SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક હાલારતીર્થ આરાધનાધામ જામગનર જિલ્લામાં દ્વારકા હાઈવે ઉપર ખંભાળીયા તાલુકા વડાલીયા સિંહણના વતની શેઠવાઘજી નાંગયારશાહ પરિવારે સને ૧૯૮૩માં ‘આરાધના ધામ’ સંકૂલની સ્થાપના કરી. યાત્રિકોની સુવિધા માટે એકસો જેટલા અધતન સગવડતાવાળા રૂમો તથા પાંચ જેટલા મોટા હોલબનાવેલ છે, ત્રણ ટાઈમટોકનદરે જૈન ભોજનકોઈપણ જાતનાનાત-જાતના ભેદભાવ વગર આપવામાં આવે છે. બાગબગીચાઓ, ચિલ્ડ્રન પાર્ક, પુષ્પોથી આચ્છાદિતગાર્ડનનયનરમ્ય વાતાવરણ ટુરીસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. છે. હાલાર તીર્થ સને ૧૯૯૩માં મુનિરાજ મહાસેન વિજયજી મ.સા.ની પ્રેરણાથી દેરાસરજીમાં પ્રભુશ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી તથા ઉપરગભારામાં રંગબેરંગી કાચનામંદિરમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી . - . : ભવ્યાતિભવ્ય આર્ટ ગેલેરી : . સર્વધર્મ-સંસ્કૃતિ-વ્યસનોની મુક્તિની આબેહબ બંગાળી આર્ટીસ્ટો દ્વાર સ્ટેચ્યું તથા લાઈટીંગ ઈફેક્ટવાળી જૈનતીર્થોમાં, સર્વપ્રથમ આર્ટગેલેરી અહીં બનાવવામાં આવી છે. પ્રાચીન-અર્વાચીન પ્રસંગોની ભાત પાડતી સુંદર આર્ટ ગેલેરી જોવી એક લ્હાવો છે. છે. નવકાર સાધના પીઠ : એ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમનવકારમંત્રની સાધના માટેની પીઠ ૫૦ ફ્ટ x ૫૦ ફ્ટનો અંડરગ્રાઉન્ડમેડીટેશન હોલની અંદર૬૮ લાખ હસ્તલિખીત નવકારમંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી છે. તેની ઉપર ૧૦૮ ટની ઉંચાઈવાળો પંચપરમેષ્ઠી સ્તંભ છે. ભાવિકો દ્વારા ટુંકા ગાળામાં છ કરોડથી વધુ નવકારમંત્રના જાપ કરવામાં આવ્યા છે. જે આજે વિશ્વશાંતિ માટેનો સંદેશ આપે છે. કોઈપણ યાત્રિક આ પીઠની અંદર આવીનવકાર જાપકરી શકે છે. , પાંજરાપોળ : ૨ સને ૧૯૮૫માં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે વાઘજીભાઈએ પાંજરાપોળની સ્થાપના કરી તે વખતે પાંજરાપોળની સ્થાપના કરી તે વખતે ૧૦૦૦૦ જેટલા પશુઓનો નિભાવ કર્યો હતો ત્યારે ભારતના સ્વ વડાપ્રધાન રાજીવગાંધી તથા સોનિયા ગાંધીએ ત્યારે મુલાકાત લીધી હતી. હાલમાં પણ ૧૧૫૦ જેટલા અબોલ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. દર વર્ષે પશુરોગ નિદાન કેમ્પ-સર્વરોગ નિદાન કેમ્પઆઈ કેમ્પની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. | આમ, ત્રિવેણી સંગમરૂપી આ તીર્થમાં સેવાકીય પ્રવૃતિઓની જ્યોત બારેમાસ જલતી રહે છે. વૃક્ષોથી આચ્છાદિત ધર્મની આહલેક જગાડનારા આરાધનાધામમાં વર્ષેદહાડે પાંચ લાખ જેટલા યાત્રિકો અહીં મુલાકાત લઈ અધતન સગવડોથી સંતોષ પામે છે. જે ગુજરાત અને જામનગર જિલ્લામાં એક ગૌરવરૂપ યાત્રાધામ છે. | વર્તમાનમાં પં. શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી ટ્રસ્ટમંડળસેવાકીય પ્રવૃતિઓ વિકાસ કરી રહ્યાં છે. જામનગર થી ૪૫ કિ.મી. દ્વારકા હાઈ-વે ફોન: (૦૨૮૩૩) ૫૪૧૫૬, ૫૪૧૫૭, ૫૪૧૫૮, પ૪૦૬૩ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy