________________
૯૯૮
મણિવિજયજી દાદાના શિષ્ય પરોપકારપ્રવણ, જ્યોતિર્વિદ, મુનિગણ શિરોમણિ, બાલબ્રહ્મચારી શ્રીમાન પદ્મવિજયજી મહારાજની આજ્ઞામાં વિચરતાં હતા. તેઓશ્રી તરત જ સ્વર્ગસ્થ થયા પછીથી તેઓશ્રીના શિષ્યરત્ન મહાતપસ્વી. વયોવૃદ્ધ, પૂજ્યપાદશ્રી જીતવિજયજી મ.સા.ની લાંબા કાળ સુધી નિર્મળ આજ્ઞા આરાધી હતી અને તેઓશ્રીના કાળધર્મ પછી શિષ્યરત્ન, સમતાદિ ગુણનિધાન,સચ્ચારિત્રપાત્ર મુનિ મહારાજશ્રી હીરવિજયજી મ.સા.ની આજ્ઞા પાળતા હતાં અને તેઓશ્રીના સ્વર્ગવાસ પછી તેમના જ અગ્રગણ્ય વિનેયરત્ન બન્ને ગુરુદેવોની અંતાવસ્થાપર્યન્ત ભક્તિપૂર્વક આજ્ઞાપાલક શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા પાળતા હતા. (પ.પૂ.સ્વ. આચાર્યશ્રી કનકસૂરીશ્વરજી મ.સા.ને ધર્મનો માર્ગ બતાવનાર તેમજ ધાર્મિક અભ્યાસ કરાવનાર શ્રી આણંદશ્રીજી મ.સા. હતાં).
આમ વિ.સં. ૧૯૯૩ના આસોવદ અમાવસ્યા, શાસન ઉપકારી શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણના લગભગ સમયે રાત્રીના સાડા ચાર વાગે ૧૫ મીનીટે (૪-૪૫ કલાકે) અપૂર્વ સમાધિપૂર્વક તેઓ રાધનપુર મુકામે કાળધર્મ પામ્યા. ૭૬ વર્ષનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવ્યું અને ૫૫ વર્ષ નિરતિચારપણે ચારિત્રનું પાલન કર્યું. તેઓશ્રીએ સંયમજીવન દરમ્યાન કેટલાય પુણ્યાત્માઓને સંયમ માર્ગે વાળ્યા હતા અને કેટલાંય પરિવારોને ધર્મનું સાચું રહસ્ય સમજાવી સન્માર્ગે વાળ્યા હતા. તેઓશ્રીના આખાયે જીવનનો ઉપદેશ સ્વપર કલ્યાણકારી શ્રી જિનેશ્વરદેને ફરમાવેલા ત્યાગધર્મને પ્રચારવાનો હતો. તેમના વાંચન, મનન, અધ્યયન અને ધ્યાનના વિચારોરૂપી પુષ્પોની સુગંધ લેવાથી જેઓનો આત્મા સુગંધીમય બન્યો હતો. તેવા આ ગુરુજી મહારાજને ધન્ય છે....સિદ્ધાંતોનું આસ્વાદન અને શમવાહિની વાણીનું પાલન, અસ્થિમજ્જામાં વ્યાપ્ત કરવા માટે તેઓશ્રીએ સતત પ્રયાસ કર્યો હતો. વિચારશુદ્ધિ અને વાણીનું સંયમ, વિચાર એ જ આચાર અને આચાર એ જ ઉચ્ચાર એમ ત્રિપુટીની ઐક્યતા એ તેઓશ્રીનો મુખ્ય ધ્યેય હતો. અહિંસા, સત્ય-પ્રમાણિકતા, સંયમ અને સંતોષ જેવા ઉત્તમ ગુણો
તેઓશ્રીના જન્મસિદ્ધ હતા.
તેઓશ્રી ખરેખર એક ઉન્નત સ્થિતિના મર્ગદર્શક હતા. તેઓશ્રીએ સદ્બોધથી જનતા ઉપર અનેક ઉપકારો કર્યા છે. જે જે ક્ષેત્રો તેઓશ્રીના ચરણન્યાસથી પવિત્ર થયા છે તે તે ક્ષેત્રોની જનતા તેઓશ્રીના જ્ઞાન-દર્શનાદિ ચિરસ્મરણીય ગુણોની સંભારણા કરી કૃતાર્થ થયા છે. તેઓશ્રીના સંસર્ગમાં જે જે
Jain Education International
જિન શાસનનાં
વ્યક્તિઓ આવેલ હશે તે બધા ઉપર ઉત્કૃષ્ટ સંયમ તથા એકનિષ્ઠ બ્રહ્મચર્યના પ્રભાવના અંશો પડ્યા વિના રહ્યા નહીં હોય.
તેઓશ્રીની અંતિમ ક્રિયામાં રાધનપુર સંઘે ફક્ત ચંદનથી અગ્નિ સંસ્કાર કર્યો હતો. તે સમયે ગામે ગામ પાખી પળાઈ હતી. ગામે ગામ મહોત્સવો થયા હતા. ખૂબ જ અનુમોદનીય તપસ્યાઓ થઈ હતી. આ પંચમકાળમાં પણ આવા આદર્શભૂત જીવન જીવી વાગડ સમુદાય સાધ્વી સમુદાયને વધુ પ્રકાશિત બનાવનાર આ ઉચ્ચકોટિના આત્માને કોટિ કોટિ ભાવભરી વંદના.
પૂ.સા. આણંદશ્રીજી મ.સા. તથા પૂ.સા. જ્ઞાનશ્રીજી મ.સા.ની દીક્ષા સાથે થઈ હતી.
તેઓ બન્ને પૂ. સા. નિધાનશ્રીજી મ.સા.ના શિષ્યા બન્યા હતા. સંપૂર્ણ વાગડ સમુદાયના સાધ્વીજીઓ પૂ.સા. નિધાનશ્રીજી મ.સા.ના શિષ્યા સા. આણંદશ્રીજી મ.સા. તથા સા. જ્ઞાનશ્રીજી મ.સા.નો શિષ્યા પરિવાર છે.
સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી કચ્છ
વાગડ સાતચોવિસી જૈન ધર્મશાળા પાલિતાણા, વૈ.સુ. ૬ તા. ૯-૫-૨૦૧૧ના શુભદિને શ્રીપાલ કુબડીયા, લાકડીયા-મલાડ, જિનેશ-મૈસુર-કર્ણાટક, નમ્રતા દેઢિયા, હેતલ દેઢિયા-મનફરા,
અસ્મિતા શાહ-અમદાવાદ પાંચ દીક્ષાની સ્મૃતિ નિમિત્તે
પૂ. સાધ્વીજી શ્રી રતનશ્રીજી મહારાજ
કચ્છની કલ્યાણકારી ધરતી પર અનેક ઉપકારી સંતો થઈ ગયા, થાય છે અને થશે, જેમણે અથાગ પરિશ્રમ વેઠીને પણ કચ્છ-વાગડની ભોળી પ્રજામાં જ્ઞાન-ધર્મનો પ્રકાશ પાથર્યો છે. તેમાંય મહિલાવર્ગમાં વિશેષ જાગૃતિ લાવવામાં સાધ્વીજી મહારાજોનો ફાળો અત્યંત નોંધપાત્ર છે. પૂ. સાધ્વીજી રત્નશ્રીજી મહારાજ પણ આવા જ એક તેજસ્વી સાધ્વીરત્ન થઈ ગયાં. વાગડ દેશોદ્ધારક આચાર્યદેવેશ કનકસૂરીશ્વરજી મહારાજના આશાવર્તી રહીને તેઓશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવના કરી.
વાગડમાં પલાંસવાની પુનિત ભૂમિમાં સં. ૧૯૪૧ની સાલમાં ધનતેરસ સમા શુભ દિને ચારિત્રરૂપી ધન કમાવવા માટે જ આ બાળાનો જન્મ થયો! માતાપિતાએ પોતાની આ લાડલી સુપુત્રીનું નામ રંભા પાડ્યું. પિતા વેણીદાસભાઈ તો રંભાબહેનને દોઈને જ આનંદ પામતા, કે પોતાની પુત્રી એટલી તેજસ્વી છે કે આગળ જતાં અવશ્ય મહાન કાર્યો કરશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org