SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો સર્વ રીતે યોગ્ય જાણી જન્મભૂમિ સુરતમાં વિ. સં. ૨૦૫૨, જેઠ સુ. ૬ના ગુરુદેવે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રતનું સંપાદન કર્યું, જે ખૂબ જ લોકાદર પામતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવામાં આવી. ‘પાઈઅ વિન્નાણ ગાહા’–‘પ્રાકૃત પાઠમાળા માર્ગદર્શિકા’-‘પ્રાકૃતસચિત્ર બાળપોથી ભાગ ૧ થી ૪'નું સુપેરે સંપાદન કરી પ્રાકૃત ભાષાને નવપલ્લવ કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. ગુરુદેવ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી સૂરિ પદવીના પહેલા જ વરસથી સૂરિમંત્રની આરાધના સળંગ અખંડ રીતે બાર વરસથી કરી રહ્યા છે. માસક્ષમણ-સિદ્ધિતપ વર્ષીતપ-વીશસ્થાનક વગેરે વિવિધ તપ કરી જીવન મંગલ કર્યું છે. ત્યાંશી વરસના પિતાશ્રી શાંતિભાઈ સંઘવી તથા માતુશ્રી વીરમતીબહેન તથા કાકાશ્રી જયંતીભાઈ સંઘવીને સંયમ આપી તાર્યા છે. એક જ પરિવારના આઠ આઠ સભ્યો દીક્ષિત થયાના દાખલા ખૂબ ઓછા જાણવા-સાંભળવા મળે છે. તેઓશ્રીની જ્ઞાનસાધના ઉત્તરોત્તર વિકાસ પામતી રહો અને સાધનાનાં ઉચ્ચ શિખરો સર કરતા રહો એ જ શુભ કામના. પૂજ્યશ્રીમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાયમગ્નતા વિશેષ જોવા મળે છે. (આગમ ગ્રંથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, ‘પાઈયવિજાણગાહા’, ‘પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા' વગેરે ગ્રંથોના સંપાદનનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે. જ્ઞાનોપાસના સાથે માસક્ષમણ, સિદ્ધિતપ અને વીશસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજ્યશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે.) પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરતપણે વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના. પૂ. સોમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યો (૧) પ.પૂ.આશ્રી વિજય શ્રમણચંદ્રસૂરિ મ.સા. (૨) પ.પૂ.આ.શ્રી વિજય શ્રીચંદ્રસૂરિ મ.સા. (૩) પૂ. મુનિશ્રી સંઘચંદ્રવિજયજી મ.સા. (૪) પૂ.મુનિશ્રી શ્રેયચંદ્રવિજયજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી સુયશચંદ્રવિજયજી મ.સા. (૬) પૂ. મુનિશ્રી શતચંદ્રવિજયજી મ.સા. સૌજન્ય : શ્રી ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ, પાલીતાણા Jain Education International ૯૦૫ અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ જૈનશાસન–અચલગચ્છના વર્તમાન પ્રવાહોમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ ખરેખર અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીનો દેહ તો બહુ નાજુક છે, પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિને કારણે શાસનસેવાની ઘણી યોજનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે. વક્તા અને વિદ્વાન છે. સુંદર કાર્યોના પ્રેરક અને પ્રણેતા છે. જૈનશાસનની અને અચલગચ્છની પ્રાચીન સાહિત્યસમૃદ્ધિને પોતાની આગવી કળાથી કલમના સહારે કાગળ ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખો વડે સાહિત્યના સુવિશાળ આકાશમાં પોતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉડ્ડયન કરી શકે છે, માટે જ તેમનું નામ ‘કલાપ્રભસાગર' રખાયું ન હોય જાણે! બે દાયકા પહેલાં, સોળ વરસની કિશોર વયમાં જ કિશોરકુમારે માતા પ્રેમકુંવર અને પિતા રતનશીભાઈનાં મોહ અને મમતાનો ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વનો સ્વીકાર કરી કચ્છભૂજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો, ત્યારે સં. ૨૦૨૬ના કારતક સુદ ૧૩ ને શનિવારનો શુભ દિવસ હતો. તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ); તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ના માગશર વદ ૨ ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એનો ઘણો મોટો યશ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમજ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A.સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથો, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૨૮–માં પરભવનું ભાતું' નામના લોકભોગ્ય પુસ્તકના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy