળાઓના બાળકોનું જમણ આયોજિત કરવામાં આવે છે. જેની સમગ્ર વ્યવસ્થા પ્રતિક્રમણ મંડળ સંભાળે છે.
* જૈનશાળામાં ૪૦ વર્ષ સુધી સેવા આપનાર પૂ. મૂળીબેન
જે. મહેતા તરફથી મંડળને મળેલા અનુદાનમાંથી તેમની ઇચ્છા મુજબ દિવાળીમાં ફટાકડા ન ફોડનાર બાળકોને નાસ્તો તથા પુરસ્કાર આપી ફટાકડાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
* વર્ધમાન જૈન પુસ્તકાલય “જસાણી બિલ્ડીંગ” ભૂપેન્દ્ર રોડ ખાતે ચલાવવામાં આવે છે જેમાં ધાર્મિક સાહિત્ય, બાળ સાહિત્ય, કથા સાહિત્યના પુસ્તકો તથા માસિકો ઉપલબ્ધ છે.
* સ્વાધ્યાય એક તપ છે. આત્માના વિકાસ માટે જ્ઞાનવિકાસ સ્વાધ્યાય કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.
* શ્રી વાત્સલ્ય જ્ઞાનવર્ધક સંઘ પ્રતિષ્ઠાનની સ્થાપના ૧૯૯૮માં કરી રાહત દરે કોમ્પ્યુટરના વર્ગો તથા C.A., MBA, MCA, BBA જેવા ઉચ્ચ અભ્યાસ માટે મોંઘી કિંમતના પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. જેનો આશરે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે.
શ્રી મૂળવંતભાઈ દોમડિયાની કાયમી સ્મરણાંજલીરૂપે
For Private & Personal Use Only
www.jainelibrary.org