________________
ઝળહળતાં નક્ષત્રો
લઘુશાંતિસૂત્ર શીખવ્યું હતું. બીજા પણ શાસનસમર્પિત પૂજ્ય મહાપુરુષોએ જંબૂકુમારના આત્મિક ઉત્થાનમાં પ્રેરકબળ પૂર્યું હતું.
નાનપણથી જ પરમાત્મભક્તિમાં ભાવોજ્વલતા, નિયમિતતાના આગ્રહી સાથોસાથ ઘરમાં રહ્યાં રહ્યાં પ્રકરણભાષ્ય-કર્મગ્રંથો આદિના અભ્યાસને કંઠસ્થ કર્યો હતો. પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રશીલવિજયજી ગણિવર્ય દીક્ષાજીવનની તાલીમ લેવા માટે પૂજ્યપાદ ગુરુદેવશ્રીજીના ચરણોમાં મુમુક્ષુપણે સ્થિર કરવામાં પ્રથમ પ્રેરણાસ્રોત બન્યા. તો બે વર્ષ સુધી મુમુક્ષુજીવનમાં સંયમજીવનની સુંદર તાલીમ અને શ્રેષ્ઠ ઘડતર કરવામાં પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા ઉપકારક બન્યા.
દીક્ષાધર્મનો જયનાદ જગવતાં પૂજ્યપાદશ્રીના વરદ્ હસ્તે સૌરાષ્ટ્રદેશની શૌર્યવંતી ધરા સુરેન્દ્રનગર મુકામે નવનિર્મિત શિખરબદ્ધ જિનાલયે મૂળનાયક શ્રી વર્ધમાનસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા અવસરે ઉજવાયેલ ઐતિહાસિક ૨૧ પુણ્યાત્માઓની દીક્ષા પ્રસંગે જંબૂકુમાર સંયમી બની પૂજ્યપાદશ્રીજીના ૮૬મા શિષ્ય બાલ મુનિરાજ શ્રી જિનદર્શનવિજયજી બન્યા અને ફઈ કું. જયલક્ષ્મીબહેન પણ પ્રવ્રુજિત બની પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી જયાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી શ્રી જિતમોહાશ્રીજી બન્યા.
પૂજ્યપાદ ગુરુદેવશ્રીજીની શીતલછાયામાં, પૂજ્ય આ.ભ.શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા અને પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના અસીમ કૃપાપાત્ર બની તેઓ શ્રીમદ્ પાસેથી મળતી મહામૂલી ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષા આત્મસાત્ કરતા બાલમુનિ પ્રકરણ
Jain Education International
૯૩૫
ગ્રંથો,
સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-આગમ-જ્યોતિષ-શિલ્પાદિનો અભ્યાસ કરવાપૂર્વક સંયમ જીવનની સાધનામાં ઓતપ્રોત
બન્યા.
કાર્યદક્ષતા, સહિષ્ણુતા, સરલતા, ગુર્વાશાપાલનમાં સદા તત્પરતા, પ્રત્યેકની સાથે સૌહાર્દભર્યો વ્યવહાર, વિનય, વૈયાવચ્ચ આદિ ગુણોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા બાલમુનિને ઉભય પૂજ્યોએ વિ.સં. ૨૦૩૭ થી પૂજ્યપાદ પરમતારક ગુરુદેવશ્રીજીની નિકટતાથી સેવા કરવામાં નિયુક્ત કર્યા અને સં. ૨૦૪૭ સુધી એ લાભ મેળવી પૂજ્યશ્રી ધન્ય બન્યા. ગુરુકૃપાબળે વૈયાવચ્ચ સાધનામાં પણ અગ્રેસર બની તેઓશ્રીએ અનેક ગ્લાન, વૃદ્ધ મહાત્માઓની અને પિતા મુનિવર તપસ્વી પૂ. મુનિરાજશ્રી પુણ્યરતિવિજયજી મહારાજશ્રીની ભક્તિનો લાભ મેળવી, તેઓના અંતરના આશિષ પણ પ્રાપ્ત કર્યા.
પરમકૃપાળુ પરમાત્મા તથા પરમ ગુરુદેવોના કૃપાબળે સં. ૨૦૫૯માં શ્રી સિદ્ધગિરિરાજની શીતલછાયામાં પૂ.આ.શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મહારાદિ ૧૪ આચાય ભગવંતોની નિશ્રામાં ગણિપદ પદારુઢ થયા. સં. ૨૦૬૧માં શ્રી સિદ્ધગિરિરાજની શીતલછાયામાં પૂ.આ.શ્રી વિજયનયવર્ધનસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે પંન્યાસપદથી અલંકૃત થયા. વિ.સં. ૨૦૬૭ના પોષ વદ-૧ના તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજની શીતલછાયામાં પૂજ્યપાદ સિદ્ધહસ્ત લેખક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાદિ પ્રભાવક પૂજ્યોની શુભનિશ્રામાં જૈનશાસનનાં મહિમાવંતા પંચપરમેષ્ઠિના તૃતીયપદ આચાર્યપદે પદારુઢ થયા.
સૌજન્ય : પુન્યરાશિ ગિરિરાજ ભક્તિ પરિવાર
વિ.સં. ૨૦૬ સુધીમાં ૨૦૫ થી વધુ સંઘોમાં થયેલ નવલખા નવકાર જાપ અનુષ્ઠાન પછીના સ્થપાયેલ ૧૦૮ થી વધુ મંડળોમાં
ઉપરોક્ત દૃશ્ય છે. પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)ની પ્રેરણાથી અહમદનગર શ્વે. મૂ.પૂ. સંઘના ઉપાશ્રય મળ્યે પ્રારંભ થયેલ સામૂહિક મૌન જાપ, જેમાં ૧૩૫ થી વધુ સદસ્યો જોડાયેલા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org