________________
ઝળહળતાં નક્ષત્રો.
૭૨૭
શાસ્ત્રજ્ઞાનના વિઘા વાિિધશમા
શ્રમણ અધિનાયકો
સર્વજ્ઞ પ્રભુના શાસનની અજોડતા તેના અવ્વલ અને અઢળક શાસ્ત્રખજાનાને આભારી છે. જૈન શાસનનો ભવ્ય જ્ઞાનખજાનો માત્ર તેના શ્રુતભંડારોમાં જ સચવાયેલો નથી, પણ જીવંત શ્રુતભંડાર સમા શ્રુતધરો વિશાળ સંખ્યામાં આજે પણ વિદ્યમાન છે. પાંચ પ્રહરનો સ્વાધ્યાય એ શ્રમણજીવનની નિત્ય ક્રિયા છે. સૂત્ર અને અર્થનું વિનિયોજન એ જૈન શાસનની આગવી શ્રુતપરંપરા છે. સ્વ-પર દર્શનનાં શાસ્ત્રોનું ગહન અધ્યયન કરીને વિદ્વત્તાથી ઓપતા વિદ્યાવારિધિ સમા સૂરિવરો અને મુનિવરોથી જૈન શાસન દીપે છે. જૈનાગમોના પ્રકાંડ વિદ્વાનોથી જૈન સંઘ આજે પણ સમૃદ્ધ છે. આ શાસ્ત્રવેત્તાઓએ જૈનશાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો છે, અપૂર્વ ચેતના પ્રગટાવીને અભિનવ સંસ્કારો આપ્યા છે. ભિન્નભિન્ન વિષયના નિષ્ણાંતોએ પોતાના સમગ્ર જીવનને તપ, ત્યાગ, સંયમ અને સ્વાધ્યાયની સુવિશુદ્ધ આરાધના કરવાપૂર્વક જિનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જોડી દીધું હતું. ગુણરત્નના સાગરસમાન આવા અનેક પૂજ્યો અને આવા પ્રખર વિદ્યાવારિધિઓને કોટિશઃ વંદના!
આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિત્યસિદ્ધ રાખવા બંને કાળના અરિહંત ભગવંતોએ શાસનના મૂળમાં અમૃતને સીંચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનનો પાયો દઢ કર્યો છે. અમૃતસભર
મૂળને વિકસ્વર બનાવવાની અનુપમ શક્તિ સાધુજનો, મહાપુરુષો અને આત્મશ્રેયસ્કરો જ પામી શકે છે અને જેઓ જન્મ ધરીને સ્વ-પરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનતાનો ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિઓ વંદનીય બની જાય છે. આગમોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એક વંદનીય વિભૂતિ હતા. એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી
યમુનાબહેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા એટલે દિવાસા' ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર. સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી.’-એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાંજ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા નયનોમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણો પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org