SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો અધ્યયન કરીને ત્યાંના મહાવૈયાકરણીઓ અને નૈયાયિકોએ તેઓશ્રીને ‘શાસ્ત્રવિશારદ'ની માનદ પદવી આપી હતી. તથા પૂજ્યશ્રી યોગશક્તિના પ્રભાવે આત્મસાક્ષાત્કારની દિવ્યશક્તિઓના પ્રભાવે ભવિષ્યવાણીનું ઉદ્બોધન કરતા જણાવ્યું કે રાજા સકળ માનવ થશે. રાજા ન અન્ય કહાવશે. એક ખંડ બીજા ખંડ ઘરબેઠા વાત કરશે. સાયન્સની વિદ્યાવડે શોધો ઘણી ચલાવશે જે ગુપ્ત ને જાહેરમાં દિવ્ય વાદ્યો વાગશે. આવી અનેક ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. જે આપણે સૌએ ૧૦૦ વર્ષ પછી પણ આજે અનુભવી રહ્યા છીએ. સં. ૧૯૭૦ના માગશર મહાસુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે ભારતભરના શ્રીસંઘોએ એકત્રિત થઈને પૂજ્યશ્રીને મહા-મહોત્સવપૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. સૌએ આ પ્રસંગનો ખૂબ લાભ લીધો હતો. પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષનો ભરપૂર અને વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલો દીક્ષાપર્યાય પૂરો થયો. જેઠ વદ ૩ ને દિવસે મહુડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયે પધાર્યા. ‘ઓમ અ મહાવીર' નો અજપાજાપ ચાલુ થયો. પૂજ્યશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂક્યું હોય તેમ આસપાસ જોયું. સર્વ શિષ્ય સમુદાય હાજર હતો. પ્રસન્નતાપૂર્વક નયનો મીંચ્યાં અને સમાધિસ્થ થયા. સૌ સ્વમું જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજ્યપાદ આચાર્ય શ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની આંખોમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી જ્ઞાનજ્યોતિને અખંડ પ્રકાશિત રાખનારા આ મહાત્માએ ત્રણ દિવસ પહેલાં તો એકી સાથે ૨૭ પુસ્તકો પ્રેસમાં મોકલ્યાં હતાં. નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામોગામ અને નગર નગરે પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરથી લાખો ભાવિકો ઉમટી પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને દિવસે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ‘જય જય નંદા, જય જય ભદ્રા'ના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આંખો અશ્રુધારા વહાવતી રહી અને પૂજ્યપાદ ગુરુદેવનો ક્ષર દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ સાધના, અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની પંક્તિમાં પ્રકાશી રહ્યા. આજેય વિજાપુરના જૈનમંદિરના પરિસરમાં પૂજ્યશ્રીના અસ્તિત્વની અનુભૂતિ સૌ કોઈને થાય છે. કારણ? કારણ કે સુવાસ કદી મરણાધીન બનતી નથી. એ તો ચિરંતન હોય છે. શાશ્વતી મહેક તો આજેય એવીને એવી જ અનુભવાય છે. સૌજન્ય : પદ્માવતીબેન નિરંજનભાઈ ભાવનગર હ. !હાબલ Jain Education International જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ', ૫૮ શાસ્ત્રગ્રંથોના સર્જ–સંપાદક, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, કિવકુલિકરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા. મહાન ધર્મધુરંધર મહારાજના જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે! તેઓશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થની નજીક આવેલા બાલશાસન નામના નાનકડા ગામમાં થયો હતો. પિતા પીતાંબરદાસ અને માતા મોતીબહેનને ત્યાં સં. ૧૯૪૦ના પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે તેઓ અવતર્યા. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો અને બાલ્યવયથી સાધુસાધ્વીજીઓના સહવાસને લીધે લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવોએ પ્રબોધેલો માર્ગ જ સંસારની માયામાંથી મુક્તિ અપાવવામાં સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વયે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિસૂરીશ્વરજી નામે ઘોષિત થયા. તેઓશ્રીના ગહન જ્ઞાનનો પરિચય તેમણે સંપાદિત કરેલા દ્વાદશાર નયચક્ર' ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતું અને એ વખતે પૂ. સૂરીશ્વરજીએ ગિર્વાણગીરા સંસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજ્યશ્રી વક્તૃત્વશક્તિમાં પણ પારંગત હતા. તેઓશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વનો સુભગ સમન્વય થયો હતો. તેથી તેમનાં પ્રવચનો સાંભળવા અસંખ્ય ભાવિકો એકત્રિત થતા હતા. ઇડરના શ્રીસંઘે સં. ૧૯૭૧માં પૂજ્યશ્રીને જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ’ના માનવંતા બિરુદથી અલંકૃત કર્યા હતા. પિની સવિક છે. વસિ ધર્મલોક મા For Private & Personal Use Only ૭૩૧ સુરી ગુર્જર (uid ના કારખા પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લોકપ્રિય નીવડી કે આજે પણ મહાનગરોના મહાન જિનાલયોથી માંડીને www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy