SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 鴻工業土北土 પ્રસંગોમાં તેઓ હજારોની મેદનીનાં હૃદયને જીતી લેનારા હૈયાના હાર બની જાય છે. લોકોનાં દિલને જીતીને તેમનાં હ્રદય સિંહાસન ઉપર રાજ કરવાની ગુરુચાવી જાણે તેમને પોતાનાં દાદાગુરુ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજા પાસેથી પ્રાપ્ત થઈ છે ! આ કારણે જ તેમની પાવન નિશ્રામાં શાસનપ્રભાવના, સિદ્ધાંતરક્ષા અને તીર્થોદ્વારાદિ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળા જોવા મળે છે. આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા સર્વતોમુખી પ્રતિભાના સ્વામી છે. એક બાજુ શાસ્ત્રાભ્યાસમાં ગજું કાઢયું છે તો બીજી બાજુ તેમણે ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરે સાધુભગવંતોની વૈયાવચ્ચ બાબતમાં પણ નામના મેળવી છે. એક બાજુ પ્રવચનમાં પ્રભાવકતાના પ્રાણ પૂરનારા આ આચાર્યભગવંત બીજી બાજુ શાસ્ત્રોનાં સંશોધન અને સંપાદનમાં પણ મશાલચીની ભૂમિકા નિભાવી રહ્યા છે. આયુર્વેદ, હોમિયોપેથી અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રના ઊંડા જ્ઞાનનો ઉપયોગ અનેક શ્રમણશ્રમણીઓને તેઓ સમાધિ આપવા માટે કરે છે, તો શિલ્પશાસ્ત્રના અધિકાર પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ તેઓ જિનમંદિરોનાં નિર્માણમાં અને તીર્થોના ઉદ્ધારમાં શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે કરે છે. કાયદાશાસ્ત્રના અભ્યાસનો ઉપયોગ તેઓ શાસન અને સિદ્ધાંતોની રક્ષા માટે કરી રહ્યા છે, તો જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા તેઓ અનેક સંયમી આત્માઓની મૂંઝવણો દૂર કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આજે સાઇઠ વર્ષની વયે તેમણે શાસનપ્રભાવકતા અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તે જોતાં ‘આવનારા સમયમાં જૈનશાસનના ગગનમાં તેઓ સૂર્યની જેમ છવાઈ જશે” તેવી વર્ષો પહેલાં અનેકોએ ભાખેલી ભવિષ્યવાણી આજે સાચી ઠરી છે. પ્રવચન-પ્રભાવકશ્રીજીએ વ્યાખ્યાનવાચસ્પતિશ્રીજીની સેવા અખંડ ૨૫ વર્ષ સુધી કરી, તેને તેઓ પોતાના જીવનનું શ્રેષ્ઠ ભાથું ગણે છે. તેઓના જીવનમાં વળી એક એ વિશેષતા છે કે, તેઓ પોતાના જીવનમાં ચાર ગુરુના ઉપકારને સ્વીકારે છે. જેમાં ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાને પોતાના જીવન ઘડવૈયા અને પરોક્ષ ગુરુ તરીકે અંતરમનથી સ્વીકારે છે. સંઘસ્થવિ પૂ. બાપજી મહારાજા, પરમતારક પરમશ્રદ્ધેય ગુરુદેવશ્રીજી અને પોતાના પિતા-ગુરુદેવશ્રીનો સ્વીકાર કરે છે. તેઓશ્રીની દીક્ષા અને પદપ્રદાન ઈત્યાદિ દરેક ઉપલબ્ધિ પિતા મુનિ ગુરુવર્યની સાથોસાથ પ્રાપ્ત થઈ છે. આજ સુધીમાં શાસનનાં અણઉકેલ્યાં અનેક પ્રશ્નોને પોતાની આગવી સુઝ, પ્રજ્ઞા અને અનુભવ દ્વારા ઉકેલીને શાસનસેવાનો અનુપમ લાભ પ્રાપ્ત કર્યો છે. વિશ્વપ્રસિદ્ધ શ્રી જીરાવલાજીતીર્થના પ્રભુના ઉત્થાપન-જિર્ણોદ્ધાર અંગે વિશિષ્ટ અનુષ્ઠાન દ્વારા સંકેત પ્રદાન કરી, પ્રભુનું ઉત્થાપન કરાવી જિનાલયના સંપૂર્ણ પ્લાન પોતાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાવી શિલ્પજ્ઞાનનો અનુભવ કરાવ્યો છે. તો વળી તેઓ શ્રીમદ્ના માર્ગદર્શન હેઠળ રાજનગર અમદાવાદ શહેર વિસ્તારસ્થિત સુપ્રસિદ્ધ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયનો જિર્ણોદ્ધાર પણ આગવી રીતે સંપન્ન થઈ રહ્યો છે. શ્રી હસ્તગિરિજી તીર્થના ઉચ્ચ શીખર ઉપર શ્રી અષ્ટાપદની રચના યુક્ત વિશિષ્ટ જિનાલયનું નિર્માણ પણ ટુંક જ સમયમાં થવા જઈ રહ્યું છે. શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થની તળેટી નવ નિર્માણના ઉપદેશ દ્વારા શ્વેતાંબરોની શાનમાં યશકલગી આરોપવા સમાન ઘટનાનું નિર્માણ થશે જ્યાં એકી સાથે ૨૫ જિનાલયોનું નિર્માણ થશે તે પૈકીના ૨૪ જિનાલયોના સ્વદ્રવ્ય દ્વારા નિર્માણ કરાવાના ચડાવા માત્ર ત્રણ કલાકના ટુંક સમયમાં જ અપાઈ ચૂક્યા ત્યારે તેઓશ્રીજીના પુણ્ય પ્રભાવનાં દર્શન થયાં હતાં. દીક્ષાયુગ પ્રવર્તક, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અંતિમ સંસ્કારની ભૂમિએ નિર્માણ પામેલા વિશિષ્ટ કલાત્મક વિશાળતમ સ્મૃતિમંદિરનું નિર્માણ અને તેનો ઐતિહાસિક ૨૭ દિવસીય મહોત્સવ અને તેમાં રચાયેલી શ્રુતમહાપૂજા એ પ્રવચન પ્રભાવકશ્રીજીની શાસ્ત્રાનુસારી પ્રતિભા અને કલ્પના શક્તિનો પ્રભાવ હતો. અનેક સંઘો અને અનેક પુણ્યશાળીઓ શાસનની રક્ષા, પ્રભાવનાનાં કાર્યો માટે આચાર્યશ્રીજીનું માર્ગદર્શન લેવા સતત તલસી રહ્યા હોય છે અને માર્ગદર્શન મળતાં શાસનનાં કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થયાનો સંતોષ અનુભવે છે. જગતમાં એમ કહેવાય છે કે એક એક વિષયને જાણનારી અનેક વ્યક્તિઓ પ્રાપ્ત થવી સરળ છે, જ્યારે ઘણા વિષયને જાણનારી એક વ્યકિત મેળવવી મુશ્કેલ છે. આ વાતને ખોટી પૂરવાર કરતો પુરાવો આ મહાપુરુષના જીવનને જોતા દૃષ્ટિગોચર થાય છે પછી તે અધ્યાત્મ, યોગ અને ધ્યાનના વિષયની વાત હોય કે યોગા અને ધ્યાનના નામે ચાલતા ધતિંગના તર્કબધ્ધ ખંડનની વાત હોય, શાસન રક્ષાના વિષયની વાત હોય કે શાસન પ્રભાવનાની વાત હોય, શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, સ્થાનકવાસી સંપ્રદાય હોય કે કાનજી સ્વામિ, શ્રીમદ્રાજચંદ્રના મત હોય એ જ રીતે સ્વપક્ષને સમજાવવાની વાત હોય કે પર પક્ષને સમજાવવાની વાત હોય. આજ સુધીમાં આચાર્યશ્રીની નિશ્રામાં જીવદયા-અનુકંપા-સાધર્મિકભક્તિ અને દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ અનેક ક્ષેત્રોમાં માતબર રકમ અનેક સગૃહસ્થો દ્વારા વાપરવામાં આવી છે, જેમાં આચાર્યશ્રીએ માત્ર ઉપદેશ જ આપ્યો હોય છે. વ્યક્તિગત કોઈને પણ ક્યારેય પ્રેરણા કરી નથી. આ રીતે પણ તેઓશ્રી પોતાના પરમતારક ગુરુદેવશ્રીજીના પગલે પગલે ચાલી રહ્યા છે. અનેક ગુણોથી સમૃદ્ધ પ્રવચનપ્રભાવકશ્રીજીનાં ચરણારવિંદમાં શતશઃ વંદના. શા તિલોક્સંદ સ્મેશકુમાર ઓસવાલ પરિવાર - બીજાપુર (કર્ણાટક) બાલી રાજસ્થાન નિવાસી શ્રીમાન શાહ હસમુખલાલ રતનચંદજી – બોરીવલી (મુંબઇ) ા ા ા ા ા ા ા (: સૌજન્ય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy