SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૨ પરમાનંદને મુનિશ્રી નરેન્દ્રસાગરજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. પૂ. સાધ્વીશ્રી તારાશ્રીજી મહારાજનાં શિષ્ય શ્રી અનોપબહેનનું નામ સાધ્વીશ્રી અંજનાશ્રીજી રાખીને, તેમનાં શિષ્યા વિમળાબહેનનું નામ સાધ્વીશ્રી વિદ્યાશ્રીજી રાખીને જાહેર કર્યાં. બાલમુનિશ્રી નરેન્દ્રસાગરજીમાં પૂર્વના પ્રબળ પુણ્યોદયે એક દિવસમાં ૫૦ગાથા કરવાની બુદ્ધિ હતી. પ્રથમ ચાતુર્માસમાં જ પંચપ્રતિક્રમણ–પગામસજ્ઝાય-પીસૂત્ર-ચાર પ્રકરણ-દશવૈકાલિકનાં ચાર અધ્યયન મુખપાઠ થઈ ગયાં. જેમ જેમ ઉંમર વધતી ગઈ, તેમ તેમ સંસ્કૃત, પ્રાકૃત, ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આગમગ્રંથો અને જ્યોતિષગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુરુનિશ્રામાં અવિરામ અધ્યયન કરીને પ્રખર શાસ્ત્રવેત્તા બન્યા. તેઓશ્રીને ગુરુકૃપાથી ૬ શિષ્યોની પ્રાપ્તિ થઈ. સં. ૨૦૨૨માં ચોટીલા શ્રીસંઘની વિનંતીથી પૂ. ઉપાધ્યાયશ્રી દર્શનસાગરજી મહારાજ તથા પૂ. ગુરુવર્યશ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ૮નું ચાતુર્માસ થયું. ત્યાં મુનિરાજ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજને આસો વદ ૬ ને દિવસે મહામહોત્સવપૂર્વક ગણિ પદ અર્પણ કર્યું. ત્યાર બાદ સં. ૨૦૨૮માં તળાજા સંઘની વિનંતીથી ચાતુર્માસ ત્યાં થયું, ત્યાં સં. ૨૦૨૯ના મહા સુદ ૩ ને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯ના ચૈત્ર સુદ ૧૩ ને દિવસે પૂ. ગુરુદેવશ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ ઠળિયા મુકામે સ્વર્ગવાસી થતાં સમુદાયની ક્ષેત્રો સાચવવાની–શાસનરક્ષાની જવાબદારી પંન્યાસ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજ પર આવી પડી. પૂજ્યશ્રીએ સં. ૨૦૩૨ તથા સં. ૨૦૪૨ની સંવત્સરી પ્રસંગે પત્રિકા આદિ સાહિત્ય બહાર પાડીને શાસનપક્ષને દેવસુર સમાચારીમાં સ્થિર કરવાપૂર્વક અપૂર્વ સેવા બજાવી. ત્યાર બાદ સમુદાયની શિસ્તને અનુવર્તીને, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, વડીલોની આજ્ઞાને શિરોમાન્ય ગણીને, સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને પાલિતાણા-આગમમંદિરના વિશાળ પટાંગણમાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાય પદ આપવામાં આવ્યું અને ઉપાધ્યાય પદને યથાર્થ શોભાવ્યું જોઈને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ ને શુભ દિને સ્વ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર સાગરસમુદાયના વડીલ આચાર્યદેવ શ્રી દર્શન-સાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસાગરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદ–વીતરાગ સોસાયટીમાં અનેક ગામોમાંથી પધારેલા શ્રીસંઘોના પરમ ઉલ્લાસ વચ્ચે આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું અને પૂજ્યશ્રી Jain Education Intemational જિન શાસનનાં નરેન્દ્રસાગરસૂરીશ્વરજી તરીકે ઉદ્ઘોષિત થયા. પૂજ્યપાદશ્રી વિજયદેવસૂરિ પરંપરાના પરમ રક્ષક હતા. શાસ્ત્ર-પરંપરાના અજોડ વેત્તા બની સમસ્ત શાસનમાં તેઓ સમાચારનું રક્ષણ નીડરતાપૂર્વક કરતા. મુંબઈ પાર્લામાં મળેલ ૧૮ સમુદાયના વરીષ્ટ આચાર્યોએ લેખિત પત્ર દ્વારા તેઓની શાસનસેવાને મુક્તમને બિરદાવી હતી. તેઓશ્રી શાસ્ત્રોના સંરક્ષક હતા. સાથે જ જ્યોતિષના અઠંગ અભ્યાસી હતી. લગભગ ૨૦૦ થી વધુ જિનાલયોની પ્રતિષ્ઠા તથા ૧૫૦૦થી વધુ મુમુક્ષુઓના દીક્ષાના મુહૂતો તેઓશ્રીએ આપ્યા હતા. પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે આજ સુધીમાં લગભગ સવાસો ગ્રંથો પ્રગટ કર્યા છે, જેમાંના મોટા ભાગના તેઓશ્રીએ સંપાદિત કર્યા છે, રચ્યા છે અને પ્રસિદ્ધ કર્યા છે. આ વિશાળ ગ્રંથરાશિ શાસનપ્રેમી ભાવિકોમાં અત્યંત પ્રશંસા પામી છે અને પૂજ્યશ્રીની આ અમૂલ્ય સાહિત્યસેવાથી અનુપમ શાસનપ્રભાવના થઈ છે. તેઓશ્રી રાજનગર– અમદાવાદમાં સં. ૨૦૪૪માં વૈશાખ માસમાં યોજાયેલા શ્રમણસંમેલનમાં સાગરસમુદાયના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સંયમના સાધક નિસ્પૃહી આ પૂજ્યશ્રીનો કાળધર્મ ૨૦૬૫માં થયો અને સમસ્ત શાસનમાં અનેરી ખોટ પડી. એવા એ શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવને કોટિશઃ વંદન! નજીક સૌજન્ય : શ્રી સૂર્યોદય-અભય સિદ્ધાચલ ચાતુર્માસ આરાધના ઉત્સવ સમિતિ-પાલિતાણા જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક પૂ. આ.શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગલદાસ અને માતા દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy