________________
ઝળહળતાં નાગો
વાગડ સમુદાયની ગૌરવગાથા
અહીં જૈન ધર્મ પણ પ્રાચીન કાળથી પળાતો આવ્યો છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના આભીરો (આજની ભાષામાં આહીરો) જૈન ધર્મ પાળતા હતા—એવો ઉલ્લેખ આવશ્યક સૂત્રની પૂર્ણિમાં મળે છે. ઈ.સ.ના પહેલ ઇંડામાં (ભ. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી ૫૦૦ વર્ષ પછી) પ્લીની નામા ગ્રીક પ્રવાસીએ, તેણે કરેલી ભારત-યાત્રાના વર્ણનમાં કચ્છ દેશને ‘અભિવિયા' તરીકે ઓળખાવેલ છે, ૪૫૦૦ વર્ષ પહેલાના હડપ્પાના અવશેષોમાં મળેલા સિક્કા તથા મુદ્રાઓ પણ જિનેશ્વર દેવોની પ્રતિમા અંકિત થયેલી જોવા મળે છે.
૮૪૩
માં જૈન મુનિઓનું વિચરણ : અકબર પ્રતિર્બાધક જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીના પ્રશિષ્ય મહાન વિદ્વાન પંન્યાસશ્રી વિવેકહર્ષ ગણિવરે કરછ પ્રદેશમાં વિચરણ કરેલું છે. તેમના ઉપદેશથી કચ્છ નરેશ શ્રી ભારમલજીએ “રાયવિહાર' નામનું આદિનાથ ભગવાનનું જિનાલય બંધાવી તપાગચ્છીય જૈન સંઘને સમર્યું હતું. તપાગચ્છીય શ્રી વિજયપ્રભસૂરિજી કચ્છના મનહર (આજનું મનફરા) ગામના ઓશવંશીય રત્ન હતા. ઉપાધ્યાયશ્રી માનવિજયજી મ.સા.એ ભુજમાં ચાતુર્માસ કરી સ્તુતિ વિગેરેની રચના કરી છે. વિજયસેનસૂરિજીના શિષ્ય આયાર્યશ્રી વિજયસિંહસૂરિજીએ કટારિઆ મંડન શ્રી મહાવીરસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા કરી છે.
:
વાગડ પ્રદેશ ઃ વાગડની આ ધરતી તો નિરાબાધ છે...નિરાલંબા છે. સંસાર સમસ્તને એ આધાર અને આલંબન પુરું પાડે છે. કારણ કે એ સતનાબંધને બંધાયેલી છે. એ સત્ને વળી સંતનો સહારો છે. આમ સંત અને સત્ને અરસપરસનો આધાર છે અને આ આધાર-શિલા જ વિશ્વને ટેકો આપવા દ્વારા ટકાવી રહી છે. આવા મહાતપસ્વી સંતો સમયે સમયે અને સ્થળે સ્થળે થતાં જ રહે છે અને વિનાશ તરફ ઝંઝાવાતી ઝડપે ધસતા આ વિશ્વને અટકાવવામાં તો મૂક છતાં મહત્વનું પ્રદાન કરી જાય છે. આવી વાગડની ભૂમિનો વાગડ સમુદાય વાગડ જૈન સમાજમાં એક ઉદાહરણરૂપ બની ગયો છે.
વાગડ સમુદાય : જાતકાજે સાધના કરવા દ્વારા, જગત કાજે જેઓશ્રી અનેક મુખી આદર્શો ખડા કર્યા છે તેવા ‘“ વાગડ સમુદાય''ના ઉપકારી અનેક પૂજ્ય સાધુભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી મ.સા. વાગડ જેવા અણવિકસિત પ્રદેશમાં ઝબકી ઉઠ્યા. તેમના ત્યાગી, વૈરાગી અને ઉત્તમ ચારિત્ર જીવનના અપૂર્વ પ્રભાવે અનેક ભવ્યજીવોને શુદ્ધ મોક્ષ માર્ગે ચઢાવ્યા છે. તેઓશ્રીના નિર્મળ ચારિત્ર્યના પ્રભાવથી ‘‘વાગડ સમુદાય'' દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ગયો, તેમાંય વળી રાજસ્થાન જેવા દૂરના પ્રદેશમાં જન્મ લઈ, કચ્છ-વાગડની અજાણી ભૂમિને પોતાની ધર્મ-કર્મભૂમિ બનાવનાર, આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયપાન કરાવવા, વાગડ સમુદાયના આચાર્ય ભગવંત પૂ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.એ વાગડ સમુદાયમાં દિનમણિની જેમ દેદીપ્યમાન બની પોતાની આધ્યાત્મિક શક્તિ વડે ‘વાગડ સમુદાય''ની વિજયપતાક.....સુવાસ દૂરદૂરના વિસ્તારો સુધી પહોંચાડી આ ભૂમિ પર મહાન ઉપકર કર્યો છે. આવા પરોપકારી મહાપુરુષોના પગલે પગલે વાગડ સમુદાયના ઉપકારી અન્ય સૌ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોએ આ પ્રદેશના લોકોના જીવનને ઉન્નત, ઉર્ધ્વગામી અને મંગલમય બનાવવામાં સૌને સદા-સર્વદા આલંબન પુરું પાડી પોતાનું યોગદાન આપ્યું છે.
વાગડની તપોભૂમિમાં એકથી એક ચઢિયાતા નારી રત્નો પણ પ્રગટ થયાં છે. અખંડ નિર્મળ ચારિત્ર્ય વિભૂષિત, વાગડ સંઘાડાના સાધ્વી પ.પૂ.શ્રી આણંદશ્રીજી મ.સા.એ વાગડની ભૂમિમાં જન્મ લઈ, પોતાના જીવનને સફ્ળ બનાવવાની સાથે કેટલાય જીવોને તાર્યાં છે. એટલું જ નહીં પોતાની ઉત્તમ જ્ઞાન-સાધના વડે વાગડના સાધ્વી સમુદાયને વધુ પ્રકાશિત...પ્રજ્વલિત કરેલ છે. શાસનની શોભા વધારનાર આ પરોપકારી પૂ. સાધ્વીજી ગુરુ મહારાજના પગલે પગલે કચ્છવાગડ અને અન્ય દૂરદૂરના પ્રદેશોમાંથી પણ કેટલાય ભાગ્યશાળીઓએ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરા ઉત્તમ એવું ચારિત્ર્ય વાગડ સમુદાયમાં સ્વીકારીને આ પ્રદેશમાં ધર્મની આરાધના કરી, કરાવી રહેલ છે. સૌએ શાસનની શોભા વધારી છે. એમ કહેવાય છે કે વાગડ સમુદાયમાં કેટલાંય સાધ્વી ગુરુભગવંતો એટલા તો વિદ્વાન છે કે તેમના વાણી, વર્તન, શુદ્ધયાકિ, તપ, ત્યાગ આદિના અપૂર્વ પ્રભાવથી તેઓશ્રી જ્યાં જ્યાં વિચરે છે; ત્યાં ત્યાં અપૂર્વ રીતે સૌને પ્રભાવિત કર્યાં છે. તેઓ પોતાના નામની પાછળ ‘વાગડવાળા''ના નામથી પોતાને ઓળખાવે છે.
પ્રેષક : પ્રવચનપ્રભાવક પૂ.પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.સા.
પ.પૂ. કરછ વાગડ સમુદાયનાયક આ.ભ,શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા., પૂ.પં, કલ્પતરુવિજયજી મ.સા., પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા. આદિ સાધુ-સાધ્વીવૃન્દના ભૂજ આરાધના ભવન શ્રીસંઘમાં ભવ્ય ચાતુર્માંસ (વિક્રમ . ૨-૬૬) નિમિત્તે શ્રી આરાધના ભવન જૈન સંઘ-ભૂજ (કચ્છ)ના સૌજન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org