________________
૫o
જિન શાસનના
જૈન મંદિરો બંધાવ્યાં. શ્રેણિક મહારાજા દરરોજ મહાવીર પ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં આઠ-દસ ડગલા આગળ જઈ ૧૦૮ સોનાના જવથી સ્વસ્તિક કરતા.
આબુ-દેલવાડાનાં જૈન દેરાસરો ઉપર ફરકતી ધજાઓ કેવળ જિનશાસનના મધ્યકાલીન યુગના પ્રભાવની સ્મૃતિને જ માત્ર જાગૃત નથી કરતી, બલ્ક એ કાળમાં જૈન શાસને સર્જેલા પ્રજાવત્સલ રાજવીઓની પ્રકાશવંતી ગૌરવગાથાને પણ તાજી કરે છે અને કાળના માનવ-ઔદાર્યની ઝાંખી કરાવે છે. મહારાજા સંપ્રતિ, વિક્રમાદિત્ય, ખારવેલ આદિની જિનભક્તિ પ્રસિદ્ધ છે. કંડકોલી નગરના સોમદેવ રાજાએ પ00 સોનાના અને ૧૭00 લાકડાના જિનાલયો બંધાવેલા. ધર્મનંદન રાજાએ શત્રુંજય ઉપર યક્ષે આપેલી રસકૂપિકાથી કોટીભાર પ્રમાણ સોનુ બનાવી ૧૦ ભાર પ્રમાણ સોનાના ૧૦૦ જિનાલયો, ચાંદીના ૧00 જિનાલયો, ચાંદીના એકલખ જિનબિંબો, પિત્તળના નવલાખ જિનબિંબો અને પાષાણના ૯૦ લાખ જિનબિંબો ભરાવીને ગજબની શાસનપ્રભાવના કરી હતી. મગધના મહાન સમ્રાટ શ્રેણિક મહારાજા તો આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે તીર્થકર બનશે. નવવંદો પણ જેનો હતા અને તેના શકટાલ આદિ મંત્રીઓ પણ જૈન હતા.
રાજ્યશાસન અને ધર્મ વચ્ચેની સમન્વય કડી : ધર્મપ્રેમી મંત્રીશ્વરો
જૈનધર્મશાસને એક સમયે નગરશેઠ નામે એક નવી કેડીનું નિર્માણ કર્યું અને ‘પ્રધાન' નામની એક બીજી સુંદર કેડીનું પણ સર્જન કર્યું. પ્રજાધર્મ બનેલો જૈનધર્મ આ
કડીઓ દ્વારા ફરી રાજતંત્રો સુધી પોતાનો અવાજ પહોંચાડી શકતો હતો. ગુજરાતના મહા-અમાત્ય આશુક પૃથ્વીપાલ, શાન્તનુ, આભુ, મુંજાલ કે ઉદયન મહેતા, આંબડ પેથડ, ઝાંઝણશા વગેરે સ્વયંબળે ઉચ્ચ દરજે પહોંચ્યા હતા. પેથડ મંત્રીના ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ
વર્ણનું દાન આપતા હતા, ત્યારે યાચકોની ભારે મોટી ભીડ જામતી હતી. •
રાજા-પ્રજા વચ્ચેની આ કડીઓ કેવી આશીર્વાદરૂપ હતી તે જોઈએ. રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદરામાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી વફાદાર જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરોની ભેટ ધરી દીધી હતી. જૈનધર્મના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી ઉપર ભગવો ઝંડો ફરકતો થયો. વિરધવલના મંત્રી તેજપાળે અને માંડવગઢના પેથડશાહે દર્ભાવતી-ડભોઈનાં જિનમંદિરોના નિર્માણકાળમાં સારો એવો રસ લીધો હતો એટલું જ નહીં પણ ધર્મ અને રાજ્યશાસન વચ્ચેનો સમન્વય સાધ્યો. મંત્રી આંબડે ભરૂચના શકુનિકા વિહારમાં બે કરોડ દ્રવ્ય ખર્ચો જીર્ણોદ્ધાર કરાવેલ.
નવમી સદી પહેલાનો ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવે છે કે ગિરિતીર્થ જ્યાં ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી હતી, જ્યાં એક સમયે 300 જિનમંદિરો ઝળાહળાં થતાં હતાં, ત્યાંના ધર્મપ્રેમી મંત્રીશ્વરો પેથડશા અને ઝાંઝણશાનું જૈનધર્મમાં જે અપ્રતિમ યોગદાન હતું તે અમર રહેશે. કહેવાય છે કે વસ્તુપાલે તેરસો તેર અને પેથડશાહે ચોર્યાશી જિનમંદિરો બંધાવ્યાં. વસ્તુપાલ-તેજપાલની આ બાંધવબેલડીએ જૈનધર્મનો રોમહર્ષક પ્રભાવ વિસ્તાર્યો હતો. ૧૨૮૭માં તેમણે શત્રુંજયનો એક યાત્રાસંઘ કાઢ્યો હતો. આ સંઘમાં નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ, વર્ધમાનસૂરિ, રાજગચ્છના બાલચંદ્રસૂરિ, વડગચ્છના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org