________________
૫૨
જિન શાસનનાં
દર્શનશાસ્ત્ર-ફિલસૂફી પણ કહી શકાય. જેના દ્વારા વસ્તુનું સત્યભૂત તાત્ત્વિક સ્વરૂપ જાણી શકાય તે દર્શન છે. કંઈક જોવા–સમજવાના પ્રયત્નના પરિણામે પ્રાપ્ત થયેલ માર્ગ કે ચિંતન એટલે દર્શન. દર્શન જીવનમાં ગજબની ક્રાંતિ લાવે છે. દર્શનથી જીવનની આખી પદ્ધતિ સમુળગી બદલાઈ જાય છે. દર્શનથી જીવનની એક એક પળ નવપલ્લવિત બની જાય છે. એટલું જ નહીં પણ આ દર્શનના મૂળમાં જિજ્ઞાસા પડેલી છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો? દૃશ્યમાન જગતનું સાચું સ્વરૂપ શું છે? તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તેનો સર્જક કોણ છે? આપણું કર્તવ્ય શું? સુંદર સાધનામાર્ગ કયો? મનમાં ઉપસ્થિત થતા આવા અનેક પ્રશ્નોના જવાબ મળે છે દર્શનથી. દર્શન સત્યને સમજવાની એક નવી જ દૃષ્ટિ આપે છે. જૈનધર્મમાં આ શબ્દનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે.
જૈનદર્શનમાં સમ્યગ્ દર્શનની વિશિષ્ટ મહત્તા છે. સમ્યગ્ દર્શન એટલે વસ્તુને યથા સ્વરૂપમાં જોવાસમજવાની દૃષ્ટિ. મોક્ષમાર્ગનાં ત્રિરત્નોમાં તેનું પ્રથમ અને વિશેષ સ્થાન રહ્યું છે. પ્રત્યેક વસ્તુ-એ જગત હોય કે જીવ–સૌને વૈજ્ઞાનિક પદ્ધતિએ તટસ્થભાવે નીરખવાની કળા એટલે સમ્યગ્ દર્શન, જે માનવીમાં સર્વપ્રથમ આત્મજાગૃતિ, સરળતા, આસ્થા વગેરે સદ્ગુણો જન્માવે છે અને પછી જગતના બાહ્ય પદાર્થોને નીરખવાની દૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત જૈન દર્શન જગત, જીવ, ઈશ્વર, મુક્તિ વગેરે પ્રત્યે વિશિષ્ટ માન્યતાવાળું દર્શન છે. અપરાધો સાંભળવા, ખણખોદ કરવા સૌનું દિલ ઝટ ઇચ્છે છે; પણ જૈન દર્શને પ્રેમ, અહિંસા, મુદિતા અને કરુણાના આપેલા ચતુર્વિધ અમૃતસરોવરમાં ડૂબકી મારનારને જ પરમ શાંતિ અને પરમ સુખનો લાભ મળે તેમ કહ્યું છે. અપરાધો ખમાવવા એ જ મોટામાં મોટું મંગલ દર્શન છે. એટલે જ જૈન દર્શનના અનુયાયીઓ જગતના બધા જીવોને ખમાવે છે. આ વીતરાગ-દર્શન જ વિશ્વનું મંગલ કરશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. તાત્ત્વિક ભાષામાં દર્શન શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધા, સમકિત અથવા વિશિષ્ટ અનુપ્રેક્ષાશક્તિ.
પોણી સદીથી વધુ જીંદગીના જે વર્ષો આનંદથી પ્રવાસ પર્યટનોમાં અને સાહિત્યસંશોધનમાં ગાળ્યા તેમાં મને આ ભરતખંડ--પુણ્ય ધરાની સોડમ કાંઈક અલગારી જણાય છે. દુનિયાના કેટલાક દર્શને ગંધવતી પૃથ્વી એવું નામ આપ્યું છે. પણ ગંધ જ નહીં મને બે ત્રણ ખાસ લક્ષણો અનુભવાયા છે. સુગંધવતી પૃથ્વી, શીલવતી પૃથ્વી, માધુર્યમયી પૃથ્વી. પૃથ્વી ધેનુ છે અને કામદૂધા છે. એટલે જ પૃથ્વીના સુગંધ, શીલ, માધુર્યના દૂધની જ ગુપ્ત સરવાણી અત્રે કાયમ રહેવાની. સંસ્કૃતિ અને શીલધર્મનો જ્યાં અજોડ સમન્વય અનુભવાયો એવી આ ધરાના યશોજ્જ્વલ સંતાનોની સાધના સિદ્ધિઓનો મહિમા ગાવાનો લોભ સુદીર્ઘ આયુષ્ય અને સુગ્રથિત ગ્રંથાવલિઓનું પ્રકાશન થયા પછી પણ જતો નથી.
જૈન દર્શનમાં મનોવૈજ્ઞાનિક વિચારધારા
FF'
)) | |
આધુનિક મનોવિજ્ઞાનના આચાર્યો કહે છે કે મનના ઘણા સ્તર છે. જાગૃત મન તો સમુદ્રમાં તણાઈ આવતી હિમશીલાનો પા ભાગ દેખાય–પોણો ભાગ દેખાય જ નહીં– તેવું છે. અર્ધજાગૃત, અજાગૃત, અવચેતન એવા એવા મનના સ્તરોનાં સંશોધનો અત્યારે ચાલે છે. શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટ ગણધર ગૌતમ પ્રભુ મહાવીરમાં એટલી ભક્તિ-આસક્તિ સેવતા હતા કે તેમના ઉપદેશથી ઘણા જીવો કલ્યાણના માર્ગે આરૂઢ થયા. પચાસ હજારને કેવલજ્ઞાનની લહાણી કરી. પણ ગૌતમ ગણધરને પોતાને કેવળજ્ઞાન થયું નહીં. ભગવાન વર્ધમાન મહાવીર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org