SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૭૧૯ અધ્યાત્મમાળા સાધનાનિષ્ઠ ચારિકાધશે શ્રમણધર્મ આખરે તો એક આધ્યાત્મિક ખોજ છે. ભૌતિકજીવનના સામે છેડે અધ્યાત્મની દુનિયા છે. આંતરકષાયો અને વિષયની અભીપ્સાઓ શમાવી આત્મગુણોના ઊંચા સુખની અનુભૂતિની એ દિવ્ય સૃષ્ટિ છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અનેક પૂજયવર્યોએ યોગ-અધ્યાત્મના ગ્રંથોમાં અધ્યાત્મસુખની દિશા ચીંધી છે. તે માર્ગને અનુસરીને સાધક આત્માઓ અધ્યાત્મમાર્ગની નૈષ્ઠિક સાધનામાં ગળાડૂબ બને છે. આવા કર્મયોગીઓ અને અધ્યાત્મયોગીઓ અનેક સાધક આત્માઓ માટે એક ઊંચો આદર્શ સ્થાપી જનારા છે. જિનશાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવેશ પૂ.આ.શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. પાલનપુર પાસેનું જૂના ડીસા શહેર. આ શહેરને અડીને વહે છે શુભ્ર સલિલા બનાસ નદી અને એથી જ નગરની પ્રાકૃતિક સમૃદ્ધિ અનેકગણી વધી જાય છે. આમેય ડીસા નગર બબ્બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તુંગ, દિવ્ય અને દેદીપ્યમાન જિનાલયો, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓ, ગુરુમંદિરો અને કીર્તિમંદિરોથી અલંકૃત છે. આ શહેરના ચૂનીલાલ છગનલાલ મહેતાને ત્યાં માતા જમનાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૭૯ના માગશર વદ દસમના દિવસે પુત્રનો જન્મ થયો. સમયના ગર્ભમાં પણ અજબ સંકેતો છુપાયેલા હોય છે. હર એક ક્ષણનો અલગ અલગ ચહેરો હોય છે. પુત્ર જન્મની એ ક્ષણ પણ માંગલ્યનો પ્રતિધ્વનિ પ્રગટ કરતી હતી. પુત્રનું નામ પાડવામાં આવ્યું વર્ધચંદ. જમનાબહેનને કુલ છ સંતાનો હતાં. પ્રથમ પુત્ર તે શાંતિલાલભાઈ. પછી પુત્રી મણિબહેન. પછી કાંતિલાલ, વર્ધચંદ, રતિલાલ, અને સૌથી નાનાં તે સવિતાબહેન. પુત્ર વર્ધચંદને માતા જમનાબાઈ ભારે લાડકોડથી ઉછેરવા લાગ્યાં. ઘરમાં કશી વાતની કમી નહોતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય. હા, ચૂનીલાલભાઈનો સ્વભાવ ઘણો જ કડક હતો. તેઓ પાલનપુરના નવાબના જમણા હાથ સમા પોલીસ પટેલ હતા, એટલે સખ્તાઈ એમના સ્વભાવમાં હતી. એમનો તાપ સૂર્ય સમાન હતો પણ માતા જમનાબાઈ ઋજુ કોમળ હૃદયનાં શ્રાવિકા હતાં. તેઓ ધર્મકાર્યમાં સતત રત રહેતાં. દેવદર્શન, વર્ષીતપ, આયંબિલની ઓળી, અઠ્ઠાઈ પણ કરતાં. ગુરુભગવંતોને વંદન કરવા માટે નિયમિત જતાં. જમનાબાઈ વર્ધચંદને પોતાની સાથે દેરાસર લઈ જતાં. તેઓ તપનાં અનુરાગી હતાં. માતાના સંસ્કાર પુત્ર વર્ધચંદ પર પડ્યા. દર પૂનમે નાનકડો વર્ધચંદ માતાની સાથે ભીડિયાજી તીર્થનાં દર્શન કરવા પણ જતો. ત્યાં જઈ એ ભાવથી ભક્તિ કરતો. માતાની જેમ પુત્ર વર્ધચંદ પણ સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે સદાય ખડેપગે તૈયાર રહેતો. વર્ધચંદને માતા પાસેથી બાલ્યવયે પ્રભુપ્રીતિના સંસ્કાર સાંપડ્યા હતા. બાળપણે ઉપાશ્રયની દીવાલ પરની યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજની મોટી તસ્વીર જોતો ત્યારે લાંબા સમય સુધી એની આંખ ત્યાંથી ખસી શકતી નહોતી. એ તસ્વીરને જોઈને વર્ધચંદનું અંતર ઝંકૃત બની જતું મનમાં કંઈક જુદા જ પ્રકારનો ભાવ અનુભવાતો. પિતા ચૂનીલાલભાઈની ધાક જબરી હતી. આસપાસના પંથકમાં એમની હાક વાગતી. પણ એમનો આ પુત્ર! પુત્ર નામે વર્ધચંદ! દીક્ષા લેવાની રઢ લઈ બેઠો હતો! છેવટે એમનો સંકલ્પ સફળ થયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજને દિવસે વર્ધચંદે સ્વયં સાધુનો વેશ ધારણ કરી લીધો. અઠ્ઠમ તપ હતો અને વિહાર કર્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy