________________
.
ઝળહળતાં નક્ષત્રો
પુત્ર ઉપર સંવત ૨૦૧૮ માં મહા સુદ તેરસના દિને વિજયમુહૂર્ત પસાર થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રનો યોગ છે. તે સમયે તારાબહેને પોતાની કુક્ષિએથી ચરિત્રનાયકને જન્મ આપ્યો. રાજેશ એવું નામ જાહેર કર્યું
પાંચ વર્ષની ઉંમર થતાં પિતાશ્રીએ શાળામાં દાખલ કર્યો, સાથે સાથે પિતાશ્રીએ પણ સંસ્કાર અને જ્ઞાન ઘડવાનો પ્રારંભ કર્યો, પરંતુ બાલ્યાવસ્થાથી જ એકલપણામાં રાચવાને ઇચ્છતો ગમે ત્યાં જઈ એકાંતમાં બેસી રહેતો.
ટર્નીંગ પોઇન્ટ : રાજેશને વ્યાવહારિક પુસ્તકો કરતાં ધાર્મિક પુસ્તકો અને કથાયોગમાં ખૂબ જ રસ હતો....ગમે તે ઘડીએ જે પુસ્તક હાથમાં આવે તે પુસ્તક પૂર્ણ કરીને જ મૂકે. વાચન તેમનો પ્રિય શોખ હતો. “એક વખતની વાત છે તે તેમના જીવની ભાત છે. સોનેરી પળની વાત ગુરુદેવની મુલાકાત.''
મહેસાણા પાઠશાળામાં પ્રવેશ : પૂજ્ય પિતાશ્રી પાસે સંયમની અનુમતિ માંગતાં પિતાશ્રી અને ગુરુદેવની ઇચ્છા ને આજ્ઞા સ્વીકારી ચરિત્રનાયક મહેસાણા પાઠશાળામાં દાખલ થયા અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. વિદ્યાગુરુઓનો પ્રેમ સંપાદન કરવા સેવા ભક્તિના રસિયા બન્યા. હૃદયની સરળતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે સંવત ૨૦૩૨ના જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ પ.પૂ.પં. અભયસાગરજી મ.ની કૃપાથી મેળવી. પૂર્વભવના માતાપિતાને મળ્યા. સં. ૨૦૪૯માં ફરી પાલનપુર પાઠશાળામાં જોડાયા અને દ્વિતીય પુત્રરત્નને જન્મ આપ્યો ને તેનું નામ અર્પિત પાડ્યું. તે નામ પાછળ પણ કંઈક ભાવિસંકેત હશે, કારણ કે આપણા ચરિત્રનાયક જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક શક્તિના સ્રોત હતા અને મંત્ર–તંત્ર નિપુણતા મેળવવા તેમના જીવનની લઘુતા પણ જોવા જેવી છે. સં. ૨૦૫૦ માં અમદાવાદને તેમના જીવનનું કર્મ–ધર્મક્ષેત્ર બનાવી પાઠશાળામાં અધ્યાપન, સાધુ-સાધ્વીને અધ્યાપન, વિધિવિધાન ક્ષેત્ર, આગવું નામ, માસિક પ્રકાશનથી પ્રખ્યાતિના ગગનમાં વિહરવું, સોના-ચાંદીના, ધીરધારના, ટ્રાવેલ્સના અને લોટરી–વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. એક સાથે ૭–૭ ધંધા કરતા હોવા છતાં જ્યારે જુઓ ત્યારે નિવૃત્ત જોવા મળે અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં સેવા આપે તેમજ આધિ-વ્યાધિને ઉપાધિથી પીડાતા અનેક વ્યક્તિના શાન્તિદૂત બનીને આપણા ચરિત્રનાયક તેમના જીવનમાં આગળ વધતા હતા. ત્યાં તેમનાં ધર્મપત્નીએ સાચા અર્થમાં સાથ નિભાવ્યો ને
Jain Education Intemational
૯૫૭
ચરિત્રનાયકની ઇચ્છાને માન આપી બાળકોના વૈરાગ્યઘડતરમાં અને તે તપધર્મમાં જોડાયાં. ૫૦૦ આયંબિલ તપ-૨ વર્ષીતપઅટ્ટાઈતપની આરાધના કરી. ચરિત્રનાયકનાં ધર્મપત્ની જયશ્રીબહેન પણ વૈરાગ્યપંથવાસી બનવા થનગની રહ્યાં.
