________________
૯૭૮
વસુંધરાની જેમ છેલ્લી શતાબ્દિમાં પણ એ સાધ્વીરત્નાઓએ જીવન ગુણથી સુવાસિત કર્યું છે. તેઓના પણ એ સુગંધિદાર પુષ્પની પરાગનો અનુભવ કરી લઈએ.
(૧૩) પ્રવર્તિની સાધ્વી શ્રી પુણ્યશ્રીજી તેઓનું નામ. કહેવાય છે કે સાધ્વીવર્યા શક્તિસ્વરૂપા હતા. કોઈપણ ગચ્છવાડાને તેઓએ વિચારોમાં સ્થાન આપ્યું ન હતું. રામ ત્યાં અયોધ્યાની જેમ જ્યાં ગુરુના ચરણ ત્યાં પુણ્યનું સ્મરણ પાપનું હરણ' તેઓ માટે લોકજીભે કહેવાતું. તેઓશ્રીની નિશ્રામાં નાગોરથી સિદ્ધાચલજી તીર્થનો તથા ગ્વાલિયરથી સિદ્ધગિરિનો નાનો સંઘ શ્રાવકોએ કાઢ્યો. પ્રાયઃ દરેક ચોમાસામાં આગમસૂત્ર ઉપર મધુરવાણીમાં ધર્મદેશના આપતા હતા. પુણ્યચરિત્ર મહાકાવ્ય)
(૧૪) સાધ્વીજી શ્રી હ્રીઁકારશ્રીજી એમનું નામ. અચલગચ્છાધિપતિ પૂ. આ. ગુણસાગરસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તી એ સાધ્વીરત્ના, બાળબ્રહ્મચારી સાધ્વીજીએ બાર વર્ષની કુમળી વયમાં ગુરુમહારાજની કૃપાથી જ્ઞાનની સાધનાના શ્રીગણેશ કર્યા. સ્મરણશક્તિ તીવ્ર, ઉમંગ પણ અપૂર્વ એટલે લગભગ છ વર્ષમાં અઢાર વર્ષની ઉંમરે ૨૧૦૦૦ શ્લોક કંઠસ્થ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. નિકટવર્તી શ્રમણી પણ તેઓની ધગશ અને રમતમાં ૨૫-૫૦ ગાથા કરવાની શક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા. વંદન હો એ જ્ઞાનારાધક શ્રમણીને.
(૧૫) પૂ. યોગનિષ્ઠ આ... શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના એ શ્રમણીરત્ન. નામ સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી મ. જેમ ભ. મહાવીરે નંદનમુનિના ભવમાં માસક્ષમણને પારણે માસક્ષમણની ઉગ્નાતિઉગ્ર આરાધના કરેલ તેમ આ તપસ્વી સાધ્વીજીએ માતુશ્રીની પ્રેરણાથી વર્ધમાનતપની આરાધના શરૂ કરી અને એકસોમી ઓળીનું પારણું સં. ૨૦૩૮માં સામખીયારી (કચ્છ)માં કર્યું, જે તેઓની તપસ્યાનો બીજા શબ્દમાં અલ્પવિરામ હતો.
બસોમી ઓળીનું પારણું જ્યારે સુરેન્દ્રનગર કર્યું ત્યારે તેઓના આત્મામાં રહેલું વીર્ય સંપૂર્ણ રીતે વિકસ્યું. પરિણામે ૨૯૦મું પારણું ૨૮-૮-૧૦ના મંગળ દિવસે પુણ્યનગરી પૂનામાં ઉલ્લાસપૂર્વક કર્યું. લગભગ ૪૦ વર્ષથી સાડા ચૌદ હજાર આયંબિલ કર્યા. ઉપરાંત માસક્ષમણ વગેરે પણ કર્યું છે. ખૂબીની વાત તો એ છે કે હવે આ સાધ્વીજીએ તપની સાથે આહારસંજ્ઞાની ઉપર પણ અપૂર્વ વિજય મેળવ્યો છે. અત્યારે માત્ર પાણી સાથે ચાર દ્રવ્ય તે પણ ભાત-ખીચડી અને દાળના
Jain Education Intemational
જિન શાસનનાં
સહારે આયંબિલ કરે છે. તપ, સમતા, શાંતિ, સંતોષપૂર્વક કરતા હોવાથી અનેક આત્મા તેઓનું આલંબન લઈ જીવનમાં સુધારો કરે છે. તેઓએ એક અનુભવગમ્ય સૂત્ર બનાવ્યું છે કે નિરોગી રહેવું હોય તો ભાવપૂર્વક ધર્મ અને આયંબિલ કરો. શાસનદેવ તેઓના ઉત્તરોત્તર સંકલ્પ પૂર્ણ કરે.
(૧૬) લગભગ ૬૦ વર્ષ પૂર્વેની વાત. કલકત્તા-૯૬, કેનિંગ સ્ટ્રીટમાં સાધ્વીજી શ્રી રંજનશ્રીજી ચાતુર્માસ હતા. ગુજરાતથી તેઓ સમેતશીખરજી આદિ કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી પધાર્યા હતા. શત્રુંજયતીર્થના જેમ ૧૬-૧૭ મોટા જીર્ણોદ્ધાર થયા તેમ સમેતશીખરજી તીર્થના દર્શન કરતાં તેઓમાં તીર્થના ઉદ્ધારના ભાવ જાગ્યા. કલકત્તામાં એ તીર્થના વહીવટકર્તા બાબુજી રહે છે. તે વાત જાણ્યા બાદ જીર્ણોદ્ધારની ભાવનાને વેગ મળ્યો. કામ જો કે મોટું હતું પણ ભાવના તીવ્ર હોવાથી સાધ્વીજીએ મનની વાત પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ.ને કરી. પછી ગુજરાતી સંઘના ટ્રસ્ટી અને પ્રભુદાસ જેવા શ્રાવકોની પૂજ્યશ્રીની નિશ્રામાં મિટીંગ થઈ. ઉપરાંત બાબુજીની સાથે ચર્ચા વિચારણા કરી.
તીર્થરક્ષક ભોમિયાજીની સન્મુખ પણ ભાવના વ્યક્ત કરાઈ. ફળસ્વરૂપે કેટલાક નિયમો સાથે તીર્થનો જીર્ણોદ્ધાર શુભ દિવસે કરવાના અનુમોદનીય સમાચાર વહેતા થયા. આ કાર્ય માટે અમદાવાદના ભક્ત શેઠાણીની સારી રકમની જાહેરાત પણ શુભ ચોઘડીયે થઈ. ભાવના શું કરે છે તે આ ઉપરથી સમજાશે.
દર્શનશુદ્ધિરૂપે તીર્થભક્તિ સ્વરૂપે જીર્ણોદ્વારનું ઉમદા કાર્ય આ રીતે નિર્વિઘ્ને પૂર્ણ કરી સાધ્વીજી ધન્ય બન્યા. કહેવાય છે કે આ રીતે તીર્થનો ૨૨મો ઉદ્ધાર થયો અને તેની ફરી પ્રતિષ્ઠા સં. ૨૦૧૭ મહાવદ-૭ના શુભ ચોઘડીયે પૂ.આ.શ્રી માણિયસાગરસૂરિજી મ. અને વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં થઈ. આ ઉદ્ધારમાં લગભગ ૧૭-૧૮ લાખનો સર્વ્યય એ જમાનામાં થયો હતો.
(૧૭) મંત્ર-તંત્ર-યંત્ર અને ધ્યાન એ એક શક્તિપીઠ છે એમ કહીશું તો ખોટું નથી. જેમ જેમ એ શક્તિની સાધના કરવામાં આવે તેમ તેમ ધર્મપ્રભાવનાના કલ્પેલા કાર્યો અલ્પકાળમાં પૂર્ણ થાય છે. તેવો જાતિ અનુભવ સાધ્વીજી શ્રી વાચેંયશાશ્રીજી (બેન મ.)ની પ્રવૃત્તિઓના કારણે માનવો પડે.
વચનસિદ્ધિ, શાસનપ્રભાવનાની તીર્થોદ્ધાર કરવાની તમન્ના આગવી સૂઝ-બૂઝના કારણે તેઓશ્રીએ આ ક્ષેત્રમાં સારો
For Private & Personal Use Only
www.jainelibrary.org