________________
૧૦૫૬
શ્રી રાજેન્દ્રભાઈની કાર્યકુશલતાનો પરિમલ દશે દિશામાં પ્રસરેલો છે. સિકન્દ્રાબાદ, બનારસતીર્થ પછી કુલપાક તીર્થના ટ્રસ્ટી તરીકેની નામના પછી ભારતમાં કે વિદેશમાં જિનાલય નિર્માણના કાર્યોમાં એમનો તન-મન-ધનથી સહકાર મળતો રહે છે. અમદાવાદ પ્રેરણાતીર્થ, ભરૂચતીર્થ, ઉવસગ્ગહરમ તીર્થ, હસ્તગિરી તીર્થ આદિના નિર્માણકાર્યમાં રાજેન્દ્રભાઈનો હાર્દિક સહયોગ છે. વિદેશમાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા આદિ સંઘો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ન્યૂયોર્કના દહેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવવાની પ્રેરણા પ્રભુજી દ્વારા રાજેન્દ્રભાઈને થઈ. પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુરતમાં અંજનશલાકા કરાવી પ્રભુજીને ન્યૂયોર્કના દહેરાસરમાં લઈ જવાની જવાબદારી સ્વીકારી. આમ, રાજેન્દ્રભાઈ એક વિધિકાર તરીકે પણ પ્રતિષ્ઠા પામ્યા છે. દેશવિદેશમાં એક વિધિકાર તરીકે એમનું નામ છે. અમેરિકામાં અનેક સ્થાનોમાં તેમણે ભક્તામરપૂજન, ૨૪ તીર્થંકરપૂજન, પાર્શ્વપદ્માવતીપૂજન આદિ ભણાવેલ છે.
આમ રાજેન્દ્રભાઈએ જીવનને શાસનસમર્પિત કરીને ૧૨ સંઘયાત્રાનું સંચાલન કર્યુ અને ૩૬ દહેરાસરોના નિર્માણકાર્યમાં સહયોગ આપ્યો એ શાસનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી હકીકત છે. આવા કુશળ વક્તા અને વિનમ્ર વિધિકાર, ઉત્સાહી સંયોજક અને સંનિષ્ઠ ગુરુભક્ત રાજેન્દ્રભાઈ દલાલને અનેક નગરોના શ્રીસંઘોએ અનેકવિધ રીતે સમ્માન્યા છે. એમને જૈન શાસનરત્ન અને તીર્થરત્ન જેવાં પદોથી શોભાવ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંઘ તથા પ્રધાનમંત્રી શ્રી બાજપેઈજીએ એમના હસ્તે પૂજનવિધિ કરવાનો લહાવો લીધો છે.
માતાપિતા અને પૂ. ગુરુદેવની આશિષથી તથા પૂજ્ય આ.દેવ રાજયશસૂરી મ.સા.ની કૃપાથી તથા તેમના ધર્મજનેતા પૂ. બહેન મ.સા.ની પ્રચંડ પ્રેરણાથી, સહધર્મચારિણી સ્વ. મનોરબાબહેનના સુચારુ સહકારથી અને શ્રી સંઘના સાથથી રાજેન્દ્રભાઈએ ૭૧ વર્ષની વયે જિનશાસનનાં ૭૧ કાર્યો સુપેરે સંપન્ન કર્યાં એ એમના જીવનનો જયજયકાર મનાવવા પૂરતાં છે. આજેપણ તેઓશ્રી જિનભક્તિમાં જ જીવનવ્યાપન કરે છે. પ્રભુજી આવા ભક્તપ્રેમીને નિરામય દીર્ઘાયુ બક્ષે એમ આપણી મનોકામનાઓ હો !!
Jain Education International
જિન શાસનનાં
આજે ૭૨ વર્ષની વયે પણ રાજેન્દ્રભાઈ_U.S.A.નાં બે નૂતન જિનાલયના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત છે. ન્યૂજર્સીના દહેરાસરમાં અંજનશલાકા કરેલાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવવામાં તેમનો ખાસ આગ્રહ હતો, જે સંઘે માન્ય રાખ્યો છે. રાજેન્દ્રભાઈ U.S.A.માં ખાસ આગ્રહપૂર્વકની પ્રેરણા કરે છે કે અંજનશલાકા કરેલા પ્રભુજી દહેરાસરમાં બિરાજમાન કરવા તથા ૩૬૫ દિવસ દહેરાસર ખુલ્લાં રાખવાં તથા રોજ પૂજા–દર્શન આરતી કરી ધન્ય બનવું.
રાજેન્દ્રભાઈએ પોતાની શક્તિ અને ઉત્સાહ દહેરાસરોના નિર્માણ, પૌષધશાળાનિર્માણ-ભવનનિર્માણ કરાવવામાં તો વાપરેલ છે, પરંતુ તેનાથી વધુ આજના યુગમાં મહત્ત્વનું કાર્ય કહેવાય તેવા શૈક્ષણિક કાર્યના પ્રોજેક્ટમાં પોતાની જબરજસ્ત શક્તિનો ઉપયોગ કરવા માંડ્યો છે.
મેડિકલ કોલેજનો પ્રોજેક્ટ હૈદરાબાદ ખાતે શરૂ થયેલો છે. તેની જવાબદારી રાજેન્દ્રભાઈને સુપરત કરવામાં આવી છે. રાજેન્દ્રભાઈએ તે જવાબદારી સ્વીકારી લીધી છે. કરોડો રૂપિયાનાં આ શ્રી મહાવીર મેડિકલ કોલેજના પ્રોજેક્ટના કન્વીનર તરીકે રાજેન્દ્રભાઈને જવાબદારી સોંપવામાં આવી છે. રાજેન્દ્રભાઈ તે કાર્ય ઉત્સાહથી કરી રહ્યા છે. આ ઉંમરે ધાર્મિક કાર્યોની જબરજસ્ત, સફળ કાર્યવાહી સાથે સાથે તેઓ મેડિકલ કોલેજ માટે રાતદિવસ પ્રવૃત્ત રહે છે. શાસનદેવ તેમને તન–મનથી સહાયક રહો, દીર્ધ આયુષ્ય બક્ષો તે જ પ્રાર્થના.
જ્་'
For Private & Personal Use Only
www.jainelibrary.org