ગુરુદેવની પ્રાપ્તિ : સં. ૨૦૫૯ વર્ષના પ્રારંભે ડીસા મુકામે ઉપધાન થાય છે, તેના સમાચાર ચરિત્રનાયકને મળતાં ઘરનાં સભ્યોને કહ્યું ચારિત્રની તાલીમ એટલે ઉપધાન તપ જો તમારી દીક્ષાની તૈયારી હોય તો ઉપધાન કરી લો તમને ખ્યાલ આવે દીક્ષા શું ચીજ છે? ત્યાં શું કરવાનું છે? કેવો ત્યાગ? કેવી તપશ્ચર્યા ને કેવી દિનચર્યા? આ બધા પ્રશ્નના જવાબરૂપ ઉપધાનતપ આવશ્યક છે. ચરિત્રનાયકનો પરિવાર ચરિત્રનાયકની ઇચ્છાને આધીન હતો, એટલું જ નહી તેમના વચનના સો ટચના બોલને પાળનારો હતો. તેથી તરત જ તૈયારી કરી. ડીસા મુકામે પ.પૂ. આ. અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કર્યો ઉપધાન તપનો પ્રારંભ. ગુરુદેવે તેમના વૈરાગ્યને મજબૂત બનાવ્યો. ચરિત્ર નાયકને પ્રશ્ન હતો અનેક પૂ. મહાત્માના સંપર્કમાં હતા. કોને જીવન સમર્પિત કરી સંયમ જીવન જીવવું તેવી દ્વિધા અનુભવતા હતા, ત્યાં પરિવારનાં સભ્યોએ કહ્યું “દોઢ માસથી અમો આ ગુરુદેવના સાન્નિધ્યમાં છીએ' અમને તો અનુકૂળ આવે છે, સ્વભાવ ગમે છે' છતાં આપની જેવી ઇચ્છા.” ચરિત્રનાયકે કહ્યું, “આપનાં પિતાશ્રી—માતુશ્રીના ગુરુદેવ છે તેમ જ આપણા બન્ને ભાઈઓના ગુરુદેવ છે' તેથી આપણને કંઈ તકલીફ ન હોય પરંતુ આટલા પૂ. મહાત્માઓ મારા પરિચિત ને ઉપકારી છે તેમાં પૂજ્યશ્રી પરિચિત જરૂર છે, પરંતુ ઉપકારની દૃષ્ટિથી હું ગુરુદેવની નિકટતમ આવેલ નથી, તેમજ ઉદારતાની દૃષ્ટિમાં ક્યારે કંઈ જોયું નથી છતાં તમારી બધાની ઇચ્છા હોય તો મારી ના નથી કારણ કે મારા પિતાશ્રીના ગુરુદેવ તે મારા ગુરુદેવ જ હોય.” બસ નિર્ણય લેવાઈ ચૂક્યો ને ગુરુદેવને જીવન સમર્પિત કરવું તે પાકું થઈ ચૂક્યું.....ત્યાં તો વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં હતું.
કલ્યાણક ભૂમિની સ્પર્શના : ચરિત્રનાયક ધર્મપત્નીના વચનથી બંધાયેલ હતા. આપણા ચરિત્રનાયકમાં તે
ગુણ જોવા મળ્યો છે. ‘વચનના ખૂબ પાક્કા' વચન આપે નહીં
આપ્યા પછી ફરે નહીં......ધર્મ- પત્નીએ એક વર્ષ સાથે સમ્મેતશિખરની યાત્રા કરવાની માંગણી કરેલ.....આપણા ચરિત્રનાયકનો પરિવાર એકલો જ સમેતિશખર–રાજગૃહિ, ચંપાપુરી–પાવાપુરી તીર્થયાત્રાએ પહોંચ્યો ને દર્શનશુદ્ધિ કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org