SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ક્ષયોપશમના કારણે....બુદ્ધિ તીવ્ર હતી. માતુશ્રી મંજુલાબેનનાં ધર્મસંસ્કારોના કારણે પાંચવર્ષની નાની વયમાં તો બે પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ કરી લીધો. વિ. સં. ૨૦૨૮-૨૦૨૯માં પૂજ્યપાદ તપસ્વી મુનિરાજ શ્રી ભદ્રશીલ વિજયજી મ. સા. આદિની અભ્યાસાર્થ જામનગર શાંતિભુવનમાં સ્થિરતા થયેલી તે સમયે બાલ હિતેષકુમા૨ પૂજ્યશ્રીના સંસર્ગમાં આવેલ. પૂર્વના સંસ્કારો અને માતુશ્રીની પ્રેરણાના બળે ટૂંક સમયમાં જ પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ આદિનો અભ્યાસ પરિપૂર્ણ કરેલ. સ્કૂલના અભ્યાસની સાથે સાથે સમ્યજ્ઞાનનો અભ્યાસ પણ સુંદર રીતીએ ચાલતો હતો. સ્કુલમાં પ્રાયઃ કરીને પ્રથમદ્વિતીય નંબરે જ ઉતીર્ણ થતા હતા. વિ. સં. ૨૦૩૦માં પૂ. મુ. શ્રી ભદ્રશીલ વિજયજી મ. સા.ના જામનગરથી વિહાર બાદ વેદાંતાચાર્ય પંડિતપ્રવર શ્રી વ્રજલાલભાઈ વાલજી ઉપાધ્યાય પાસે સાત વર્ષની લઘુવયમાં સંસ્કૃતની બે બુક, વ્યાકરણ, સંસ્કૃત કાવ્યો આદિનો સુંદર અભ્યાસ કર્યો. જામનગર પધારતા મહાત્માઓની પાસે હિતેષકુમારનો અભ્યાસ સુંદર રીતીએ ચાલતો હતો. વિ. સં. ૨૦૩૨માં જામનગરથી જૂનાગઢ સિદ્ધાચલ મહાતીર્થના છ'રીપાલક સંઘનું આયોજન શ્રી મણિલાલ ધરમશી પરિવાર તરફથી થયેલ તેમાં સૌથી નાની ઉંમરમાં સંપૂર્ણ વિહાર કરેલ. વિ. સં. ૨૦૩૩માં પૂ. રાજેન્દ્રવિજયજી મ. સા. અને પૂજ્ય શ્રી પ્રભાકરવિજ્યજી મ. સા.ની નિશ્રામાં આયોજિત ઉપધાનતપમાં ૧૦ વર્ષની વયે માળા પરિધાન કરેલ. વિ. સં. ૨૦૩૪-૨૦૩૫ના વેકેશનના સમયમાં પૂ. ગુરુદેવ ભદ્રશીલ વિ. મ. પૂ. મુનિ ગુણશીલ વિ. મ., પૂ. મુ. કુલશીલ વિ. મ. આદિના સંગાથમાં રહી વૈરાગ્ય પ્રબળ બનાવેલ. વિ. સં. ૨૦૩૬માં પૂજ્યશ્રીનું જામનગરનાં આંગણે જ ચતુર્માસ થયું. વિ. સં. ૨૦૩૭ પોષ વદ પના પુણ્યદિને ભવ્યાતિભવ્ય દીક્ષા થયેલ. હિતેષમાંથી મુ. હર્ષશીલ વિજયજી તરીકે નામાભિધાન પામેલ બાલમુનિ મુનિરાજ શ્રી ગુણશીલ વિજયજી મ. ના શિષ્ય તરીકે થયા. દીક્ષા ગ્રહણથી જ દાદા ગુરુદેવનું અપાર વાત્સલ્ય તેઓશ્રીનાં શિસ્તપૂર્ણ અનુશાસનની વચ્ચે સંયમજીવનની ગ્રહણશિક્ષા આસેવન શિક્ષા મેળવી. વિ. સં. ૨૦૩૭ ફાગણ સુદ ૪ ના શંખેશ્વરતીર્થમાં Jain Education International ૯૨૩ પૂજ્યપાદ પરમગુરુદેવ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિની નિશ્રામાં વડીદીક્ષા વિધિ સંપન્ન થયેલ. દીક્ષા ગ્રહણ બાદ વડિલોની ભક્તિ કરવા દ્વારા બાલમુનિએ બધા વિડલોનાં હૃદયમાં સ્થાન-માન પ્રાપ્ત કરેલ. સિદ્ધહેમ વ્યાકરણ–તર્કસંગ્રહ આદિ ન્યાયના ગ્રંથો તથા અનેક ગ્રંથોનાં વાંચન દ્વારા જ્ઞાનની ઉપાસનામાં દત્તચિત્ત રહ્યા. વિ. સં. ૨૦૪૬ માં મુંબઈ શ્રીપાલનગરમાં સૌ પ્રથમ પ્રવચન માટે બેસવાનું થયું. ત્યારથી પ્રવચનશક્તિના માધ્યમે અનેક આત્માઓને સન્માર્ગે વાળી શક્યા. વિ.સં. ૨૦૪૭માં એક મજેની વાર્તા (ધન્યકુમાર ચરિત્ર)ના પ્રકાશન દ્વારા પૂજ્યશ્રીએ જૈન સાહિત્યમાં સચિત્ર પ્રકાશનનો એક નવો યુગ શરૂ કર્યો. વિ.સં. ૨૦૪૬ માં મુંબઈ લાલબાગમાં તેઓશ્રીના ગુરુદેવોના ગણિપદ પ્રદાન પ્રસંગ વિ. સં. ૨૦૪૭ માં મુંબઈ ઘાટકોપરમાં પંન્યાસ પદ પ્રદાન પ્રસંગ પૂજ્યશ્રીનાં સંસારી બેન જયશ્રીકુમારીએ વિ. સં. ૨૦૪૧માં ખંભાત મુકામે દીક્ષા ગ્રહણ કરી સા. શ્રી દિવ્યગિરાશ્રીજી તરીકે સુંદર સંયમ જીવનની સાધના સાથે જ્ઞાનોપાસના કરી રહ્યા છે. તો માતુશ્રી મંજુલાબેન જૈફ વયે વિ. સં. ૨૦૫૬ માં અમદાવાદ રંગસાગર મુકામે-ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી આ. શ્રી મોક્ષનંદિતાશ્રીજી નામે સુંદર આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રી તાજેતરમાં જ આચાર્યપદવીથી વિભૂષિત થયા છે. પૂજ્યશ્રીની આચાર્ય પદવી વિ.સં. ૨૦૬૭ પોષ વદ૧ તા. ૨૦-૧-૧૧ મંગલ દિને અમદાવાદ-શાંતિવન-પાલડીમાં વિશાળ મંડપમાં ચંદ્રનગર સોસાયટીના ગ્રાઉન્ડમાં ૫૦૦૦થી પણ વધારે જનમેદની અને શતાધિક શ્રમણ-શ્રમણીવૃંદની નિશ્રામાં ખૂબ જ ઉલ્લાસભેર પ્રસંગ ઉજવાયો. આ પ્રસંગે ભવ્યાતિભવ્ય પંચાહ્નિક જિનભક્તિ મહોત્સવનું આયોજન પણ થયેલ. આચાર્યપદવી પ્રસંગની ઉછામણીઓ પણ ખૂબ ખૂબ સુંદર થઈ. સૌજન્ય : પંન્યાસ પ્રવરશ્રી ભદ્રશીલગણિ સ્મારક ટ્રસ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy