SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ જિન શાસનનાં સંયમમાર્ગે પ્રયાણ : સંવત ૨૦૫૯ ફાગણ સુદી ૨ ના વાલાણી પરિવાર પહોંચ્યો ખીમત મુકામે અને ગુરુદેવની પાસે માંગણી કરી–“અમારા ભાઈને આપનાં ચરણોમાં આવવું છે ને સંયમનો વેશ ધારણ કરવો છે ને પરમાત્માના પંથે ચાલવું છે તો આપ મુહૂર્ત પ્રદાન કરો.” ગુરુદેવે ચૈત્ર વદ૫ નવસારી મુકામે દીક્ષા- પ્રદાનનું મુહૂર્ત અર્પણ કર્યું. સમગ્ર પરિવારના આશીર્વાદ મેળવી પોતાનો પથરાયેલો કારોભાર આટોપી આપણા ચરિત્રનાયક પોતાના સર્વ પરિવાર સાથે નવસારી મુકામે સં. ૨૦૫૯, ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે ને શુભ મુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે પરિવારનાં પાંચ સભ્યો સંસારી મટી સંયમી બન્યા. અભ્યાસક્ષેત્ર : રવેલ-ભાભર-મહેસાણા-મુંબઈ–બીકાનેર કર્મક્ષેત્ર : રવેલ–અમદાવાદ-પાલનપુર-ઝીંઝુવાડા-મુંબઈ ઉમેદપુર-થરાદ -સતલાસણા ધર્મપ્રચાર ક્ષેત્ર : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક સાહિત્યક્ષેત્ર : ચરિત્રનાયકે સં. ૨૦૩૮ માં પ્રથમ પ્રકાશન કરેલ વાવણી કરી લો * “પૂન્યની ચાવી’ * શિક્ષણની સાચી દિશા'. ઉપરોક્ત ત્રણ પ્રકાશનો બાદ સં. ૨૦૪૪ માં ઉમેદપુરથી સુન્દરમ્ નામના માસિકનો પ્રારંભ કર્યો પરંતુ રજિ. સં. ૨૦૪૬ માં થરાદ કરાવતાં સુન્દરમાંથી અહમ્ સુન્દરમ્ માસિક નામ રાખી ચાલુ રાખ્યું. આજે ભારતભરનાં ૧૧ રાજ્યો અને આફ્રિકા-અમેરિકા પણ તે માસિક જાય છે. તે માસિકમાં અનેક વિશેષાંક પણ સુંદર મહેનત કરી પ્રકાશન કરેલ છે. | (૪) “સ્વાધ્યાયસંહિતા–ભા. ૧” (૫) “પદ્માવતી– માણીભદ્રવીર મહાપૂજન-હવન' (૬) મંગલાચરણ (૭) સુણો મેરે પરમાત્મા. (૮) “મૃત્યુ મહાયાત્રા' (૯) “રવિયોગ પ્રશ્નમંચ' (૧૦) “રવિકથા હરે વ્યથા' (૧૧) “ઉદય સોમ અષ્ટાદ્વિકા'. (૮) તારે તે તીર્થ, (૯) ગુણ વૈભવ (૧૦) જિનાગમ પ્રિય પદાર્થ (૧૧) મૃત્યુ મહાયાત્રા (૧૨).રવિકથા હરે વ્યથા (૧૩) રવિયોગ પ્રશ્નમંચ (૧૪) ઉદય સોમ અષ્ટાન્ડિકા (૧૫) એક જ આશરો તમારો. કાવ્યશક્તિ : અનેક ગેહુલિ-પદ્ય-સઝાયની સાથે પરમાત્માની ચોવીશીની રચના પણ ચરિત્રનાયકે કરેલ છે. વિધિવિધાન ક્ષેત્ર : અનેક ગામ-નગરમાં પ્રતિષ્ઠાદરેક પ્રકારનાં પજનો ભણાવી પોતે પરમાત્મા ભક્તિમાં લીન બની અનેકને પરમાત્મરસિક બનાવેલ છે. ૧૦૮ પાર્શ્વનાથ ધામ : ૧૦૮ પાર્શ્વનાથ સહ શ્રી વાસુપૂજ્ય જિનાલયની નિર્માણની પ્રતિષ્ઠા કરાવેલ છે. શાસનકાર્ય : અનેક આત્માને સમ્યગુજ્ઞાન આપી વૈરાગ્ય મજબૂત કરી પરમાત્માના માર્ગે પ્રયાણ કરવામાં પ્રેરક બનેલ છે. ગૃહાંગણે જિનમંદિર નિર્માણ કરી પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરેલ છે. સામાયિક બેંકની સ્થાપના કરી ચારિત્ર ને સાધર્મિક પ્રત્યે તેમના હૃદયનો ભાવ દર્શાવ્યો છે. માસિકપત્ર શરૂ કરી જ્ઞાનપ્રચારની રસિકતા દર્શાવી છે. ચરિત્રનાયકનું જીવન જોતાં અનેક ગુણો પ્રદર્શિત થાય છે. --આલેખન : શ્રી પ્રિય-આગમરત વિ.મ.સા. સૌજન્ય : માતૃવત્સલા શાન્તાબા-લા, મુક્તાબેન-નવસારી, કિરણદેવી-બેંગલોર તરફથી પ્રભુવીરના માર્ગનું આચરણ કરનાર મુનિવર પૂ. ગણિવર્યશ્રી જગતદર્શનવિજયજી મ.સા. જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ - પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા વર્ધમાનતપોનિધિ પૂજ્ય આ. શ્રી વિજય ગુણયશ સૂ.મ. તથા પ્રવચન પ્રભાવક પૂ.આ. શ્રી વિ. કીર્તિયશ સૂ.મ.ના નિશ્રાવર્તી વર્ધમાનતપોનિધિ પરમતપસ્વી પરમ સંયમી પૂજ્ય ગણિવર્ય શ્રી જગદર્શન વિજયજી મહારાજ કે જેઓ આજથી ૨૫ વર્ષ પૂર્વે ગુજરાતના પાટડી મુકામે સંસાર ત્યજી સંયમી બન્યા હતા. મૂળ રાજસ્થાનના રાણકપુર તીર્થ પાસે આવેલ એક નાનકડા ગામ-ખારડાના એ વતની હતા. ધંધોવ્યવસાય કરવા માટે મુંબઈ વસવાટ કર્યો. જીવનમાં ધર્મની જાગૃતિ લાવવા અને પરિવારને પણ ધર્મથી વાસિત કરવા મુંબઈને પણ દેશવટો આપી ગુજરાતમાં રાજનગર અમદાવાદમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy