SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 100 8 ઝળહળતાં નક્ષત્રો મહારાષ્ટ્રના ઘોલવડ ગામે છેલ્લે ૩૦ વર્ષથી દેવ-દેવી ગુરુ મંદિરનો પ્રશ્ન અટવાયા કરતો હતો. ઘણા-ઘણા પ્રયત્ન કરવા છતાં કોઈ સંતોષજનક ઉકેલ આવતો ન હતો. બધાની ઇચ્છા હતી કે આ પ્રશ્ન ઉકેલાઈ જાય તો સારું પણ કોઈના કોઈ કારણસર કામ ગુંચવાઈ ગયું હતું. તે ગામમાં પૂજ્યશ્રી પધાર્યા અને ઉપધાન તપની આરાધના કરાવી. આ નાનકડા ગામમાં કોઈ આચાર્ય ભગવંત ૬૦ દિવસ રોકાયા હોય આ પહેલી જ વાર ! અને પૂજ્યશ્રીના સ્નેહાળ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવે બધાના દિલ જીતી લીધા અને વરસોથી અટવાયેલા પ્રશ્નનો નીવેડો લાવી પૂજ્યશ્રીએ પ્રતિષ્ઠા કરાવી. ઘણા વરસો સુધી પૂજ્યશ્રી શાસન ઉપર ઉપકારની વર્ષા કરતા રહે એ જ અભ્યર્થના. સૌજન્ય : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી શ્રુતસેવા સંસ્થાન, આ. વિજયરામસૂરીશ્વરજી સંસ્કૃત તત્ત્વજ્ઞાન પાઠશાળા, શ્રદ્ધા સંસ્કાર પરિવાર, હૃદય પરિવર્તન, રત્નચિંતામણી વિહારધામજાડા, વજ્રસ્વામિ પાઠશાળા-પાલડી, ડહેલાવાળા જૈન ઉપાશ્રયપાલડી, નૂતન જૈન પૌષધશાળા, આરાધના ભવન-ઉસ્માનપુરા, જૈન ઉપાશ્રય-પુણ્ય એપાર્ટમેન્ટ-વસ્ત્રાપુર, અમદાવાદ પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. બરગડા મોસાળ (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. Jain Education International 969 પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષાગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્યવ્યાકરણ–ન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વક્તૃત્વ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની ગયો! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર જ્ઞાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં જામનગર–ઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપ કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસનો બિહારની કલ્યાણક ભૂમિઓનો ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી તારાબહેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમજ ભવાનીપુરમાં ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૬ની સાલમાં ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભુવનમાં પ્રેરણાત્મક પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપટુતા-આ સર્વ ગુણોની સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે એમના ગુરુદેવની સાથે ગણ પદથી વિભૂષિત કર્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ–ઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર આરાધનાઓ સંપન્ન થવા પામી. પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. ૨૦૪૯- માં જામનગર-શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ શાસનપ્રભાવક મહોત્સવો ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં. ૨૦૫૦માં સંઘવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ પરિવાર તરફથી જામનગર-પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy