________________
ઝળહળતાં નક્ષત્રો
શ્રુત મહાપૂજાનું અકલ્પનીય આયોજન પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ થવા પામ્યું. તેના દર્શન માટે બે લાખ લોકો દેશભરમાંથી ઉમટ્યા હતા અને સતત ૯ દિવસ સુધી આ સીલસીલો જારી રહ્યો. તે જ પ્રસંગે વૈશાખ સુદ-૭ને તેઓશ્રીને પંન્યાસપદે સ્થાપન કરાયા. કોંકણ પ્રદેશના કલ્યાણ, થાણા, ડોંબિવલી, ભિવંડી, કર્જત, પેણ, કામશેત, જેવા અનેક સંઘોમાં ચિરસ્થાયી સુવાસ ફેલાવતું વિચરણ અને શુદ્ધ ધર્મ પ્રદાયક ચાતુર્માસ થયા. ડીસા હાઈવે ઉપર ચૌમુખજી શ્રી સંભવનાથ પ્રભુનું મંદિર, પાલનપુર પાસે શ્રી મહાવીરધામ-ચડોતર, વાસરડા જૈન સંઘમાં શિખરબદ્ધ જિનાલય, કલ્યાણ મયકર પાર્ક જિનાલય અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઉદવાડા માનવમંદિર કોમ્પ્લેક્ષ કલ્યાણમાં શ્રી નેમિનાથ જિનાલય વગેરે અનેક તીર્થો– જિનાલયોના નિર્માણ-જિર્ણોદ્ધારમાં પૂજ્યશ્રીનું શાસ્ત્રીય માર્ગદર્શન અગ્રિમ રહ્યું. વિ.સં. ૨૦૬૬નું સિદ્ધગિરિ તીર્થે ૯૦૦ આરાધકોનું ચાતુર્માસ, ઉપધાન તપ, ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા વગેરે અનેક કાર્યોથી શાસન પ્રભાવક ચાતુર્માસ પરિપૂર્ણ થયું. વિ.સં. ૨૦૬૭ પોષ વદ-૧ તા. ૨૦-૧-૨૦૧૧ ગુરુવારના શુભ દિને સિદ્ધગિરિની પવિત્ર ધરા પર પૂજ્ય ગુરુદેવો દ્વારા જૈન શાસનના તૃતીયપદે—આચાર્યપદે આરૂઢ
કરાયા.
હૃદયસ્પર્શી પ્રવચનકાર પૂ. આચાર્ય શ્રી વિજય યુગચન્દ્રસૂરીશ્વરજી મ. શ્રુતરક્ષા સંકલ્પશિલ્પી તરીકે પ્રસિદ્ધ છે. છેલ્લા દસેક વર્ષથી જૈનશાસનના વિરાટ શ્રુતજ્ઞાન-ખજાનાને સુરક્ષિત કરવા હસ્તલિખિત કરાવવાનું મોટાપાયે આયોજન તેઓશ્રીના માર્ગદર્શનતળે ચાલી રહ્યું છે. વર્ધમાન શ્રુતગંગા
ટ્રસ્ટના અન્વયે શંખેશ્વર તીર્થે વિરાટ શ્રુતમંદિરની પરિકલ્પના આકાર લઈ રહી છે. જૈન સંઘના સમગ્ર સમુદાયો અને ગચ્છોના પૂજ્ય આચાર્યાદિ ગુરુભગવંતોના આશીર્વાદ માર્ગદર્શનાનુસાર શ્રુતરક્ષાના આ કાર્યને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. શ્રુતમંદિર મુંબઈ દ્વારા ૧૫૦થી અધિક લહીયાઓ આજે જુદા જુદા સ્થળે છેલ્લા પાંચેક વર્ષથી નિરંતર લખવાનું કાર્ય કરી રહ્યા છે. જેના દ્વારા ૪૦૦૦ ગ્રંથો ૭૦૦ વર્ષ ટકાઉ સાંગાનેરી કાગળ પર દેશી શ્યાહીથી કંડારાઈને સુરક્ષિત થઈ ચૂક્યા છે. જૈન શાસનના અવિભાજ્ય અંગ આગમ-શ્રુતને અક્ષુણ્ણ બનાવવાના ભવ્ય સ્વપ્નદૃષ્ટા તરીકે જૈનસંઘ જેઓને નિહાળી રહ્યો છે એવા નૂતન આચાર્યદેવશ્રીના ચરણોમાં અનન્તશઃ વંદના.
Jain Education International
૯૨૯
પૂજ્યશ્રીની સંક્ષિપ્ત જીવન તવારીખ સંસારી નામ : નવીનકુમાર
માતા-પિતા સૂરજબેન રીખવચંદભાઈ સંધવી જન્મ સંવત : વિ.સં. ૨૦૨૦ અષાઢ સુદ-૧૧ વતન–દીક્ષા સ્થળ : વાસરડા
દીક્ષા દિન : વિ.સં. ૨૦૩૭, વૈશાખ સુદ-૬ દીક્ષા પ્રદાતા : પૂ.આ.શ્રી મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગુરુદેવ : પૂ.આ.શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગણિપદ : વિ.સં. ૨૦૫૮, પોષ વદ-૧ સિદ્ધગિરિ પંન્યાસપદ : વિ.સં. ૨૦૬૧, વૈશાખ સુદ-૭, મુંબઈ આચાર્યપદ : વિ.સં. ૨૦૬૬, પોષ વદ-૧, સિદ્ધગિરિ તીર્થ સૌજન્ય : શ્રુત પરિવાર સાધનાનિષ્ઠ
પ.પૂ.આ.શ્રી શિવસાગરસૂરિજી મ.સા.
જન્મ : તા. ૧૪-૮-૧૯૬૫
દીક્ષા : ૨૨-૧૧-૧૯૮૧ પંન્યાસ પદવી : ૨-૧૨-૨૦૦૪ આચાર્યપદ : ૧૧-૧૧-૨૦૦૯
પૂ.પૂ.આ.શ્રી શિવસાગરસૂરિજી મ.સા. મહારાજશ્રી તપાગચ્છના પ.પૂ.આ.ભગવંત બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમુદાયની શિષ્ય પરંપરામાં પૂ.આ. ભગવંત
કલ્યાણસાગરસૂરીશ્વરજીના સમર્થ શિષ્યરત્ન છે. આ ગચ્છના
વર્તમાન મુનિસમૂહમાં પૂ. શિવસાગરજી મહારાજનું નામ એક પ્રતિભાવંત સાધુપ્રવર તરીકે પ્રસિદ્ધ છે. આમ તો પ.પૂ.આ.ભ. બુદ્ધિસાગર મહારાજશ્રી વર્તમાનકાળે સમસ્ત ગુજરાત અને ભારતભરમાં એક અધ્યાત્મયોગી, પ્રખર સાધનાનિષ્ઠ, દિવ્ય આત્મા અને રાષ્ટ્ર તથી સમાજોદ્ધારક આચાર્યદેવ તરીકે અઢારે આલમમમાં અલૌકિક વિભૂતિરૂપે ઊંડી આસ્થાનું શ્રદ્ધેય આસન બની રહ્યા છે.
આવી મહાન પરંપરામાં પૂ.આ. કલ્યાસાગરસૂરીશ્વરજી અનેક રીતે વિશિષ્ટ સ્થાનના અધિકારી છે, ખાસ તો શિલ્પ શાસ્ર વિશારદ તરીકે અને જ્યોતિષ મુહૂર્તના નિષ્ણાત જ્ઞાતા તરીકે. ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના નવીન
For Private & Personal Use Only
www.jainelibrary.org