________________
ઝળહળતાં નક્ષત્રો
કમિટીના ૩૦ વરસથી ચેરમેન રહી આંધ્રપ્રદેશના તુકુન્ટા ગામડાને એડોપ્ટ કરી વિવિધ પ્રવૃત્તિ કરી ગામડાંને ખૂબ ઉપર લઈ આવી એક મિસાલ બનાવી છે કે શહેરમાં રહી ગામડાંને પણ નજરમાં રાખવું જોઈએ. કીડની ડાયલેસીસ માટેની રાહતદરે સુવિધા ઊભી કરી છે. તેમજ જયપુર ફૂટ પેસ્ટન્ટ પાંચ-છ કલાકમાં બનાવી દર્દીઓ માટે ઘણી મોટી રાહત ઊભી કરી છે. આમ અનેક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને, પત્રી, કચ્છ - અમદાવાદ - મુંબઈ - હૈદ્રાબાદ તથા અન્ય સ્થળોએ પોતાની અમૂલ્ય ઉદાર સહાયતા આપે છે. આવા બહુમુખી પ્રતિભાયુક્ત એવા શ્રી ધીરજભાઈ સાચે જ આપણા ગામ / સમાજ માટે એક ઉપલબ્ધિ છે.
૫૦ વર્ષ સુધી રબ્બર ઇન્ડસ્ટ્રીઝને સતત અને અથાગ સેવા આપતાર
શ્રી શિવુભાઈ લાઠિયા
આંતરરાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટિરિયલ દ્વારા જાણીતા જૈન ઉદ્યોગપતિ શ્રી શિવુભાઈ વસનજી લાઠિયાને હેંકોક મેડલ એનાયત કરવામાં આવેલ છેજ઼ કારણ કે તેઓએ સતત ૫૦ વર્ષ સુધી રબ્બર ઇન્ડસ્ટ્રીઝ ને અથાગ સેવા આપનાર પ્રથમ જૈન ઉદ્યોગપતિ હતા. પૂર્વે આયાત અવેજીના ઉત્પાદન ક્ષેત્રની સિદ્ધિ બદલ પણ તેમનું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન થયેલું. તેઓએ, બોમ્બે ઇન્ડસ્ટ્રિઝ એસો.ના પ્રમુખપદે તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્ડ રબ્બર, (યુ.કે.) ના ઉપપ્રમુખપદે રહીને આધુનિક રબ્બર ટેકનોલોજીને સંલગ્ન ઉત્કૃષ્ટ ‘સેવાઓ આપી છે.
ઉપરાંત તેઓ બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, અખિલ ભારતીય શ્વે.સ્થા. જૈન સંઘ, વગેરેમાં ટ્રસ્ટી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે તથા ભગવાન મહાવીર ૨૬૦૦ જન્મ કલ્યાણક સમિતિના કાર્યકરી સભ્ય છે. અનેક ધાર્મિક, વૈદ્યકીય અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના તરફથી દાન માર્ગદર્શનનો પ્રવાહ સતત મળતો રહ્યો છે. તેમના સુપુત્રો યોગેનભાઈ-સંજીવભાઈ અને આસિતભાઈએ વિદેશમાં ઉચ્ચ
તથા
Jain Education International
૧૦૩૯
તાંત્રિક શિક્ષણ મેળવ્યું છે. લાઠિયા રબ્બર ઇન્ડસ્ટ્રિઝ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવૃત્ત છે.
૧૯૬૫માં તેઓ ‘જસ્ટિસ ઓફ પીસ' તથા ‘મુંબઈ એસોસિયેશન’, ‘ભારત નારીકલ્યાણ સમાજ'ના માનદ ખજાનચી. તથા પૂર્વમુંબઈની રોટરી ક્લબના ડાયરેક્ટર તથા લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને રબ્બરઇન્ડસ્ટ્રિઝના કામદારોની પ્રોવિડન્ડ ફંડ સમિતિના ચેરમેન તથા ‘ઇન્ડિયન કેન્સર સોસા.' અને ‘પ્રોગ્રેસિવ ગ્રુપ'માં કારોબારી સભ્યપદ વગેરે અનેક જગ્યાએ નિમણૂક પામેલ. તેમજ ‘મિશન ક્રિપલ્ડ ચિલ્ડ્રન સોસાયટી’, ‘હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ' જેવી અનેક સંસ્થાઓના આશ્રયદાતા સમાન છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી'માં પણ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસોસિએશનના સ્થાપકોમાંના તેઓ એક સભ્ય છે, ઉપરાંત બીજી વિવિધ પ્રકારની સમિતિઓના સભ્ય છે જેવી કે :
બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. ઇન્ડિયન રબ્બર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂશન, બોર્ડ ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, સમાજશિક્ષણ મંદિર નિધિસમિતિ વગેરે.
તેઓએ ઉચ્ચ શિક્ષણ વાંછુઓને આર્થિક સહાય પૂરી પાડવા લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભારતસરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વાળવા માટે રબ્બરનું બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મોટું ઇનામ આપવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનનો વિકાસ તેઓએ ભારતમાં પ્રથમ વિદેશી મદદરહિત સ્વપ્રયત્ને કર્યો. ભારતમાં રબ્બરના ઉત્પાદકો માત્ર ગણ્યાગાંઠ્યા જ છે. આથી તેઓએ સાધેલ પ્રગતિથી દેશને થયેલ ફાયદાની કદરરૂપે તા. ૧૭-૧૨-૧૯૬૯ના રોજ દિલ્હીથી રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા તેમને એવોર્ડ મળેલ. તેમજ ટેક્સટાઇલ્સ ઇન્ડ.ના માટે રબ્બર સ્પેડિંગ જેકેટ, પી.વી.સી. લેધર ક્લોથ ઇન્ડ. માટે તથા મરક્યુરી સેલ કોસ્ટિક સોડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન પ્રારંભી રાષ્ટ્રપતિશ્રી વી.વી. ગિરિના વરદ્ હસ્તે રજતશિલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ, ઈ. સ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીના ૨૫ વર્ષ પૂરા થતાં રજતજયંતી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓએ સતત નવી શોધો કરી. અને રૂા. ૬૦,૦૦૦નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની ભાવના દર્શાવી
તથા
પેપર મિલ ઇન્ડસ્ટ્રિઝની જરૂરિયાત સ્ટોનાઇટ, માઇક્રોરોટ, બ્લેકડાયમંડ, માઇક્રોમેઇટ તથા સીલરોલ આ પાંચ આઇટમોનો રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાનો યશ પ્રાપ્ત કર્યો. તેઓની ઔદ્યોગિક ક્ષેત્રે સતત વ્યસ્ત છતાં વતન મેંદરડા ગામને સતત નજરસમક્ષ રાખી ત્યાં ઘણાં લોકકલ્યાણનાં કાર્યો જેવાં કે
For Private & Personal Use Only
www.jainelibrary.org