SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૮ જિન શાસનનાં સૂચિતગ્રંથના પ્રેરક પ્રવચન પ્રભાવક વિદ્વદ્વર્ય પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.સા. ધર્મભૂમિ ભારતમાં અનેક ધર્મદર્શનો વચ્ચે જૈન શાસનના રત્નાકરમાંથી ચારિત્ર્ય અને પવિત્ર્યના પ્રતિકરૂપે અનેક સંયમરત્નો રત્નદીપક બની પ્રકાશી રહ્યાં છે. | કચ્છની ધીંગી ધરાએ ભૂજ મુકામે વિક્રમ સં. ૨૦૧૬ અષાઢ સુદી-૭ ઈ.સ.૧૯૬૦ ૧ જુલાઈના રોજ ધર્મનિષ્ઠ શ્રાવક જગજીવન માણેકચંદ વસાને ત્યાં ધર્મપરાયણ ચંદનબેનની કુક્ષીએ એક પુત્ર રત્નનો જન્મ થયો. નામ પ્રકાશકુમાર રખાયું. ધાર્મિક જ્ઞાન અને વ્યવહારિક અભ્યાસ કરતાં કરતાં બચપણથી જ અધ્યયનનો સારો લાભ મળ્યો. પૂજ્યશ્રીની પ્રતિભાનું દર્શન અલૌકિક રહ્યું છે. પૂર્વજન્મના કોઈ પ્રબળ સંસ્કારોએ આ બાળકને નાની ઉંમરથી દીક્ષાનો ભાવ દઢ બનતો રહ્યો, સંયમજીવનની ઉચ્ચત્તમ સાધના માટે મન હંમેશા ઉત્સુક હતું. ધર્મનિષ્ઠ માતા ચંદનબેનની પ્રેરણા પણ સતત મળતી રહેલી. પ્રકાશકુમારની બને માસીઓ, તેમનો પરિવાર તથા કાકાની છોકરી વિગેરેએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. સં. ૨૦૧૬માં ઉત્તર ગુજરાતના પાટણ મુકામે નવ વર્ષના દુધમલીયા પ્રકાશકુમારને તેમના માતાપિતાએ પૂ. ગુરુદેવ પં. કલાપૂર્ણવિજયજી મ.ના ચરણોમાં વહોરાવારૂપે ભાવથી સમર્પિત કરેલ. બે વર્ષ મુમુક્ષુપણામાં રહીને નાની ઉમ્રમાં હજારો ગાથાઓ કંઠસ્થ કરી લીધી. ગુરુદેવ સાથે વિહારોમાં પણ રહીને સારું એવું ઘડતર થયું. કુમળી બાલ્યવસ્થામાં ૧૧ વર્ષની ઉમ્રમાં ૧૧ સામુહિક દીક્ષા સાથે પ્રકાશકુમારની દીક્ષા વિ.સં. ૨૦૧૮ મહાસુદ-૧૪ના શુભ દિને ભૂજ નગરે ભારે ઠાઠમાઠથી સુસંપન્ન થઈ. નામ મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી ઘોષિત થયું. દીક્ષા તથા વડીદીક્ષા આ. વિજય દેવેન્દ્રસૂરિજી મહારાજના તથા પંન્યાસશ્રી કલાપૂર્ણવિજયજી મ.ના વર હસ્તે થઈ, વિ.સં. ૨૦૫૬, મહાસુદ-૬ના ગણિપદવી વાંકી તીર્થમાં પૂ.આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.ની નિશ્રામાં થઈ. પંન્યાસ પદવી વિ.સં. ૨૦૫૯, વૈ.સુ. ૭ના મહારાષ્ટ્રમાં શાહપુર ભુવનભાનુ માનસમંદિરમાં વિશાળ શ્રમણ સાર્થાધિપતિ ગીતાર્થ મૂર્ધન્ય પ.પૂ.આ.શ્રી વિજયજયઘોષસૂરિજી મ. તથા કચ્છ વાગડ સમુદાયનાયક પૂ ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરિજી મ.સા.ની નિશ્રામાં થઈ. પૂજ્યશ્રીના જીવનકવનમાં ડોકિયું કરતાં એક વાત આ ગ્રંથ સંપાદકના મનમાં બહુ જ દઢ બની છે કે પૂજ્યશ્રી જમાનાની દૂષિત હવાથી ઘણા જ અલિપ્ત રહી શક્યા છે. સાચી સાધુતાના બધા જ લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળ્યા. જિનશાસનને ઝળહળતું રાખવામાં આવા નિસ્પૃહી સંતો જ વધુ કાર્યશીલ રહ્યા છે. ગુરુદેવ પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.ની નિશ્રામાં રહીને ધાર્મિક અભ્યાસ, તત્ત્વચિંતન, અનુપ્રેક્ષા, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy