SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 990 લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભનાં થોડાં જ વર્ષોમાં સુંદર અને સંગીન અભ્યાસ કરી લીધો. એમાં ધીમે જાગૃત બનાવનાર ધીમે શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ પૂ.આ.શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મ.સા. લેખનમાર્ગે વધુ વળ્યાં અને થોડાં જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, શ્રમણપ્રિયદર્શી, ઉપાંશુ, ચંદ્ર, નિઃશેષ, સત્યદર્શી આદિ અનેક ઉપનામોથી તેઓશ્રીએ લેખનનો પ્રારંભ કર્યો. શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન શરૂ થયા બાદ તો તેઓશ્રી સંઘ--સમુદાયમાં ખૂબ જ જાણીતા-માનીતા બની ગયા. પૂજ્યશ્રીને જેમ લેખનશક્તિ સ્વતઃસિદ્ધ છે, એવી જ રીતે સંપાદન-સંકલનની કળા પણ સ્વયંવશ છે. ધર્મનો મર્મ', ‘પાનું ફરે, સોનું ખરે', ‘સાગર છલકે મોતી મલકે', ‘સિંધુ સમાયો બિંદુમાં', ‘બિંદુમાં સિંધુ’ ભાગ ૧-૨-૩ આદિ પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન’–પુસ્તકો, ‘ચૂંટેલું ચિંતન’ (પૂ. પંન્યાસજી મહારાજના પ્રવચનાંશો), ‘મુક્તિનો મારગ મીઠો', (પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રવચનાંશો) તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ‘કલ્યાણ’ના એકી અવાજે આકાર પામેલા વિશેષાંકો વારંવાર વાંચવાનું મન થાય, એવી પૂજ્યશ્રીની સંપાદનશૈલીના બોલતા પુરાવા છે. સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતીસાધનામાં લીન છે. તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ પ્રકાશમાં દીપી ઊઠે, તેઓશ્રી શ્રુતના પરમ ઉપાસક છે. તેઓની પ્રેરણાથી તેઓશ્રીના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી યુગચન્દ્રવિજયજી મ.ના માર્ગદર્શનથી મુંબઈ ગોવાળિયા ટેન્કના વિશાળ મેદાનમાં થયેલ શ્રુતમહાપૂજાનું આયોજન એવું ભવ્ય અને ઐતિહાસિક થવા પામેલ કે જેના દર્શન માટે લાખો દર્શનાર્થી આવેલ. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ શક્તિશાળી અને શ્રુતજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવનાર છે. પૂજ્યશ્રીના જીવનમાં ઉપધાન-ઉજમણા-પ્રતિષ્ઠા-દીક્ષા સંઘો આદિ અનેકવિધ કાર્યક્રમો સતત ચાલુ હોય છે. શક્તનના સ્રોતસમા પૂજ્ય સૂરિવરના ચરણોમાં કોટિ કોટિ વંદન. સૌજન્ય : શ્રીમતી નિર્મલાબેન સરદારમલજી જૈન, મુલુન્ડ-મુંબઈ Jain Education International સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ અને સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રતિભાના પ્રચંડ આચાર્યદેવ સ્વામી For Private & Personal Use Only જિન શાસનનાં પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ ન થાય એવું બને જ નહી! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને આચાર્ય પદ સુધી પહોંચેલ પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્ય શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં નામ એટલે—પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ.આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારોનું ધાવણ પીને ઊછરેલી પ્રકાશ-મહેન્દ્રની બાંધવબેલડી એટલે જાણે રામલક્ષ્મણની અજોડ જોડી. એમાં મુખ્ય ઉપકાર જો કોઈનો હોય તો તે હતો તે વખતે ‘લઘુરામ’ તરીકે લોકજીભે ગવાઈ ગયેલ પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજનો! વૈરાગ્યના રંગ રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડોલી ઊઠે! એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે સંયમી બનવાનો નિર્ધાર કર્યો. તેમાં વળી સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો મેળાપ થતાં પોતાના પુત્રો પ્રકાશ અને મહેન્દ્રને પણ સંયમમાર્ગના સાથી બનાવવાની ભાવના જાગૃત થઈ. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામ-ચંદ્રસૂરીશ્વરજી મહારાજની વાણીના શ્રમણે એમાં વેગ આવતો ગયો અને સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ ના દિવસે ધસઈ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા, અને મુનિશ્રી www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy