SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો વિ.સં. ૨૦૦૧માં મોટા સુપુત્ર ગુલાબકુમારનો જન્મ બડગરા (કેરાલા)માં થયો હતો. વિ.સં. ૨૦૦૭માં નાના સુપુત્ર કિશોરકુમારનો જન્મ કલકત્તા મહાનગરમાં જ થયો. નાના સુપુત્રના જન્મ બાદ તેમના દેહમાં અસાધ્ય વ્યાધિ લાગુ પડી ગયો. બોર્ન ટી.બી.નું ભયંકર દર્દ, અસહ્ય વેદનાની વચ્ચે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી એ વેદનાને સમાધિપૂર્વક સહન કરી....એ દર્દની વચમાં બે ત્રણ વાર તો લકવાના હુમલા પણ આવી ગયેલા. ભર યૌવન વયે અસહ્ય વ્યાધિ સહેનાર નવલબહેનની તે સમયે તો એવી સ્થિતિ હતી કે જોનારા પણ એવું જ અનુમાન કરે કે આ તો હવે થોડા દિવસોના જ મહેમાન છે......! ત્યારે કોને કલ્પના હતી કે આ આત્મા આ જ ભવમાં વર્ષોનાં વર્ષો સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરવાનો છે! ધનજીભાઈની અપૂર્વ મહેનત અને પૂર્વના પુણ્યોદયના કારણે ત્રણ વર્ષ બાદ એ વ્યાધિ શાંત થયો. વિ.સં. ૨૦૧૧માં સુપુત્રી ઇન્દિરાબહેનનો જન્મ થયો. એ જ અરસામાં વિ.સં. ૨૦૦૯માં કલકત્તા મહાનગરમાં જિનવાણીના જગમશહૂર જાદુગર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની પધરામણી થઈ. પૂજ્યશ્રીનાં પ્રવચનોની પ્રેરણા ઝીલી. ધનજીભાઈએ પોતાની જીવનનૈયા ધર્મના માર્ગે વાળી. ત્યારે ધર્મપત્ની નવલબહેને પણ સાચા અર્થમાં ધર્મપત્ની બની પતિની પડખે રહીને પોતાના અને સંતાનોના જીવનને ધર્મના સુસંસ્કારોથી સમૃદ્ધ બનાવ્યું. ધર્માત્મા ધનજીભાઈ જીવનમાં જે જે આદર્શો રાખતા ગયા તે બધામાં સુશ્રાવિકા નવલબહેનનો અપૂર્વ સહયોગ રહ્યો. પ્રતિદિન ઘરમાં ૧૦-૧૫-૨૦-૨૫ સાધર્મિકો આવે એમની ભક્તિ નવલબહેન હૃદયના અનેરા ઊમળકાથી કરતા હતા. સુપાત્રદાનની તમન્ના હરહમેશ તેમને રહેતી હતી. વિ.સં. ૨૦૧૨થી માંડીને વિ.સં. ૨૦૧૯ સુધીના પ્રત્યેક ચાતુર્માસોમાં પૂ.આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં જુદાં જુદાં સ્થાનોમાં રહીને પોતાનું રસોડું ખોલીને સાધુસાધ્વી શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ઉમદા ભક્તિ કરતાં હતાં. વિ.સં. ૨૦૧૯માં સપરિવાર દીક્ષા અંગીકાર કર્યા બાદ પૂજ્યશ્રીના સમુદાયવર્તી પરમ વિદુષી પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ. પરમ વિદુષી, કવયિત્રિ, સાધ્વીજી ભગવંત હતાં. તેમણે રચેલાં સ્તવનો, સ્તુતિઓ, સજ્ઝાયો આદિ જાણે પૂર્વના Jain Education International ૯૮૭ મહાપુરુષોએ રચેલાં ન હોય એવો અપ્રતિમ ભાવ તેમની રચનામાં ઊભરાય છે. દીક્ષા લીધા પછી નવલબહેનમાંથી નિર્મમાશ્રીજી મ. બનેલા સાધ્વીજી ભગવંત વાસ્તવમાં હવે બધાંથી નિર્લેપ બની ગયાં. સંસારીપણામાં ઉત્કૃષ્ટ સુખી કહી શકાય તેવું જીવન હોવા છતાં સંયમાવસ્થામાં આવીને પોતાના ગુરુણીજી તથા વડીલ ગુરુભગનીઓના હૃદયમાં વિનય, નમ્રતા, સરળતા ભક્તિ આદિ ગુણોના કારણે સમુદાયમાં બધાંનાં પ્રીતિપાત્ર બન્યાં. વડીલ ગુરુભગિની પૂ.સા. શ્રી જયાશ્રીજી મ., પૂ. સા. શ્રી ચિંતામણિશ્રીજી મ. આદિ બધાની સુંદર ભક્તિ કરી સમુદાયમાં અમદાવાદ જેવા શહેરમાં સખત ગરમીના દિવસોમાં દૂર દૂર પણ ગોચરી જવામાં હંમેશાં તૈયાર જ હોય. દીક્ષા ગ્રહણ બાદ પોતાના સંસારી પતિ, પુત્રો આદિની પણ મમતા ઉતારી નાખી. પૂ. પરમગુરુદેવ આ.ભ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ તેમના ગુણોની અનુમોદના કરતા હતા. તેમના સંસારી સુપુત્ર મુનિ શ્રી ગુણશીલ વિજયજી (વર્તમાનમાં આચાર્ય)ને પૂજ્યશ્રીજી ઘણીવાર કહેતા હતા “તારી માતાએ તમારા બધાની પણ મમતા ઉતારી નાંખી છે વાસ્તવિકતામાં એ નિર્મમ છે.” પોતાના સંસારી સુપુત્રી બાલસાધ્વી શ્રી ઇન્દુરેખાશ્રીજીનું ઘડતર વડીલોની નિશ્રામાં ખૂબ સુંદર કર્યું જેના પરિણામે તેઓ આજે ૧૨ શિષ્યાપ્રશિષ્યાઓનાં ગુરુણીજી છે. વિ.સં. ૨૦૨૩માં પોતાના ગુરુ સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ. કાળધર્મ પામતાં વડીલ ગુરુભગિની પૂ. સા. શ્રી જયાશ્રીજીની નિશ્રામાં તેમને જ ગુરુવત્ માનીને પૂર્ણ સમર્પિત બનીને તેમના જીવનના અંત સુધી તેમની પણ પૂર્ણ કૃપા મેળવી. તેમની સેવામાં એવા તત્પર હતા કે પોતાના સંસારીપણાના પતિદેવ અને સુપુત્રની મુંબઈમાં ગણિ–પંન્યાસ પદવી પ્રસંગે સંસારીજનોનો આગ્રહ ખૂબ જ હતો પણ એ પ્રસંગે પણ ગુરુસેવાને ગૌણ કરીને પધાર્યાં નહીં. વિ.સં. ૨૦૪૧માં તપસ્વીરત્ન પૂ. મુનિ શ્રી ભદ્રશીલ વિ.મ. સપરિવાર કલકત્તા સંઘ તથા સ્વજનોની આગ્રહભરી વિનંતીથી તે તરફ પધાર્યા ત્યારે પણ ગુરુનિશ્રા ગુરુસેવાને જ મુખ્ય લક્ષ્ય બનાવી ત્યારે પણ પૂ.સા. શ્રી જયાશ્રીજી મ.ની નિશ્રામાં જ રહ્યાં. આજે પણ ૭૬ વર્ષની જૈફ વયે હાર્ટની તકલીફની વચ્ચે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy