SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૬ લોગસ્સનો કાયોત્સર્ગ, ૨૩ ખમાસમણા, આચાર્યપદની આરાધનાર્થે ૩૬ ખમાસમણા, અનેક તીર્થોના મૂળનાયક પરમાત્માને ૩--૩ ખમાસમણા તથા ૧૦૮ વાર નિત્યજાપાદિ ગમે તેવી વ્યાધિની અવસ્થામાં કે વિહારાદિના પરિશ્રમાદિના કારણે પણ પચ્ચક્ખાણ નહિ જ પાળવાનો જીવનના અંત સુધીનો અટલ નિશ્ચય તથા આચાર--વિચારની વિશુદ્ધતાના પોતાના પરિવારમાં સતત ચિંતાના સંસ્કારો એમની જીવનની સંસ્કારિતા અને સમર્પિતતાની ચાડી ખાનારા તત્ત્વો હતા. સ્વનામ ધન્ય મહાપુરુષ, સુવિશાલગચ્છાધિપતિ, તપાગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું આજીવન આજ્ઞા પારતન્ત્ય સ્વીકાર્યા બાદ તેઓશ્રીના મહાપ્રયાણ બાદ તેઓશ્રીના પટ્ટધરપદે પ્રસ્થાપિત સુવિશાલગચ્છાધિપતિ, પૂ.આ.ભ. શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાને વગર વિકલ્પે શિરોમાન્ય કરવામાં એ જ સમર્પિતતાનું દર્શન કરાવનારા સાધ્વીજીશ્રી જયાશ્રીજી મ. વિ.સ. ૨૦૫૨ કાર્તિક સુદ પૂર્ણિમાના ધન્યતમ દિવસે ચાતુર્માસ પરિવર્તનને દેહ પરિવર્તન સ્વરૂપે સ્વીકારી લઈ પોતાના વિશાળ સાધ્વીજી સમુદાયને નોંધારો છોડી દઈ અમદાવાદ પાલડી વિસ્તારમાં દશા પોરવાડ સોસાયટીમાં અપૂર્વ સમાધિપૂર્વક સ્વર્ગની વાટે સંચરી ગયા. સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ પરમગુરુદેવે પણ મૃત્યુનું મહાપ્રયાણ અમદાવાદ પાલડી વિસ્તારમાંથી કર્યું અને તેઓશ્રીજીની આજ્ઞાને ચરણે જીવનને સંપૂર્ણ સમર્પિત કરનાર, તેઓશ્રીના સાધ્વી સમુદાયના સુકાનીપદે સ્થાપિત સાધ્વીજી શ્રી જયાશ્રીજીએ પણ મૃત્યુ સમયે મહાપ્રયાણ એ જ પાલડી વિસ્તારમાંથી કર્યું. કેવો જોગાનુજોગ.... ઉત્તમ જીવન જીવનારા આત્માઓ આ જગતમાંથી જતાં જતાં આરાધનાનો અણમોલ ખજાનો સાથે લેતા જાય છે તેમ આરાધક આશ્રિતોને પોતાના આદર્શ જીવન દ્વારા આરાધનાનું અખૂટ ભાથું પણ આપતા જાય છે. સમસ્ત સાધ્વી સમુદાય માટે માતૃહૃદયા કરી શકાય એવા પૂ. સાધ્વીવર્યા શ્રી જયાશ્રીજી મ.ના ચરણોમાં કોટી વંદન. સૌજન્ય : સાધ્વીવર્યા શ્રી હંસપ્રભાશ્રીજી મ.ની પ્રેરણાથી સૌ. આશાબેન અજિતભાઈ શાહ, દાવણગિરિ-કર્ણાટક Jain Education International વાત્સલ્યનિધિ પૂ. સાધ્વીજી શ્રી નિર્મમાશ્રીજી મહારાજ જૈન શાસનના ગૌરવવંતા ઇતિહાસમાં શ્રમણ ભગવંતોની જેમ શ્રમણીરત્નોનું પણ અનુપમ યોગદાન રહેલું છે. જિન શાસનનાં અનેક શ્રમણીરત્નોએ જિનશાસનની અનુપમ આરાધના સાધના કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાનમાં પણ અનેક શ્રમણીરત્નો ઉત્કૃષ્ટ સાધના કરી શાસનની રક્ષા પ્રભાવનાના ગૌરવવંતા ઇતિહાસમાં સૂક્ષ્મ બળ પૂરું પાડી રહ્યાં છે. પૂજ્યપાદ જિનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં પરમ વિદુષી પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ.નાં શિષ્યારત્ના અને પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ના લઘુ ગુરુભગની વાત્સલ્યનિધિ પૂ.સા. શ્રી નિર્મમાશ્રીજી મહારાજ ત્રેવીસમા તીર્થપતિ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની સુવિખ્યાત સુથરી (કચ્છ)ની પુણ્યભૂમિના વતની અને વ્યવસાયાર્થે બરગડા (કેરળ)માં વસતા શ્રેષ્ઠી શ્રીમાન્ પદમશીભાઈ અરજણ ધરમશીનાં સૌભાગ્યશાલિની ધર્મપત્ની અ.સૌ. નેણબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૯૬ મહા વદ ૯ના મંગળ દિવસે તેમનો જન્મ થયો. છ છ ભાઈઓ અને ચાર ભગિનીઓની મધ્યમાં શોભતાં નવલબહેન બાલ્યાવસ્થાથી જ શાંત પ્રકૃતિના હતા. વિશાળ પરિવારમાં સૌના સ્નેહ ભાજન બનેલા નવલબહેન ૧૩ વર્ષની બાલ્યવયે સાંધવ (કચ્છ)ના વતની અને વ્યાપારાર્થે કલકત્તા જેવા પૂર્વના પ્રદેશમાં વસતા શ્રીયુત શિવજીભાઈ શામજીભાઈ લોડાયાના સુપુત્ર શ્રી ધનજીભાઈ સાથે લગ્નગ્રંથિએ જોડાયાં. બાલ્યાવસ્થાથી જ ધર્મની ભાવના હોવા છતાં બરગડા (કેરળ), કોચીન, કલકત્તા જેવાં ક્ષેત્રોમાં વરવાટ હોવાના કારણે શ્રમણ શ્રમણીગણના સમાગમના અભાવે વિશેષ ધર્મ આરાધના જીવનમાં ન'તી–છતાં પણ સરળતા, ઋજુતા, ઉદારતા, પરોપકાર પરાયણતા આદિ ગુણોથી તો તેમનું જીવન હર્યુંભર્યું હતું. શ્વસુર પક્ષમાં પણ બધાંના માટે સ્નેહનું ભાન બન્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy