________________
ઝળહળતાં નક્ષત્રો
9૪૯
૨૯-૪-૨૦૦૪ દિને સમાપન પામી રહી છે. તનિમિત્રક ગિરધરનગર શ્રીસંઘ આયોજિત ભવ્ય દશાર્તિક મહામહોત્સવનાં મંડાણ થઈ ચૂક્યાં છે. પ્રાંતે પૂજ્યશ્રી પાસે આપણે સૌ એજ ઝંખીએ કે આપ આપની આ આરાધના-સાધના દ્વારા ખૂબખૂબ આત્મબળ કેળવી પ્રભુશાસનની વિશિષ્ટ આરાધના-રક્ષાપ્રભાવના કરી ભવ્યાત્માઓને સંસારસાગરથી તારવા માટે મેઢી રૂપ બની રહો.
પૂજ્યશ્રીની તેજસ્વી તવારીખો જન્મ : વિ.સં. ૨૦૦૯કારતક સુદ ૧૪, મુંબઈ, તા. ૩૧-|
૧૦-૧૫૨. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, માગસર સુદ ૧૦, રાધનપુર, તા. ૧૯-|
૧૧-૧૯૬૮. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, મહા સુદ ૧૩, પાલી, તા. ૩૧-|
૧-૧૯૬૯. ગણિ પદ : વિ.સં. ૨૦૪૯, માગસર સુદ ૬, કોલ્હાપુર. પંન્યાસ-ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૬,
ભોરોલ. આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૭, ભોરોલ. પ્રથમ વાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૫૫, વૈશાખ સુદ ૮
થી, જૂના ડીસા (ગુજ.) દ્વિતીયવાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૬૭, મહા સુદ ૧૪
થી, ગિરધરનગર (અમદાવાદ)
પૂજ્યશ્રીની બેવાર થયેલ શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધનાની વિશિષ્ટતાઓ :
. * સૂરિમંત્રની પાંચે પીઠોની સળંગ આરાધના * સળંગ થતી હોવાથી વચ્ચે ત્રણ છઠ્ઠ * ૮૪ દિવસ સુધી સંપૂર્ણ મૌન સંપૂર્ણ એકાંતવાસનું સેવન કે શક્ય પ્રયત્ન ઇશારાઓનો પણ અભાવ કે સંપૂર્ણપણે બાહ્ય વ્યવહારોથી અલિપ્ત * જાપ સિવાયના સમયમાં ગ્રંથોના વાચન સિવાય પત્રોનું વાચન-શ્રવણ પણ નહીં કે આ દિવસો દરમિયાન| લગભગ ૮૪,૦૦૦- થી અધિક સંસ્કૃત શ્લોકોનું વાચન | માત્ર એક સાધુ અને ઉત્તરસાધક સિવાય એક પણ સાધુ કે શ્રાવકના પરિચયનો અભાવ * માત્ર પાંચ વર્ષમાં જ આ| આરાધના બે વાર કરવી કે છેલ્લાં ૪00 વર્ષ પછી આ આરાધનાનું પુનરાવર્તન કરવું.
જ્યોતિર્વિદ જૈનાચાર્ય પ.પૂ. આ.ભ. શ્રી લધિસૂરીશ્વરજી મ.સા.
* વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુખસહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું. * દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી : તેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓનાં જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી. * જન્મ : વિ.સં. ૧૯૮૯, આસો સુદ ૬, પાટણ. * દીક્ષા : વિ.સં. ૨૦૦૬, મહા સુદ ૩, અમદાવાદ. વડી દીક્ષા : ૨૦૦૬, વૈશાખ સુદ ૧૦, આંતરસુબા.
ગણિ પદ : વિ.સં. ૨૦૩૦, માગસર સુદ ૫, જામનગર, * પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદી ૧૪, પૂના. * આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ ૨, પૂના. * કાળધર્મ : વિ.સં. ૨૦૬૭, મહાસુદ-૯, ધાકડી લબ્ધિધામ |
તીર્થની આસપાસ. * અગ્નિસંસ્કાર : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૦
લબ્ધિધામમાં.
બનાસના પાણીની આજુબાજુ ઘૂમતી ઘૂમરી લેતી લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૯૮ના આસો સુદ-૬ના સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબહેનની રત્નકુક્ષિએ એક પુણ્યક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનીત અવતરણ થયું, જેથી કુટુંબ-પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેરચંદ નામ પાડ્યું.
વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા.
સૌજન્ય : શ્રી ભરતભાઈ વસ્તીમલજી પૂનમિયા, વાપી (દ.ગુજ.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org