________________
ઝળહળતાં નક્ષત્રો
શ્રી
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુ-ભગવંતોની પુનીત નિશ્રામાં મહારાષ્ટ્રના વણી ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પન્ના-રૂપા ધર્મશાળા-પાલિતાણામાં ભગવતીસૂત્રના જોગ કરાવ્યા અને હસ્તગિરિ તીર્થે સં. ૨૦૪૧-ના ફાગણ સુદ ૩–ના દિવસે ૩૦૦ ઉપરાંત પૂ. સાધુસાધ્વીજી મહારાજો અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહોત્સવપૂર્વક ગણિ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩– ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ વિ.સં. ૨૦૫૦ મહા સુદ-૮ને શનિવારે શ્રી શત્રુંજય મહાતીર્થે રત્નત્રયીધામમાં આચાર્યપદથી વિભૂષિત કર્યાં. હાલ ૫૭ વર્ષનો દીક્ષાપર્યાય. આજે ૮૦ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરી– કરાવી રહ્યા છે. છેલ્લાં ૩૫ વર્ષોથી ગુર્વાજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી છે. પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ૨૫ જેટલાં પુસ્તકો ‘જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ' મારફત પૂજ્યશ્રીનાં પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે.
પૂજયશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી સાધ્વીશ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વીશ્રી ચંદ્રદર્શનાશ્રીજી, સાધ્વીશ્રી અમી૨સાશ્રી આદિ દિક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન−દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર-પ્રથમસૂત્ર : ‘ચાર શરણ સ્વીકાર, સ્વદોષદર્શન અને પરગુણ અનુમોદન' છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ‘શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ' દ્વારા હાઇ વે ઉપર શ્રી ‘શ્રી વર્ધમાનસૂરિ જ્ઞાનમંદિર', ‘શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી ૭૦૦ વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને તેમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. આચાર્ય શ્રી કીર્તિસેનસૂરિજીનું સંસારી નામ કાંતિલાલ. પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું.
Jain Education Intemational
૩૨૫
તેમનો જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧-ને દિવસે અંબાપર (કચ્છ) માં થયો હતો. પૂજ્યપાદશ્રી હાલ પાલિતાણા મધ્યે ‘જય શત્રુંજય આરાધના ધામ' મધ્યે બિરાજમાન છે. જ્યાં દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી જિનમંદિર, ભવ્ય જ્ઞાનમંદિર, શ્રી સુધર્મસ્વામી પ્રવચન હૉલ, શ્રી ગૌતમસ્વામી સ્વાધ્યાય હૉલ, સૂરિમંત્ર પંચપીઠ, શ્રી ત્રિભુવનસ્વામીની પ્રતિમા, ૮ નાના ઉપાશ્રય, ધ્યાનમંદિર આદિ વિશાળ સંકુલ છે. જેના સૌજન્યદાતા દેવેન્દ્રભાઈ રતિલાલ શાહ, પાટણવાળા (હાલ પાર્લા-મુંબઈ) છે. શિષ્ય પરિવારમાં પં. કીર્તિરત્ન વિજયજી મ., મુનિ તીર્થરત્ન વિજયજી મ. આદિ પ છે.
સૌજન્ય : જય શત્રુંજય આરાધનાધામ ટ્રસ્ટ, પાલિતાણા પ.પૂ. આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા.
એમનો જન્મ પિંડવાડા (રાજસ્થાન)માં વિ.સં. ૧૯૮૭ના ભાદરવા વદ સાતમે થયો હતો. પિતાનું નામ કિસ્તુરચંદજી અને માતાનું નામ નંદિનીબહેન હતું. માતાપિતાના સુસંસ્કાર અને પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સુપરિચયથી એમની વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ. તેઓ રોજ બહુ ઠાઠમાઠથી પરિવાર સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. એમણે પોતાના ઘરનું વાતાવરણ જિનેન્દ્ર ભક્તિમય બનાવ્યું. એ જ કારણે એમનો શાસન તરફનો અનુરાગ અને સંસાર તરફ ઉદાસીનભાવ દિનપ્રતિદિન વધતો ગયો.
એમણે એકત્રીસ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત લીધું અને વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના રોજ પિંડવાડામાં સહકુટુંબ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર પરિવારની દીક્ષા, વડી દીક્ષા એક જ દિવસે થઈ. પિતા અને બે પુત્રોની ગણિ પદવી એકજ દિવસે થઈ. રાજસ્થાનમાં એક કુટુંબના ૬ સભ્યોની દીક્ષા એક જ દિવસે સર્વપ્રથમવાર થઈ. એમણે રાજસ્થાનની કીર્તિમાં ચાર ચાંદ લગાવી એક આશ્ચર્ય સર્જી દીધું. તેઓ મેવાડ દેશોદ્ધારક આ.ભ. શ્રી જિતેન્દ્ર સૂ.મ.ના સુશિષ્ય બન્યા. ગૌરવમય પરિવાર :
પિંડવાડાના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદજી હંસરાજજી પ્રાગ્ધાટ પરિવાર બહુ ગૌરવશાળીછે. આ પરિવારના ૬ સભ્યો દીક્ષિત થયા. કિસ્તુરચંદજી હંસાજીના પુત્ર, પુત્રવધૂ, બે પૌત્ર તેમજ બે પૌત્રી. કિસ્તુરચંદજી હંસરાજજીનો પરિવાર નીચે મુજબ છે : ૧. ધર્મચંદજી કિસ્તુરચંદજી, ૨. કાલિદાસજી
For Private & Personal Use Only
www.jainelibrary.org