SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો આવા પુણ્યાનુબંધી પુણ્યના માલિક સુશ્રાવક બેડાવાળાની સુંદર ગુણોની માત્ર થોડી હિંમતભાઈ રૂગનાથજી વાતો અહીં કરવી છે. અધ્યાત્મયોગી, અજાતશત્રુ શ્રી નમસ્કાર મહામંત્ર પર જબ્બર અનુપ્રેક્ષા....સાહિત્ય પ્રસારનારા, પોતે ક્રમ, પર્યાય અને સુંદર ગુણોથી બધી જ રીતે આચાર્ય પદવી માટે લાયકાત ધરાવતા હોવા છતાં એ પદવી પર નહીં લોભાયેલા પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર મહારાજશ્રીએ પાંચ અવ્વલ કોટિના.....શ્રી સિદ્ધચક્રજીના આરાધક બનાવેલા એ પૈકીના એક હતા આ......હિંમતભાઈ બેડાવાળા આપણે તેના થોડા ગુણો જોઈએ. ૧. જીવો તરફ દયાનો ભાવ : શ્રાદ્ધધર્મની સુંદર આરાધનાવાળા એમનામાં અપરાધ રહિતના હાલતા-ચાલતા : ત્રસજીવોની સંકલ્પપૂર્વક–નિરપેક્ષ રીતે વિરાધના હોય જ શાની.....? તો સાધુ ધર્મ અને ચારિત્રધર્મ પરની સુંદર શ્રદ્ધાવાળા એઓ વનસ્પતિકાય આદિ સ્થાવર જીવોની પણ જયણાવાળા હોય જ એમાં શી નવાઈ..... ? ૨. વૈરાગ્ય : સંસાર જેમ મનુષ્ય-તિર્યંચ આદિ ચાર ગતિરૂપ છે, તેમ પાંચે ઇન્દ્રિયોના વિષયરૂપ અને ક્રોધાદિ ચાર કષાયરૂપ પણ છે જ......! ‘આવો સંસાર ક્યારે છૂટે' એવો માનસિકભાવ એ વૈરાગ્ય. આવો વૈરાગ્ય શી રીતે દેખાય.....? આવા ઇન્દ્રિયોના વિષયોના ત્યાગના દૃશ્યો અંદરના વૈરાગ્યને દેખાડી શકે છે. એમની બાહ્ય-આત્યંતર તપધર્મની સાધના એમનામાં રહેલા વૈરાગ્યને બહાર પ્રગટ કરે છે..... એમણે ઉપધાન તપની સુંદર આરાધના કરી અને ત્યારથી જ શ્રી નવપદજી મહારાજ-શ્રી સિદ્ધચક્ર ભગવાનના કુલ્લે ૩૪૬ ગુણો અનુસારે દરરોજ ૩૪૬ લોગસ્સના કાઉસ્સગ્ગની આરાધના કરેલી. મોટી ઉંમરમાં પણ કઠીન એવો ૧૧૦ દિવસીય શ્રેણીતપ પૂર્ણ કરેલો. સાધુજીવનની દીક્ષા– સંયમ લેવાની અત્યંત.....ભાવના છતાં સંયમ ન લઈ શક્યા એનો ખેદ એમણે નિમિત્ત ત્રણ, ચાર, પાંચ કે છ વિગઈનો જાવજ્જીવ ત્યાગ પૂર્વક પ્રગટ કરેલો. વર્ધમાન આયંબિલની અને નવપદજીની ઓળીઓ કરેલી છે. સામાયિક અને પૌષધમાં જીવનો જે સમય જાય છે. તે જ સફળ છે. બાકીનો સમય સંસાર વૃદ્ધિ માટે થાય છે.'' આવા સદ્ગુરુના વચનો એમને હૈયામાં સુંદર રીતે ઊતરી ગયેલા અને એટલે જ તેઓ Jain Education International ૬૩૧ શક્ય વધુ સમય સામાયિકમાં વીતાવતા. ૩. દેવ-ગુરુ પૂજન : સિદ્ધાંત મહોદધિ, સંવિગ્ન લાખો શ્લોક પ્રમાણ કર્મસાહિત્યના નિર્માતા પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદથી એમના શિષ્યરત્ન પૂ.પં. પ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવર મહારાજશ્રીએ ઉનાળા......વગેરેના સ્કૂલાદિ વેકેશનમાં સ્કૂલ-કોલેજ વગેરેના વિધાર્થીઓ માટેની ધાર્મિક-શિક્ષણ શિબિર શરૂ કરેલી.......આ શિબિરથી સેંકડો-હજારો ગુમરાહ જૈન યુવાનો વિધાર્થીઓના જીવનમાં આમૂલ-ચૂલ સુધારો આવ્યો હતો. આનાથી શ્રી જૈનશાસનને અનેકાનેક શાસન પ્રભાવક આચાર્યો—પંન્યાસો-મુનિવરો મળ્યા હતા. હિંમતભાઈએ આ શિબિરના આયોજનના અગ્રણી ગૃહસ્થ તરીકે શરૂઆતની શિબિરથી માંડીને અનેકાનેક શિબિરોનું સફળ સંચાલન કરેલું હતું. શિબિરની આર્થિક વ્યવસ્થા પણ એઓશ્રી સુંદર રીતે ગોઠવી દેતા હતા. પશ્ચિમના પુદ્ગલલક્ષી કુસંસ્કારમાં જૈન વિદ્યાર્થીઓ તણાઈ ન જાય, ભારતીય આર્યસંસ્કૃતિની રક્ષા થાય એ માટે પૂ.પં. પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવરના માનસમાં ઉદ્ભવેલી તપોવન શૈક્ષણિક સંસ્થામાં શરૂઆતથી જ અનેક વરસો સુધી હિંમતભાઈએ આગેવાનીભરી વહીવટની જવાબદારી સ્વીકારેલી........ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરનો સંપર્ક આ શ્રાવક માટે જાણે દૂધ-સાકર જેવો ખૂબ મધૂરતાપૂર્ણ રહ્યો. વિ.સં. ૨૦૧૬ અને વિ.સં. ૨૦૨૨માં પૂ. પંન્યાસજી મ.સા.ના ચાતુર્માસ બેડામાં થયેલા. બેડા નિવાસી આ સુશ્રાવકે શ્રી બેડાના જૈનસંઘ સાથે રહીને ખડેપગે સેવા કરેલી. વિ.સં. ૨૦૧૩ આ સુશ્રાવકે સ્વદ્રવ્યથી પૂ. પંન્યાસજી મ.શ્રીની તારક નિશ્રામાં ઉપધાન તપ કરાવેલ......આ ઉપધાનમાં લક્ષ્મીનો સદુપયોગ કર્યો. એમને ૫૫૦ આરાધકોની.....ભક્તિનો લાભ લીધેલો..... પૂ. પંન્યાસજી મ.શ્રી પાસે રહી એમણે શ્રાવક જીવનની ગ્રહણ અને આસેવનશિક્ષા લીધેલી. નવકાર મહામંત્રના રહસ્યો જાણેલા......શ્રી સિદ્ધચક્રની આરાધનાનું મહત્ત્વ જાણેલું. અને એટલે જ એઓશ્રી સિદ્ધચક્ર ભગવંતના સુંદર ઉપાસક બનેલા. એમણે વર્ષો સુધી અનેકાનેક તીર્થોમાં– નગરોમાં અલગ-અલગ મંદિર વગેરેમાં સિદ્ધચક્ર પૂજનની રસલ્હાણ સંપૂર્ણ માનદ્ રીતે ભવ્યાત્માઓને કરાવેલી. એમની એક ખૂબી એ હતી કે જો પોતે બીજા પ્રોગ્રામમાં વ્યસ્ત ન હોય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy