________________
ઝળહળતાં નક્ષત્રો.
૭િ૭૧
જયકુંજરવિજયજી, મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી અને મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર થયા; તેમાં મુનિશ્રી મુક્તિપ્રવિજયજી મુનિ શ્રી જયકુંજરવિજયજીના શિષ્ય બન્યા.
પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજી મહારાજ નાનપણથી તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણો ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર શ્રુતસાધના, વર્ધમાનતપની ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, ચોવિહાર ઉપવાસ સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગના યોગક્ષેમની સતત ચિંતા, શાસનની પ્રભાવના-રક્ષા કરવાની અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ યુક્તિઓ સાથે શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે શ્રોતાઓ સધી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવોના હૈયામાં અનેરું સ્થાન પામ્યા છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ અને ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવનઘડતર અભુત રીતે થયું છે. પૂજયશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. જેને સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને અસત્યની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યો છે ત્યારે ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણીને કામે લગાડ્યા વિના રહ્યા નથી. પ્રવચન પીઠેથી નીચે ઊતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન થયા બાદ શાસ્ત્રીય સત્યોની રક્ષા કરવા ટાણે કોઈની પણ શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. સમર્થ પ્રવચનકારની સાથે સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા છે. “વિજયમુક્તિચંદ્રસૂરી ગ્રંથમાળા' તરફથી પ્રગટ થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ? શ્રાવકે શું કરવું જોઈએ? વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની વિદ્વત્તા, રસિકતા અને સર્જનશક્તિનો પરિચય કરાવે છે. - પૂજ્યશ્રીનો જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૦૪ના વૈશાખ સુદ ૮ના દિવસે થયો. દીક્ષા ધસઈ મુકામે સં. ૨૦૧૧- ના વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના માગશર સુદ બીજના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગમાં પંન્યાસપદ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના
વરદ હસ્તે થયેલ. જ્યારે આચાર્યપદ સુરત–ગોપીપુરામાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬-ના તેઓશ્રીની આજ્ઞા અને મંગલ આશીર્વાદપૂર્વક પોતાના પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે થયેલ. જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે જૈનસંઘને પોતાની આગવી શક્તિનો પરિચય આપી રહ્યા છે. સૂરિસમ્રાટ સૂરિરામના સમુદાયમાં નહિવત્ થઈ ગયેલ સૂરિમંત્ર પંચપ્રસ્થાનની આરાધનાનો પુનઃપ્રારંભ કરાડ મુકામે સળંગ પાંચે પિઠીકાની આરાધના કરી પૂજ્યશ્રીએ કરેલ. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં આચાર્યશ્રી શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી, મુનિશ્રી પુણ્યપ્રવિજયજી, મુનિશ્રી ધર્મરક્ષિત વિજયજી, મુનિશ્રી આત્મરક્ષિતવિજયજી, મુનિશ્રી પાર્શ્વરક્ષિત વિજયજી, મુનિશ્રી દર્શનરક્ષિતવિજયજી, મુનિશ્રી પ્રશમરતિવિજયજી, મુનિશ્રી યશારક્ષિતવિજયજી, તથા બાળમુનિશ્રી પૂર્ણરક્ષિતવિજયજી, આદિ શ્રમણો અનેક રીતે તૈયાર થઈ શાસન પ્રભાવના સહ સ્વઆરાધના કરી રહ્યા છે. તેઓશ્રીએ પોતાના ગુરુદેવની પાવનનિશ્રામાં રહી કરેલા અનેક કાર્યો પૈકી બંગાલ-બિહારમાં વિ.સં. ૨૦૬૦થી વિ.સં. ૨૦૬૪ પાંચ વર્ષ વિચરણ દરમ્યાન થયેલ કાર્યો ખરેખર મહત્વના ગણી શકાય એવા ચિરંજીવ હતા. વિ.સં. ૨૦૬૦ કલકત્તા ચાતુર્માસમાં માત્ર બે મહિનામાં ટોલીગંજ ખાતે જિનાલય નિર્માણ, વિ.સં. ૨૦૬૧માં સમેતશિખર મહાતીર્થનો ૬૫૦ યાત્રિકો સાથેનું ઐતિહાસિક ચાતુર્માસ, * શિખરજી ભોમિયાજી-શાંતિનાથ જિનાલયમાં ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા, કે શત્રુંજયમંડન આદિનાથ જિનાલય નિર્માણ, * શિખરજી તીર્થમાં ઉપર નીચે મૂળનાયક ભગવાનના પરિકરનું નિર્માણ, * સમેતશિખર ભાતાઘર જિર્ણોદ્ધાર, * જલમંદિર પાસે નૂતન ઉપાશ્રય નિર્માણ, ૪ શ્રી વાસુપૂજયસ્વામી કલ્યાણક ભૂમિ ચંપાપુરી તીર્થ જીર્ણોદ્ધાર, કે પ્રભુ મહાવીરની કલ્યાણક ભૂમિ લછવાડ-ક્ષત્રિયકુંડ જિર્ણોદ્ધાર, * સુવિધિનાથ કલ્યાણક ભૂમિ કાકંદીતીર્થ જિર્ણોદ્ધાર, કે ભાગલપુર જિર્ણોદ્ધાર, * રાજગૃહી ચાતુર્માસ, ૪ શ્રી મુનિસુવ્રતસ્વામી કલ્યાણકભૂમિ રાજગૃહી- તીર્થના પાંચે પહાડના અગીયાર મંદિરોનો જિર્ણોદ્ધાર, * તેમજ કલકત્તા ટોલીગંજ-સમેતશિખર ધે. કોઠી-સમેતશિખર ભોમિયભવનપાવાપુરી નયામંદિર-કુમારડીહ-લઠવાડ-ચંપાપુરી-ભાગલપુર આદિ અનેક સ્થળે વિજયરામચન્દ્રસૂરિ ગુરુમંદિરનું નિર્માણ * આ બધા કાર્યો કે જે થતાં વર્ષોના વર્ષો પસાર થઈ જાય
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org