SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો જ્ઞાનયાત્રાના અથાક પ્રવાસી પૂજ્ય આચાર્ય મુનિચંદ્રસૂરિજી મ.સા. દાદાશ્રી ઈશ્વરભાઈ (પૂ. વિલાસવિજયજી મુનિશ્રી મહારાજા), કાકાશ્રી ચીનુભાઈની (પૂ.આ.ભ. ૐકારસૂરીશ્વરજી મહારાજાની) દીક્ષા ૧૯૯૦ મહા સુદ ૧૦ના દિવસે થયેલ. વડીલ બંધુ શ્રી યશોવિજયસૂરિજી મહારાજાની દીક્ષા વિ.સં. ૨૦૧૩માં થયેલ. પૂ.આ.ભ. મુનિચંદ્રસૂરિજીના પરિવારમાંથી ૨૦થી વધુ વ્યક્તિ સંયમમાર્ગે અને એક જ પરિવારમાંથી શાસનપ્રભાવક ત્રણ આચાર્યોની ભેટ આ પરિવારે આપી. ત્રણ દાદાશ્રી વિલાસવિજયજી મહા તપસ્વી ૬૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે (૬ વર્ષના દીક્ષા પર્યાયમાં) પણ ૩૧, ૪૫, ૬૦, ૭૦ ઉપવાસ કર્યા. કાકાશ્રી કારસૂરીશ્વરજી મહારાજા જૈન સમાજમાં એક અતિ સન્માનનીય આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. સં. ૨૦૪૪માં તપાગચ્છ શ્રમણ મહાસંમેલનનું સંચાલન કરી આચાર્યશ્રીએ સંઘ એકતાનું અધૂરું કાર્ય પરિપૂર્ણ કર્યું અને સંઘ એકતાના શિલ્પી તરીકે જાણીતા બન્યા. પિતાશ્રી જિનચંદ્રવિજયજી ૯૪ વર્ષની વયોવૃદ્ધ ઉંમર સુધી તપ ત્યાગ ક્રિયા આદિમાં વ્યસ્ત રહી અપ્રમત્તપણે સાધના કરી છે વડીલ બંધુ આ. યશોવિજયસૂરીશ્વરજી ભક્તિમાર્ગ યોગમાર્ગના પથદર્શક છે. પ્રસન્નતા, સમર્પણભાવ, સાક્ષીભાવના સ્વામી છે. આ હરિભદ્રસૂરિજી, આનંદઘનજી, દેવચંદ્રજી, ઉ, યશોવિજયજીના ગ્રંથો ઉપર એમની વાચના તથા પુસ્તકો ભક્તિમાર્ગની માર્ગદર્શિકા સમાન છે. આવા સંયમરસિક અને પુણ્યવંત પરિવારમાં વિ.સં. ૨૦૦૭ ઇ.સ. ૧૯૫૧ ફાગણની અજવાળી ચૌદસે કુળને અજવાળનાર પુત્રરત્ન મહેન્દ્રનો જન્મ થયો. મોરના ઇંડાને જેમ ચીતરવા ન પડે તેમ પૂર્વભવની કો'ક પ્રબળ વૈરાગ્યવાસિત આરાધના લઈને આવેલ પુત્ર Jain Education International 994 મહેન્દ્ર માત્ર ૧૨ વર્ષની બાળ ઉંમરે પ્રથમ ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરી. સંસારીપક્ષે કાકા, સંઘ એકતાના શિલ્પી આ. ૐકારસૂરિજી મ. પાસે સંસ્કૃતની પ્રથમ બુક કરી જ્ઞાનયાત્રાનો પ્રારંભ કર્યો. ૧૩ વર્ષની ઉંમરે બીજુ ઉપધાન તપ–પાંત્રીસુ કરી સાધના ક્ષેત્રે વધુ દૃઢ બન્યા. આત્માને વૈરાગ્યથી વાસિત કર્યો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે શત્રુંજયની ૯૯ યાત્રા કરી શરીરને પણ કસ્યું. સંસ્કૃતની બીજી બુક પ્રકરણાદિ તથા તત્ત્વાર્થ કંઠસ્થ કર્યા. ધર્મપરાયણ પિતાશ્રીને પણ સંયમની ભાવના હતી જ. માતા-પિતા સહિત સમગ્ર પરિવાર વિ.સં. ૨૦૨૩ના મહા સુદ ૧૦ના દિવસે વિરતિની વાટે સંચર્યો, સંયમ લઈ અભ્યાસમાં ગૂંથાઈ ગયા. દીક્ષા જીવનના ‘પાંચ’માં જ વર્ષે પૂ.આ. ભ. શ્રી ૐકારવિજયજી મ. સાથે બનાસકાંઠાના વાવ તાલુકાના બેપણ નગરે (બેનાતટ નગરે) પ્રતિષ્ઠા પ્રસંગે જવાનું થયું. ત્યાં એક કબાટમાં ધાતુ-પારાયણ' ગ્રંથના અધૂરા ફર્મા જોયા. પૂછપરછ કરતાં જણાયું કે એક મુનિરાજે સંપાદન-મુદ્રણકાર્ય શરૂ કરેલ પણ તે પૂરું થઈ શક્યું નથી. પૂ.આ. શ્રી કારવિજયજી મ.ની પ્રેરણાથી અધૂરા ગ્રંથને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી મેળવવાના પ્રયાસો આદર્યા. સંસારીપક્ષે કાકા આગમપ્રજ્ઞ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધન સંપાદનની કેટલીક સમજ અને મહત્ત્વની સૂચનાઓ કરી સફળતાના આશિષ આપ્યા. આ આશિષની અમીવર્ષાથી સંશોધન કાર્યને બળ અને વેગ મળ્યો અને ધાતુપારાયણથી સાહિત્ય સર્જનના શ્રીગણેશ થયા. ધાતુ–પારાયણથી શરૂ થયેલી આ સર્જનયાત્રા આજ સુધી અવિચ્છિન્ન રીતે ચાલે છે. પ્રવચનસારોદ્વારટીકા, પ્રવચન સારોદ્વાર વ્યવહારસૂત્ર વિષમપદ ટીકા, કથારત્નાકર, ધર્મરત્નકદંડક, ધર્મસંગ્રહ, દસસાવગચરિયમ્ આદિ ગ્રંથો પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધિત સંપાદિત કરી સંઘને સમર્પિત કર્યા. પ્રભાવક ચારિત્ર, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧-૨-૩ વગેરે ગ્રંથોના શ્રમસાધ્ય સંપાદનો સર્વત્ર આવકાર પામ્યા છે. સંશોધન સંપાદન માટે ઘણા બધા સાધુ-સાધ્વીજી પંડિતો પૂજ્યશ્રીનું માર્ગદર્શન ઈચ્છે છે. પૂજ્યશ્રી પણ સંશોધન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy