SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૬99 ઝળહળતાં નક્ષત્રો. જૈન ધર્મ કેટલો પ્રાચીન આપણે જાણીએ છીએ કે તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણ એક જ કુટુંબના હતા. શ્રીકૃષ્ણ દ્વારિકામાં રાજધાની વસાવી અને તેમનું નિર્વાણ દેહોત્સર્ગ સોમનાથ પાટણ પાસે થયું. આ બેની વચ્ચે જૂનાગઢ આવે છે. નેમિનાથનું મંદિર તપોભૂમિ જૂનાગઢનો પર્વત છે. ગુજરાતમાં બે સ્થળ અતિ પ્રાચીન ગણાય છે તેમાં જૂનાગઢ અને ઉત્તર ગુજરાતનો અમુક પ્રદેશ ગણાય છે. રૈવતાચલ (ગિરનાર-જૂનાગઢ), શત્રુંજયગિરિ (પાલિતાણા), તાલધ્વજગિરિ (તળાજા), તળાજા અને પાવાગઢ આ પર્વતો પર જૈનતીર્થો છે ઉપરાંત ગુજરાતના જ શ્રેષ્ઠીઓના ધનથી બંધાયેલા અર્બુદાચલ (આબુ), અચલગઢ અને કુંભારિયાના તીર્થો છે જે ઘણા જુના છે. આ તો માત્ર ગુજરાતની જ વાત થઈ પણ સમગ્ર ભારતમાં જૈન ધર્મ વ્યાપક છે તેથી ગુજરાતમાં આવ્યા પૂર્વે એ કેટલા વર્ષ જૂનો છે તે જાણવું ઉપયોગી થશે. વડોદરાના મહારાજા સયાજીરાવના રાજગુરુ પંડિત મહાદેવ શર્માએ કહેલ વાત આપણા માટે મહત્ત્વની છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પંડિત મહાદેવ શર્માને પોતાના ગુરૂ બનાવવાની ઇચ્છા હતી ત્યારે તેઓ મદ્રાસના ગવર્નર હતા. વડોદરાના તે વખતના મહારાજા પ્રતાપસિંહ દ્વારા તેમણે રાજગુરુ મહારાજનો સંપર્ક કરવા યત્ન કર્યો. તેના ઉપાયરૂપે પ્રતાપસિંહજીએ રાજગુરૂ મહારાજને કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રસ્તાવ મૂક્યો. સામાન્ય રીતે દર બે ત્રણ વર્ષે તેઓ મોટી યાત્રાએ બદ્રીનાથ, કેદારનાથ જેવા સ્થળોએ જતા આથી આ પ્રસ્તાવ તેમણે સ્વીકાર્યો. આપણે જાણીએ છીએ કે મોટી યાત્રાએ ગયા પછી એક નાની યાત્રા કરવાની પ્રણાલી છે. એ રીતે નાની યાત્રા તરીકે મદ્રાસ પાસે આવેલ રામેશ્વરની યોજના તેમણે મનમાં ઘડી રાખેલી અને એ રીતે રાજગુરૂ મહારાજને મદ્રાસ લઈ જઈ મહારાજા કૃષ્ણકુમારનો સંપર્ક કરાવવા વિચાર્યું. આશરે પચ્ચીસ માણસોની મંડળી સાથે તેઓ કૈલાસની યાત્રાએ નીકળ્યા. કૈલાસ પર્વત પાસે પહોંચ્યા એટલે રાજગુરૂ મહારાજે એક જગા બતાવી ત્યાં પહાડની અંદર ખોદવા સૂચના કરી. સાત આઠ ફૂટ ખોધ્યા પછી પૂછયું તો વધારે ખોદવા કહ્યું. સોળ ફૂટ ખોદ્યા પછી એક બારણું દેખાયું. રાજગુરૂ મહારાજે પ્રતાપસિંહને કહ્યું કે અત્યારે શિયાળાનો બરફ પૂરો ઓગળ્યો નથી પણ એ ગુફા આદેશ્વર ભગવાનની છે. ખોલી જોતાં ત્યાં મૂર્તિની સામે તાજાં ફૂલો હતાં અને ઘીનો દીવો જગી રહ્યો હતો. રાજગુરૂ મહારાજે કહ્યું કે અત્યારે આદેશ્વર ભગવાનની પૂજા દેવો કરે છે પણ બરફ ઓગળી ગયા પછી તિબેટના લામાઓ પૂજા કરશે. પ્રતાપસિંહને બોલાવી આજ્ઞા કરી કે તમારા રાજ્યમાં જૈનો મોટી સંખ્યામાં વસે છે તમે હિંદુ છો પણ જૈનો સાથે પણ સારો વર્તાવ કરશો તો સુખી થશો. થોડા વર્ષો પછી ગુરૂ મહારાજે તેમને ત્યાં મળવા આવેલા શ્રોતાઓ-ભક્તોને વાત કરી કે હિંદુઓના–સનાતન ધર્મના–વેદો જેટલા પ્રાચીન છે તેટલા જ પ્રાચીન જૈન આગમો છે. પંડિત મહાદેવ શર્મા–રાજગુરૂ મહારાજના પિતા પંડિત જયદેવજી કાશીના મહારાજાના રાજગુરૂ હતા અને ચારે વેદો તેમને કંઠસ્થ હતા એવી જ રીતે રાજગુરૂ મહારાજને પણ ચારે વેદો કંઠસ્થ હતા એટલું જ નહિ મસ્લિમ-પારસી–જૈન તમામ ધર્મના ધર્મગ્રંથો તેમણે વાંચેલ હતા. જૈનધર્મ હિંદુધર્મ જેટલો જ જૂનો છે એટલું જ આપણે સ્વીકારીશું. સંગીત વિષે પ્રાચીનતા કેમ નક્કી કરવી જો જૈન આગમો વેદ જેટલાં જૂના હોય તો એક વાત તો સિદ્ધ થયેલી જ છે કે તમામ પ્રાચીન ધર્મશાસ્ત્રો છંદોબદ્ધ લખ્યાં છે ને તે ગવાય છે. આપણે સામવેદ વિશેષ રીતે ગવાની પ્રથા આજ સુધી ચાલુ છે. ભારતની તમામ ભાષામાં પ્રાચીન સાહિત્ય છંદોમાં જ રચાયું છે અને ગવાયું છે. તો જ કંઠસ્થ રહે. લેખનનો આરંભ થયા પછી લાંબા સમયે ગદ્ય-નિબંધરૂપે સાહિત્ય લખાયું. આથી સંગીતમાં ગવાતા સાહિત્યનું સંગીત પણ એટલું જ પ્રાચીન છે. ભાષા જૂની છે કે સંગીત? આ વાત ક્યારેય વિવાદ છે જ નહિ. માનવી જભ્યો ત્યારથી જ તેની માતાએ તેને હાલરડાં સંભળાવ્યા છે. સ્વરબદ્ધ સંગીત વધુ અને માતાની કાલીઘેલી બાળકને માટેની વાત તેમાં હોય છે. એટલે શબ્દો અક્ષરો ન હતા ત્યારે સંગીત હતું જ. આદિવાસી સમાજ આપણા ડાંગી લોકો–ભીલો નગારું વગાડીને એકબીજાને સંદેશો મોકલાવે ને તે સંગીતના ધ્વનિની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy