SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ભારતીય સંગીતમાં મુખ્ય બે પ્રકાર છે (૧) મનોરંજન માટે ગવાતું સંગીત અને (૨) ભક્તિ માટે સંગીત. જૈન ધર્મ દ્વારા ભક્તિ માટે સંગીતનો ઉપયોગ ક્યારથી થયો તે વિષે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, છતાં એક બાબત જરૂર ધ્યાનમાં આવે તેવી છે કે મૂર્તિ અને મંદિર વિના માત્ર સાધના દ્વારા જ ધર્માચરણ કરવું એ જૈન સંપ્રદાયની જૂની પરંપરા છે. આ જૂની પરંપરામાં તંત્રની સાધના પણ છે. તંત્રની સાધના એ યોગનો એક પ્રકાર છે તેનો પ્રચાર સૌથી વધુ બંગાળ બાજુ છે, પણ વખત જતાં આ યોગસાધના સમગ્ર ભારતમાં પ્રચલિત થયેલ. યોગસાધનાનો એક તબક્કો એવો આવે છે કે સાધકના કાને સ્વયંભુ સંગીતના સ્વરો સંભળાય છે. મુખ-નાકમાંથી સ્વરોનું ગુંજન થાય છે તેને નાદયોગ કે સ્વરસાધના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણા સંગીતના સાચા સ્વરોનું મૂળ આ યોગમાં છે. આવા યોગસાધનાના સાધકને સંગીત વિદ્યા પ્રિય હોય તે સહજ છે. આમ સંગીતની ચાહના જેની સાધનાના પાયામાં જૈનોનું સંગીતમાં પ્રદાન જયદેવ વા. ભોજક (નિવૃત્ત સંગીત પ્રસ્તુતકર્તા આકાશવાણી, વડોદરા) ૬૭૫ રહેલી છે ત્યાં બારમી સદીમાં પ્રચલિત થયેલ ભક્તિ સંગીતના જુવાળનો લાભ બધા જ સંપ્રદાયોને મળ્યો છે. જો માનવી સાધના, તપ, યોગ, ભક્તિ, સંગીત કોઈ પણ દ્વારા આત્મોન્નતિ કરે તો સમાજને અને વ્યક્તિને લાભ જ છે. આ રીતે જૈન સમાજમાં ભક્તિ સંગીત પ્રચલિત થયું. વખત જતાં મંદિરોમાં સંગીતકારોને સ્થાન મળ્યું. જૂની પરંપરાના દક્ષિણ ભારતના જૈનેતર મંદિરોમાં મૂર્તિના સભામંડપમાં નૃત્ય સાથે સંગીત થતું. જૈન ધર્મમાં સંગીત ક્યા સમયથી ગાવાનું શરૂ થયું તે સંશોધકોનો વિષય છે પણ ગુજરાતમાં હેમચંદ્રાચાર્યજીના વખતમાં શ્રીમાળમાંથી ‘ભોજક’ કુટુંબોને તેઓએ પાટણ બોલાવી વસાવ્યા અને જૈન મંદિરોમાં સંગીત દ્વારા પૂજા, ભાવના અને અન્ય ધાર્મિક ઉત્સવોનું કામ સોંપ્યું. આજે પણ તાનારીરીના વડનગર ગામના તથા ગુજરાતની પાટનગરી પાટણના ભોજક કુટુંબો જૈન સંગીત ગાવા માટે જાણીતાં છે. દલસુખરામ ઠાકુર, હીરાલાલ ઠાકુર, ગજાનન ઠાકુર, લાભશંકર ભોજક, છનાલાલ સંગીતકાર, ચંપકલાલ નાયક અને એમના સમકાલીન ઘણા નાયક– ભોજક જ્ઞાતિમાંથી જ જૈન સંગીતકારો મળ્યા છે એટલા અને એ કક્ષાના અન્ય ઘણા ઓછા છે. પાલિતાણામાં કેટલાંક બારોટ પરિવારો પણ જૈન સંગીતમાં ટોચનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને નંદલાલ કલ્યાણજી બારોટ અને તેના વંશવારસોએ આ કળાને જાળવી રાખી છે. આપણા સંગીતની મૂળ ધારાથી જુદા થવાનું ભારતીય ધર્મોએ વિચાર્યું નથી. દેવ બદલાય, ચિંતન બદલાય પણ સંગીત બધામાં એક જ રહ્યું છે, તો પછી જૈનોની વિશેષતા શું? અહીં એનો વિગતે વિચાર કરીએ. પ્રભુભક્તિમાં ગીત, નૃત્ય, વાજિંત્રનાદને પણ વિશેષ સ્થાન અપાયું છે. પૂજાઓ, પૂજનોમાં તો ભક્તિરસના ઝબ્બર ઉછાળા સંગીતકારોએ પીરસેલાં પરમાત્મભક્તિનાં સંગીતમય ગીતોના કારણે જ વિશેષ આવે છે. Jain Education International કળા વ્યક્તિજન્ય વસ્તુ નથી, સમૂહચેતનામાં પ્રગટતી બાબત છે. પ્રાચીન ભક્તિગીતો, ભજનો, પ્રાસંગિક ગીતો, કેટકેટલી કથા–વારતાઓના રચિયતા કોઈ એક વ્યક્તિ નથી; ગુફામાં દોરેલાં ચિત્રો કે અજંટા-ઇલોરાના કલાકારનાં નામો મળતાં નથી; ભરત-ગૂંથણની ભાતો કોઈ એક વ્યક્તિએ નક્કી કરી નથી. એ બધું સામૂહિક રીતે ક્રમે ક્રમે પરંપરાગત વિકસતું જતું હોય છે. હા, એનું જતન કરવું, જાળવવું એ જે-તે પ્રજાની નૈતિક ફરજ બની રહે છે. પ્રજાની સાચી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy