SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો બાલ બ્રહ્મચારી અખંડ નિર્મલ ચારિત્ર વિભૂષિત, વાગડ સમુદાયના સાધ્વી વૃન્દના આધ (પ્રથમ) સાધ્વીજી પ.પૂ.સ્વ. શ્રી આણંદશ્રીજી મ.સા. બહુરત્ના વસુંધરા કહેવાય છે. એકથી એક ચઢિયાતા તેજસ્વી રત્નો પણ પૃથ્વીમાંજ પ્રગટ થાય છે. તેવી જ રીતે મનુષ્યોરૂપી રત્નો પણ પૃથ્વી ઉપર જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ઉત્તમ માનવજીવન પામીને શ્રેષ્ઠ એવી મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરવા એવું ચારિત્ર્ય રત્ન સ્વીકારીને ધર્મની આરાધના કરે છે. તે પોતાના આત્માને તારે છે અને જગતના જીવો પર ઉપકાર કરે દીક્ષા લીધા પહેલાં તેમણે જીવ વિચારાદિ, કર્મગ્રન્થાદિ પ્રકરણો, દાન-શિલાદી કુલકો, સજ્જન ચિત્ત વલ્લભ વૈરાગ્ય શતકાદિ એમ કુલ્લ–૨૮ પ્રકરણો તથા બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ઉપદેશમાલા, સિંદુર પ્રકરણ વિ.ના અર્થ કંઠસ્થ કર્યા. આ પ્રમાણે જ્ઞાનાદિ અભ્યાસ તેમજ બીજ, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી, રોહિણી, નવપદનું આરાધન વિ. છે. તેવી જ રીતે આ ભાગ્યશાળી આત્માએ વાગડની ભૂમિમાં સંપૂર્ણ. વીશસ્થાનકની ૧૧ ઓળી વિ. તપસ્યા નાની વયમાં કરી. જન્મ લઈ પોતાના જીવનને સફળ કરવાની સાથે કેટલાય જીવોને તાર્યા છે. એટલું જ નહિ પોતાના ઉત્તમ જ્ઞાન-સાધના વડે વાગડના સાધ્વી સમુદાયને વધુ પ્રકાશિત કરી...શાસનની શોભા વધારનાર ધન્ય તપસ્વી એવા સા. આણંદશ્રીજી મ.સા.ને કોટી....કોટી.....વંદના.... તેમનો જન્મ પલાંસવા ગામમાં સંવત ૧૯૧૭ની સાલમાં જેઠ સુદ ૧ના શુભ દિવસે થયો હતો. તેમનું સંસારી નામ અંદરબેન હતું. પિતાનું નામ મોતીચંદ તથા માતાનું નામ નવલબાઈ હતું. ભાઈનું નામ વેણીદાસ હતું. તેઓ દોશી પરિવારના હતા. જન્મથી જ તેમનું તેજ ઘણું હતું. તેથી તેમના કુટુંબ વર્ગને અનુમાન થતું હતું કે આ કોઈ ઉત્તમ જીવ છે. તેમના જન્મ પછી કુટુંબવર્ગની પણ દિન-પ્રતિદિન આબાદિમાં વૃદ્ધિ થઈ. પૂર્વભવના શુભ સંસ્કારોથી ભવભીરૂતા અતિશય હતી. ખૂબ જ નાની વયમાં સામાન્ય ઉપદેશની સાથે જ ત્યાગવૃત્તિની ભાવના સાંસારિક કર્તવ્યમાં અભિરુચિપણું વિ. ઉત્તમ વૈરાગ્ય એક નાનકડા ગામમાં અંદરબાઈને થયો તે તેમનું ઉત્તમ ગતિમાંથી આવવું સાથે આસસિદ્ધપણું સૂચવે છે. આ પુણ્યશાળીએ અભ્યાસની શરૂઆત કરી પરંતુ તે સમયમાં સાધનનો અભાવ હતા. જેથી પ્રાચીન શૈલી પ્રમાણે પાટી ઉપર અલ્પસમયમાં જ્ઞાન સંપાદન કર્યું. ત્યારબાદ ધાર્મિક અભ્યાસની પણ શરૂઆત કરી. પૂર્વની આરાધનાના પ્રતાપે ક્ષયોપશમ ઘણો સારો હોવાથી પંચપ્રતિક્રમણ કર્યું. સંવત ૧૯૨૫ની સાલમાં ૫.પૂ. ગુરુવર્ય શ્રી જીતવિજયજી દાદાની દીક્ષા પ્રસંગે આડીસર ગયાં ત્યાં તેમની વૈરાગ્ય ભાવના દ્રઢ બની. તેમની ૧૦ વર્ષની વયે તેમના માતુશ્રીનું અવસાન થતાં 25 Jain Education International ૯૯૭ ઘરની જવાબદારી તેમના શિરે આવી પડી. તેમ છતાં તેમના પિતાશ્રી પાસે તેમણે જણાવી દીધું કે “દુનિયાદારીના કર્તવ્ય માટે મારી આશા રાખશો નહીં” તે દરમ્યાન ગુરુવર્યશ્રી પદ્મવિજયજી મ.સા. પલાંસવા પધાર્યા ત્યાં તેમણે ૧૩ વર્ષની નાની વયે પૂ. ગુરુદેવ પાસે ચતુર્થવ્રત ઉચ્ચાર્યું. સંવત ૧૯૩૮ના માગશર સુદ-૩ના શુભ દિવસે ઉચ્ચજ્યોતિષના ભંડાર એવા ગુરુવર્ય શ્રી પદ્મવિજયજ મ.સા.ના વરદ હસ્તે પલાંસવા મુકામે તેમની ધામધૂમથી દીક્ષા થઈ. આ પ્રસંગે ૧૮સ્વામી વાત્સલ્ય થયા. સાતચોવીસીનાં ગામો ઉપરાંત કચ્છનાં ગામો સહિત કુલ ૮૦ ગામોને કંકોત્રીઓ લખવામાં આવી હતી. પલાંસવાના દરબાર શ્રી પુંજાજી તથા આડીસરના દરબારશ્રી લખાજીએ સંઘને વરઘોડાદિ માટે રાજ્યની તમાન સામગ્રી વાપરવા આપી. આ શુભ કામમાં ઊંડો લાભ લીધો હતો. સ્વામી વાત્સલ્યમાં એક ટંકે ૨૧ મણ ઘીનો શીરો બનતો હતો. આ પ્રસંગે જુદા જુદા પ્રકારની સવાસો લ્હાણીઓ થઈ હતી. આમ પુણ્યશાળી આત્માનો શુભ પ્રસંગ ચમત્કારી જ હોય છે. જેથી આ વખતે પલાંસવા શ્રી સંઘના મેળાવડાથી એક સ્વર્ગપુરી બની ગયું હતું. તેમનું નામ શ્રી આણંદશ્રીજી મ.સા. રાખવામાં આવ્યું અને તેઓ શ્રી નિધાનશ્રીજી મ.સા.ના શિષ્યા બન્યા. તેમને પૂર્વભવના પુણ્યયોગે અને આ ભવના પ્રારંભથી જ તેમની ચાતુર્યતા, વિનીતભાવ પરોપકાર બુદ્ધિ, અત્યંત કરુણાભાવ, તેજસ્વીપણું વિ. આવા અનુપમ ગુણો તેમને બાલ્યાવસ્થાથી જ પ્રાપ્ત થયા હતા. તેમની વડી દીક્ષા ડહેલાના ઉપાશ્રયે–અમદાવાદમાં પૂ.પં. રત્નવિજયજી મ.સા.ના વર ્ હસ્તે થઈ હતી. જ્યારથી દીક્ષા લીધી ત્યારથી તપોગચ્છ નભોણ, શાસન સંરક્ષક, તપોનિધિ, પરમોપકારી, બાલબ્રહ્મચારી શ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy