SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૭૮૭ રીતે અદ્ભુત આલંબન પૂરું પાડનારા બની ગયા; એના દ્વારા જાણે સાધનાના મંદિર પર કળશની પ્રતિષ્ઠાપૂર્વક એઓશ્રી ધર્મધ્વજ લહેરાવતા ગયા. પૂ. આચાર્યદેવશ્રી જીવનના પ્રારંભનાં વર્ષોનાં કાર્યો દ્વારા તો જૈનસંઘ ઉપરાંત સમુદાયમાં અવિસ્મરણીય રહેવા પામશે જ, તદુપરાંત જીવનના છેલ્લાં વર્ષોમાં અનેક રીતની પરવશતા વચ્ચે પણ પ્રવચન, વાચના, જિજ્ઞાસુઓને પત્ર દ્વારા માર્ગદર્શન આદિ પ્રવૃત્તિઓ સદા અપ્રમત્ત રહીને જે રીતે કરતા ગયા, એથી એ અવિસ્મરણીયતામાં કંઈક ગણો વધારો થતો જ રહ્યો. એ અવિસ્મરણીયતાનો સાક્ષાત્કાર એટલે જ પ્રસ્તુત “જીવન-કવન વિશેષાંક'. પૂજ્યશ્રીના જીવન-કવનની વિશેષતા એ છે કે, તેઓ જીવનના પ્રારંભિક કાળથી જ અનોખા તરી આવતા હતા. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરવા પધારતા ત્યાં ચાર માસ ઉપરાંત આજીવન સંઘના હૈયામાં એ રીતે વસી જતા કે, જેમ જેમ ક્ષણ પસાર થતી, એમ એ વસવાટ વધુ ને વધુ નક્કર બનતો જતો. સમુદાય પ્રત્યે અનુરાગી-ક્ષેત્રોમાં જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ તેઓશ્રી સ્વભાવ-પ્રભાવની વિશેષતાથી સંઘના હૈયે ચિરસ્થાયી બની જતા. એમની બોલ–ચાલની એ વિશેષતા હતી કે, એ બોલમાંથી જાણે ફૂલડા વેરાતાં અને એ ચાલમાંથી જાણે પાયલ જેવું માધુર્ય રેલાતું. છેલ્લે છેલ્લે સાબરમતી સ્મૃતિમંદિરની અંજનશલાકાપ્રતિષ્ઠાના પ્રસંગે તેઓશ્રીની સાથે અવારનવાર દીર્ધ સમય સુધી રહેવાનો લાભ મળ્યો, પછી પાલિતાણા ખાતે ચાતુર્માસ માટે વિહાર કર્યો, ત્યારે એવી તો કલ્પનાય ન હતી કે, આ મિલન અંતિમ બની રહેશે. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અસ્વસ્થ તબિયતના સમાચાર અવારનવાર મળતા હતા, એમાં શંખેશ્વર તીર્થની સ્થિરતા દરમિયાન વધુ અસ્વસ્થ બનેલી તબિયતના સમાચાર મળ્યા, એના આઘાતની હજી તો કળ વળે, એ પૂર્વે એ જ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બનીને જીવનની જેમ મૃત્યુ- મહોત્સવને માણી જનારા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમિત્રાનંદ સૂરીશ્વરજી મહારાજાની અંતિમ-સાધનાના સમાચાર મળતા જ સ્કૃતિના સરોવરમાં સ્વર્ગસ્થ પૂજ્યશ્રીના જીવનની કેટલીક અનન્ય-વિશેષતાઓ કમળની જેમ ખીલી ઊઠી, જેની સુવાસ આજેય તરબતર અને તરોતાજા ગણી શકાય એવી છે. ચાલો, થોડાં ઘણાં એ કમળોની સુવાસ માણીએ : * હિતકારી એવી કડવી વાતો પણ મીઠી–ભાષામાં કહેવાનો તેઓશ્રીનો ગુણ જીવનમાં ઉતારવા જેવો છે. કે ગમેતેવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ મળવા પામ્યા હોય, પણ એનો સામનો કર્યા વિના એને યોગ્ય રીતે સત્કારીને, એને પોતાને અનુકૂળ બનાવી દેવાની તેઓશ્રીની જીવન-કળા આપણી નજર સામે હરહંમેશ જીવંત રાખવા જેવી છે. * જ્ઞાન-ધ્યાન કે સાહિત્યના સર્જન-સંપાદન કાજે જીવનની પળેપળનો સદુપયોગ કરવાનો એઓશ્રીનો જીવનસંદેશ તો સતત કાનમાં ગુંજતો રાખવા જેવો છે. * સાધુ-જીવનની નાનીમોટી હરકોઈ બાબત કે પ્રવૃત્તિમાં તેઓશ્રીએ પ્રાપ્ત કરેલી સિદ્ધહસ્તતા આપણે આદર્શ તરીકે નજર સમક્ષ રાખીએ, તોય થોડી-ઘણી બાબતોમાં તો સિદ્ધહસ્તતા હાંસલ થયા વિના જ ન રહે. * સ્વ કે પર, સમુદાય કે પર સમુદાય, સાધુ કે શ્રાવક, જિજ્ઞાસુ કે તર્કબાજ આવા ભેદ વિના પઠન-પાઠન કરાવવાની, ઉપાધ્યાય જેવી જ્ઞાનોપાસના જીવનના અંતિમ વર્ષ લગી તેઓશ્રીએ જે રીતે જાળવી જાણી. * સતત સ્વાધ્યાય અને નિરંતર ચિંતન-અનુપ્રેક્ષાના બળે સંસ્કૃત-ભાષાત્મક ટીકા જેવાં સર્જનપૂર્વક, સંપાદનસંકલન ઉપરાંત “ધર્મદૂત' સમી સાહિત્ય-સૃષ્ટિની તેઓશ્રી જે ભેટ ધરી ગયા, એને આંખથી અદશ્ય ન બનાવીએ, તો કમ સે કમ સતત સ્વાધ્યાય અને વાચનનો ગુણ તો આપણે આત્મસાત્ કરી જ શકીએ. * કલ્યાણ-મિત્ર બન્યા બાદ આનંદની લખલૂટ લહાણી કરતાં રહેવું, એ તો વધુ દોહ્યલી સાધના છે, છતાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાનું જીવન-કવન સતત સ્મરણમાં રહે, તો આવી સાધના આપણા માટે જરૂર થોડીક સહેલી તો બન્યા વિના જ ન રહે! આ જાતની સહેલાઈને સિદ્ધ કરવામાં પૂજ્યશ્રીનું જીવન-કવન આપણને ઉપયોગી અને ઉપકારી બને, એ જ કલ્યાણ-કામના! સૌજન્ય : વાત્સલ્યનિધિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય મહાબલસૂરિજી મહારાજા તથા પ્રવચનપ્રદીપ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના સંયમજીવનની અનુમોદનાથે પૂ. પંન્યાસપ્રવરશ્રી ભવ્યભૂષણવિજયજી મ. (હાલ આચાર્ય)ની પ્રેરણાથી મહારાષ્ટ્રભુવન પાલિતાણા ચાતુમસ આરાધકો તરફથી સં. ૨૦૬૬ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy